જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . તમે કોઈ બાબતે ચુકાદો આપતા હો ત્યારે સામેની વ્યક્તિની લાગણીઓની ખાસ દરકાર લો. તમારા દ્વારા લેવામાં આવેલો કોઈ ખોટો નિર્ણય નમાત્ર તેમના પર અવળી અસર કરશે બલ્કે તમને પણ માનસિક તાણ આપશે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. આજે તમે શું કરશો અથવા શું નહીં કરો તે અંગેનો નિર્ણય તમારા પરિવારજનોને લેવા ન દો. અચાનક કોઈકની સાથે ઓળખાણ વધારવાનું ટાળો કેમ કે તેનાથી પસ્તાવો થવાની શક્યતા છે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. તમને આજે અનુભવ થશે કે તમારા લગ્નજીવનની મજા ઓસરી ગઈ છે, જો કે બધું જ ટૂંક સમયમાં નવપલ્લવિત થઈ જશે.

વૃષભ (બ,,ઉ) - પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. ઘણા બધા ખરાબ દિવસો બાદ, તમે અને તમારા જીવનસાથી આજે ફરીથી એકમેકના પ્રેમમાં પડશો.

મિથુન (ક,,ઘ) તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

કર્ક (ડ,હ) સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. પરિવારની જરૂરિયાતો તરફ ર્દુલક્ષ કરશો કેમ કે કામના સ્થળે તમે વધુ પડતું શ્રમ લઈ રહ્યા છો. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. લગ્નની બાબતમાં તમારૂં જીવન આજે ખરેખર અદભુત જણાય છે.

સિંહ (મ,ટ) – બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમે તમારી મોહિની તથા તમારૂં બુદ્ધિચાતુર્ય વાપરશો તો તમે લોકો પાસેથી ધાર્યું કામ કઢાવી શકશો. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

કન્યા (પ,,ણ) – તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. નવો દેખાવ-નવાં કપડાં-નવા મિત્રો આજે તમારા થશે. કામ બાકી હોવા છતાં રૉમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

તુલા (ર,ત) - હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. એક જૂનો મિત્ર દિવસના અંત ભાગમાં મુલાકાત લેશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. આજે જો તમે ખરીદી માટે જશો તો તમે પોતાની માટે સારૂં ડ્રેસ મટિરિયલ ખરીદશો. કામના સ્થળે પરિસ્થિતિ વિચિત્ર થઈ શકે છે, તમે અમુભવશો કે બધું જ તમારી વિરૂદ્ધ જઈ રહ્યું છે. આમ છતાં, એ સાચું નહીં હોય.

વૃશ્વિક (ન,ય) નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

ધન(ભ,,,ઢ) – તમને તમારી જાત માટે સારી લાગણી થાય એવી બાબતો કરવા માટે અદભુત દિવસ. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. રૉમાન્સ માટે બહુ સારો દિવસ નથી કેમ કે તમને સાચો પ્રેમ નહીં મળે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

મકર (ખ,જ) – સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

કુંભ (ગ,,,ષ) – કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

મીન (દ,,,થ) - મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને નિરાંતવા તથા ખુશ રાખશે. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. તમે જો તમારા ભાગીદારોના મતને નજરઅંદાજ કરશો તો તેઓ ધીરજ ખોઈ બેસશે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article