જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. અણધાર્યા શુભ સમાચાર તમારો ઉત્સાહ વધારશે. તમારા પરિવારના સભ્યો સાથે તમે આ સમાચાર વહેંચશો ત્યારે તેઓ પણ ખુશખુશાલ થઈ જશે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

વૃષભ (બ,,ઉ) - તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. તમને જેના પર વિશ્વાસ છે એવી કોઈક વ્યક્તિ તમને પૂરૂં સત્ય નહીં જણાવે-તમામ જાણકારી મેળવવા માટે થોડીક પૂછપરછ મહત્વની સાબિત થશે- પણ તમે જો ગુસ્સાથી વર્તશો તો તમે તમારો સંબંધ બગાડી બેસશો. તમારી હાજરી તમારા પ્રિયપાત્ર માટે આ વિશ્વ યોગ્ય સ્થળ બનાવશે. તમારા કામના સ્થળે આજે ઢગલાબંધ પ્રેમ પ્રવર્તતો જોઈ શકશો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે

મિથુન (ક,,ઘ) પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમારો વધારાનો સમય નિઃસ્વાર્થ સેવામાં સમર્પિત કરો. આ બાબત તમને આનંદ આપશે તથા તમારા પરિવારને પણ અપાર આનંદ આપશે. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. ટીમ બનાવી ને એક જ ધ્યેય માટે કામ કરવાની મજબૂત સ્થિતિમાં તમે હશો. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. પ્રેમ અને સારૂં ભોજન લગ્નજીવનના પાયા છે, અને અઆજે તમને આ બંનેના શ્રેષ્ઠનો અનુભવ થવાનો છે.

કર્ક (ડ,હ) તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રૅક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. તમારી ખાસિયતનો ઉપયોગ તમારા વ્યાવસાયિક અંતરાયો દૂર કરવા માટે કરો.તમારો નાનકડો પ્રયાસ સમસ્યા કાયમ માટે સૂલઝાવી શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

સિંહ (મ,ટ) – મારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. ભાગીદારીને લગતી તકો સારી જણાય છે, પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. આજે કોઈપણ બાબત અંગે તમારા જીવનસાથીને ફરિયાદ કરતા નહીં, કેમ કે તે પહેલેથી જ ખરાબ મિજાજમાં છે અને આને કારણે તમારો દિવસ ખરાબ થઈ શકે છે.

કન્યા (પ,,ણ) – અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો. ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકુળ થજો. આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો. તમારા ધ્યેયો સાધવા કરવા માટે સારો દિવસ.એકધારૂં કામ કરી તેમને ઝડપથી સાધી લેવા માટે તમારા શરીરને રિચાર્જ કરો. આ બાબતમાં તેમ તમારા મિત્રોની મદદ લઈ શકો છો. આનાથી તમારૂં મનોબળ વધશે તથા તમને તમારા ધ્યેયને હાંસલ કરવામાં મદદ કરશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

તુલા (ર,ત) - ગર્ભવતી મહિલાઓ તેમના સ્વાસ્થ્યની વધુ તકેદારી રાખે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. કામના સ્થળે આજનો દિવસ તમારી માટે મુશ્કેલ હોય એવું જણાય છે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે તમને વિશ્વમાં સૌથી પૈસાદાર હોવાની અનુભૂતિ થશે, કેમ કે તમારા જીવનસાથી તમારી સાથે એવું વર્તન કરશે.

વૃશ્વિક (ન,ય) મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. તમે જો નવી વ્યાપારી ભાગીદારી વિશે વિચારી રહ્યા હો - તો તમે કશુંક નક્કર પગલું લો એ પૂર્વે તમામ માહિતી તમારા હાથમાં હોય અ જરૂરી છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

ધન(ભ,,,ઢ) – આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. ભેટ-સોગાદો પણ આજે તમારા પ્રિયપાત્રનો મૂડ બદલવામાં મદદરૂપ નહીં થાય. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમને તમારા જીવનસાથી સાથેના લાગણીના બંધન વિશે આજે શંકા થશે, જે ખૂબ જ ખોટું નિરીક્ષણ હશે.

મકર (ખ,જ) – આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. મિજાજ જવો-એ બાબત ટાળી શકાય એવી નથી-પણ જેઓ તમને પ્રેમ કર છે અને જેમને તમારી દરકાર છે તેમને તમારાથી દુઃખ ન પહોંચે તે માટે તમારી જીભને વશમાં રાખો. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે.

કુંભ (ગ,,,ષ) – તમારી જાતને એવી પ્રવૃત્તિઓમાં મશગુલ રાખો જે તમને તમારૂં મગજ શાંત રાખવામાં મદદરૂપ થાય. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારા પરિવારને યોગ્ય સમય આપો. તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે. તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

મીન (દ,,,થ) - તમારી અપેક્ષાઓ અને ઉમેદો પર ભયને કારણે અસર પડવાની ઊંચી શક્યાઓ જોવાય છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. આજે કોઈક તમારા વખાણ કરશે. સાવચેતીપૂર્વક વાચ્યા વિના કોઈ બિઝનેસ અથવા કાનૂની દસ્તાવેજ પર સહી કરતા નહીં. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

Latest Stories