જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે.

વૃષભ (બ,,ઉ) - તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. વ્યસ્ત રસ્તા પર તમે અનુભવશો કે તમે સૌથી નસીબદાર છો, કેમ કે તમારું પ્રિયપાત્ર સૌથી શ્રેષ્ઠ છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

મિથુન (ક,,ઘ) તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે સમય ખરેખર મુશ્કેલ છે. કામ પર જતા પહેલા તમારી જાતને સંભાળજો.

કર્ક (ડ,હ) તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે સમય ખરેખર મુશ્કેલ છે. કામ પર જતા પહેલા તમારી જાતને સંભાળજો.

સિંહ (મ,ટ) – તંબાકુનો ઉપયોગ બંધ કરવાનો તમારી માટે આ યોગ્ય સમય છે નહીંતર આગળ જતાં તમારી માટે આ લતથીપીછો છોડાવવો તમારી માટે અત્યંત મુશ્કેલ થઈ પડશે અને તેનો ઉપયોગ ન માત્ર શરીરને હાનિ પહોંચાડશે બલ્કે મગજને પણ નુકસાન કરશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારી નિકટનું કોઈક આજે અંદાજ ન લગાડી શકાય એવા મિજાજમાં હશે. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમને લગ્નજીવનનની મુશ્કેલ બાજુની અંતિમ હદનો અનુભવ થશે.

કન્યા (પ,,ણ) – તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આર્થિક મુશ્કેલીઓ ટીકા અને બોલાચાલી ભણી દોરી જશે-તમારી પાસે વધુ પડતી અપેક્ષા રાખતા લોકોને ના પાડતા શીખો. તમારી પત્ની સાથે પિકનિક પર જવા માટે ખૂબ જ સારો દિવસ. આ બાબત ન માત્ર તમારો મૂજ બદલશે બલ્કે તમારા વચ્ચેની ગેરસમજ ઉકેલવામા પણ મદદ કરશેં. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

તુલા (ર,ત) - એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો.

વૃશ્વિક (ન,ય) ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે

ધન(ભ,,,ઢ) – સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

મકર (ખ,જ) – તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. તમે જો માગણીઓને પૂરી ન કરો તો ઘણીવાર લગ્નજીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. આથી બહાદુરી રાખો.

કુંભ (ગ,,,ષ) – આનંદથી ભરેલો સારો દિવસ. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. આજે તમે તમારા પ્રિયપાત્રનો પ્રેમ તમારી આસપાસ અનુભવશો. આજનો દિવસ ખૂબ જ સુંદર અને પ્રેમભર્યો રહેશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

મીન (દ,,,થ) - બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

Latest Stories