જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે-જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમારા કામની સરાહના થશે.

વૃષભ (બ,,ઉ) - તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

મિથુન (ક,,ઘ) ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

કર્ક (ડ,હ) ખિન્ન તથા નિરાશ ન થાવ. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. દૂરનાં કોઈ સગાં તરફથી લાબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

સિંહ (મ,ટ) – આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. મિત્રો કદાચ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે. આજે તમે પ્રેમાળ મૂડમા હશો-આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

કન્યા (પ,,ણ) – તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો-તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે.

તુલા (ર,ત) - તમારે કેટલાક આઘાતનો સામનો કરવાની શક્યતા હોવાથી તમારે તમારી લાગણીઓને અંકુશમાં લેવાની તથા તમારા ભયથી મુક્ત થવાની તાકીદે જરૂર છે. તમારા આશાવાદી અભિગમ દ્વારા તમે આ બંનેનો સામનો કરી શકો છો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

વૃશ્વિક (ન,ય) તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે. પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો કોઈપણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી આજે ખરેખર વિચિત્ર રીતે વર્તશે, જેનાથી તમને ઠેસ પહોંચશે.

ધન(ભ,,,ઢ) – જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. તમારો પ્રેમ એક નવી ઊંચાઈએ પહોંચશે. તમારો દિવસ તમારા પ્રિયપાત્રના હાસ્ય સાથે શરૂ થશે તથા તેનો અંત એકમેકના સપનાંમાં થશે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

મકર (ખ,જ) – ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. સમજદારીપૂર્વક રોકાણ કરો. કોઈક અંગત સમસ્યા સૂલઝાવવામાં તમારી મદદની અપેક્ષા રાખતા કોઈક વૃદ્ધ સંબંધી તરફથી આશીર્વાદ મળશે. સુંદર સ્મિત સાથે તમારા પ્રેમી કે પ્રેમિકાનો દિવસ ઝળકાવો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

કુંભ (ગ,,,ષ) – સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

મીન (દ,,,થ) - તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

Latest Stories