જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . પોતાનાં સપનાં સાકાર કરવા તથા પોતાના ધ્યેયને પામવા માટે ઘર અને સ્વાસ્થ્ય પ્રત્યે ર્દુલક્ષ કરતા માણસ જેવું વર્તન ન કરતા. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. બાળકો તરફથી અણધાર્યા સમાચાર ખુશીની ક્ષણો લાવશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે

વૃષભ (બ,,ઉ) - મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. મિજાજ જવો-એ બાબત ટાળી શકાય એવી નથી-પણ જેઓ તમને પ્રેમ કર છે અને જેમને તમારી દરકાર છે તેમને તમારાથી દુઃખ ન પહોંચે તે માટે તમારી જીભને વશમાં રાખો. તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે-કેમ કે તમારૂં પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે. મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરાં કામ પૂરાં કરવામાં મદદ કરશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

મિથુન (ક,,ઘ) તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. દૂરનાં કોઈ સગાં તરફથી લાબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

કર્ક (ડ,હ) હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

સિંહ (મ,ટ) – તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. બાળકો કદાચ નિરાશા જન્માવશે કારણકે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે. તમારા સપનાં સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો-તો ઝડપથી નિર્ણય લો-કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે-તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે..

કન્યા (પ,,ણ) - તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. માનસિક સ્પષ્ટતા તમને બિઝનેસમાં અન્યોની સરખામણીએ આગળ રાખશે. તમે ભૂતકાળની તમારી તમામ મૂંઝવણો દૂર કરી શકશો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. લાંબા સમય બાદ, તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વીતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે

તુલા (ર,ત) – તમારા પરિવારના હિતોની વિરૂદ્ધ હોય એવું કોઈ પગલું ન લેતા. તમે તેમના મંતવ્યો સાથે સહમત ન પણ થતાં હો, પણ તમારૂં વર્તન ગંભીર સમસ્યા સર્જી શકે છે. તમારે તમારી યોજનાઓ એ રીતે અમલમાં મૂકો જેથી તે અન્યો માટે માર્ગદર્શક પ્રકાશ બની શકે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. બાળકો સાથેની ઝઘડો હતાશા તરફ દોરી જશે. આખા બ્રહ્માંડની તમામ ખુશીઓ એ બે વ્યક્તિઓ વચ્ચે હોય છે જેઓ એકમેકના પ્રેમમાં હોય છે. હા, તમે જ એ નસીબવંત છો. ઓૉફિસનું વાતાવરણ આજે તમારી માટે વધુ પડતું દુશ્મનાવટભર્યું બનવાની શક્યતા છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

વૃશ્વિક (ન,ય) આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારી મહત્વાકાંક્ષા વિશે તમારા માતા-પિતા સામે રહસ્યોદ્ઘાટન માટે સારો સમય. તેઓ તમને સંપૂર્ણ સહકાર આપશે. તેની પ્રાપ્તિ માટે તમારે ધ્યાન કેન્દ્રિત કરી સખત મહેનત કરવાની જરૂર છે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા ભૂતકાળનું કોઈ રહસ્ય જાણીને તમારા જીવનસાથીને થોડીઘણી ઠેસ પહોંચી શકે છે.

ધન(ભ,,,ઢ) – તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. નુકસાન આજે તમારી લગ્નજીવન પર વિપરિત અસર કરી શકે છે.

મકર (ખ,જ) – સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. ઑફિસનું ટૅન્શન ઘરે ન લાવતા.એનાથી તમારી પારિવારિક ખુશીઓ પર અસર થઈ શકે છે. ઑફિસની સમસ્યાઓને ત્યાં જ ઉકેલો અને તમારા પારિવારિક જીવનનો આનંદ લો. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

કુંભ (ગ,,,ષ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે તથા તમારે તેનો ઉપયોગ બાકી રહી ગયેલા કાર્યો પૂર્ણ કરવા માટે કરવો જોઈએ. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. પ્રૉપર્ટીને લગતો વિવાદ ઊભો થઈ શકે છે. શક્યા હોય તો તેને સુમેળપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. કાયદાકીય હસ્તક્ષેપ કજાચ લાભદાયક ન પણ નીવડે. ભૂતકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

મીન (દ,,,થ) – તમારો પરિવાર તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખશે એ બાબત તમને ચીડવી મુકશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે.

Latest Stories