જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા ઉદાર સ્વભાવનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

વૃષભ (બ,,ઉ) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રૅક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. સારૂં ભોજન, રોમેન્ટિક ક્ષણો, આજે આ બધું જ તમને મળવાની આગાહી છે.

મિથુન (ક,,ઘ) તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી. ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો. બહેન જેવો પ્રેમ તમારો ઉત્સાહ વધારશે. પણ તમારે નાની ચણભણમાં મગજ પરનો કાબુ ન ખોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે. રૉમાન્સ માટે સારો દિવસ. સહકાર આપવાનો તમારો અભિગમ તથા વિશ્લેષણાત્મક કૌશલ્યની નોંધ લેવાશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

કર્ક (ડ,હ) બિનજવાહદાર મંતવ્યા દ્વારા તમે તમારા પરિવારના સભ્યોની ભાવનાને ઠેસ પહોંચાડી શકો છો. શક્ય હોય તો તમારો મત વ્યક્ત કરતા પહેલા બે વાર વિચારજો કેમ કે તમારા શબ્દો તમારી વિરૂદ્ધ જઈ શકે છે અને પરિવારની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. બોલાચાલી તથા વિસંવાદને કારણે ઘરમાં કેટલીક તાણભરી ક્ષણો સર્જાઈ શકે છે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

સિંહ (મ,ટ) – સારા સમાચાર મળવાની શક્યતા છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો. તેમના સુખ-દુઃખમાં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. તમારે નિરાશાથી પીડાશો-કેમ કે જે નામ-પ્રતિષ્ઠા તથા વળતરની તમને અપેક્ષા હતી તે-થોડા સમય માટે મુલત્વી રહ્યું છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઈઝ આપશે.

કન્યા (પ,,ણ) – કોઈપણ ભોગે તમારી પત્નીનો વાંક કાઢી તેને ચીડવવાનું બંધ કરો. આવું કરવું એ બાબત મહ્દઅંશે અતાર્કિક આક્ષેપો તથા બિનજવાબદાર નિવેદનો તરફ દોરી જાય છે- જે અકારણ જ બંનેની લાગણીને ઠેસ પહોંચાડે છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. રૉમેન્ટિક અફૅર્સ પર અવળી અસર પડશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજે તમને લગ્નજીવનનની મુશ્કેલ બાજુની અંતિમ હદનો અનુભવ થશે.

તુલા (ર,ત) – પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. સંબંધીઓ આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેની તકરારનું કારણ બની શકે છે.

વૃશ્વિક (ન,ય) તમારા સ્વાસ્થ્ય ખાતર બૂમાબૂમ કરશો નહીં. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. મહત્વના લોકો સાથે હળો-મળો ત્યારે તમારા આંખ-કાન ખુલ્લા રાખો-કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

ધન(ભ,,,ઢ) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો તથા હાર્ડ ડ્રિન્ક્સથી દૂર રહો. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. આજે તમે કામના સ્થળે ખૂબ જ ગુસ્સે થઈ શકો છો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

મકર (ખ,જ) – તમારૂં સ્વાસ્થ્ય સુધારો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. નવું સાહસ શરૂ કરવા માટે શુભ દિવસ. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો.

કુંભ (ગ,,,ષ) – તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. રૉમાન્સને આજે ઓછું મહત્વ મળે એવું લાગે છે કેમ કે તમારૂં પ્રિયપાત્ર ખૂબ જ વધારે પડતી માગ કરી રહ્યું હોય એવું લાગે છે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. વધારે પડતી અપેક્ષાઓ તમને આજે લગ્નજીવનમાં દુઃખ તરફ દોરી જાય એવી શક્યતા છે.

મીન (દ,,,થ) – તમારી માટે એ સમજી લેવાનો સમય આવી ગયો છે કે માનસિક શત્રુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે આથી મગજમાં કોઈ બિનજરૂરી વિચારોને પ્રવેશવા ન દો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. કામ કરતી વખતે સોશિયલ મિડિયાનો ઉપયોગ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનું અનુભવશો.

Latest Stories