જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો

વૃષભ (બ,,ઉ) – તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

મિથુન (ક,,ઘ) મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. તમારા મિત્ર સાથે બહાર જાવ ત્યારે સારી રીતે વર્તો. આજના અદભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

કર્ક (ડ,હ) તમને ખરેખર શું જોઈએ છે તે અંગે લાગણીની દૃષ્ટિએ અસ્પષ્ટ તથા ચંચળ મનના રહેશો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. સાંજે અણધાર્યા મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

સિંહ (મ,ટ) – આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. જીવન તમને આશ્ચર્યો આપતું રહે છે, પણ આજે તમે તમારા જીવનસાથીની અદભુત બાજુ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.

કન્યા (પ,,ણ) – તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે-કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરૂદ્ધ કામ કરી રહી છે-ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ-તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવ માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. અચાનક કોઈકની સાથે ઓળખાણ વધારવાનું ટાળો કેમ કે તેનાથી પસ્તાવો થવાની શક્યતા છે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્નજીવન ક્ારેક ખરેખર મુશ્કેલ બની જાય છે, અને શક્ય છે કે આજનો દિવસ એ મુશ્કેલ દિવસોમાંનો એક હોઈ શકે છે.

તુલા (ર,ત) – તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા જીવનસાથીની સંગતમાં રાહત-આરામ તથા પ્રેમ શોધો. રૉમેન્ટિક મૂડમાં એકાએક પરિવર્તન તમને હતાશ કરશે. તમારી આસપાસ મહત્વના લોકોને તમે તમારા મંતવ્યો જણાવશો તો તેનાથી તમને લાભ થશે-તમારા સમર્પણ અને ઈમાનદારી માટે તમારી સરાહના થવાની શક્યતા છે. બાકી રહી ગયેલા કાર્યોને જલ્દીથી ઉકેલવા રહ્યા અને તમ જાણો છો કે તમારે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડશે-આથી હકારાત્મક રીતે વિચારો તથા આજથી જ પ્રયાસો કરવાના શરૂ કરી દો. તમારા જીવનસાથીના જૂઠાણાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે, જો કે એ સાવ નાની બાબત હશે.

વૃશ્વિક (ન,ય) સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે. તળાવમાંની સૌથી સુંદર માછલી સાથે આજે મુલાકાત થવાની ઊંચી શક્યતા છે. કામના સ્થળે વરિષ્ઠો તથા સહ-કમર્મચારીઓ તરફથી સહકાર તમારૂં મનોબળ વધારશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે.

ધન(ભ,,,ઢ) – નફરતની લાગણી મોંઘી પુરવાર થઈ શકે છે.તે ન માત્ર તમારી સહનશક્તિનો ગુપ્ત રીતે નાશ કરે છે બલ્કે તમારી વિવેકબુદ્ધિને પણ મંદ કરે છે તથા સંબંધમાં કાયમી તિરાડ ઊભી કરે છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે, રોમાન્સથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી.

મકર (ખ,જ) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે તથા આનંદ લાવશે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

કુંભ (ગ,,,ષ) – ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. આજે તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કારણ કે આજે તમારા પ્રેમી-પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂડમાં હશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

મીન (દ,,,થ) – પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. કામના સ્થળે ધિક્કારનારાઓ આજે તમને ખૂબ જ ગુસ્સો અપાવી શકે છે. પણ તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ નથી આથી ચિંતા કરવા જેવું નથી. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article