જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમે જેની સાથે રહો છો એમાથી કોઈ તમારાથી નારાજ છે કેમ કે તમે તમારી ઘરને લગતી ફરજોને નજરઅંદાજ કરી રહયા છો. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. તમે તમારા લગ્નજીવનમાં પ્રેમયાચના, એકમેકની પાછળ દોડવાના અને મનાવવાના જૂના સુંદર દિવસોની યાદ તાજી કરશો.

વૃષભ (બ,,ઉ) – તમારી સ્વાસ્થ્ય તથા શક્તિ બચાવવાની આદત તમને ખૂબ જ મદદ કરશે કેમ કે તમે લાંબી મુસાફરી પર જવાની યોજના ઘડી રહ્યા છો. વ્યસ્ત સંયપત્રક છતાં તમે થાક સાથે આસાનીથી કામ પાડી શકશો. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. જો આખા પરિવારનો સમાવેશ થતો હોય તો મનોરંજન ખરેખર રસપ્રદ સાબિત થશે. આજે કોઈક તમારા વખાણ કરશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારો જીવનસાથી આજે તમને વધારાનો ખાસ સમય આપશે.

મિથુન (ક,,ઘ) જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહીં, એના કરતાંતેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે. પ્રેમ જીવન આશા લાવશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે.

કર્ક (ડ,હ) કામના સ્થળનું તથા ઘરનું દબાણ આજે તમને ગુસ્સાહાળા સ્વભાવના બનાવશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા-તેનાથી શાંતિ જોખમાઈ શકે છે. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારા સંબંધીઓ આજે તમારા સુખી લગ્નજીવનને થોડુંક નુકસાન પહોંચાડી શકે છે.

સિંહ (મ,ટ) – તંબાકુનો ઉપયોગ બંધ કરવાનો તમારી માટે આ યોગ્ય સમય છે નહીંતર આગળ જતાં તમારી માટે આ લતથીપીછો છોડાવવો તમારી માટે અત્યંત મુશ્કેલ થઈ પડશે અને તેનો ઉપયોગ ન માત્ર શરીરને હાનિ પહોંચાડશે બલ્કે મગજને પણ નુકસાન કરશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. બાળકો સાથેનો ઝઘડો માનસિક તાણમાં વધારો કરશે-તમારી જાતને એક તબક્કા કરતાં વધુ ખેંચશો નહીં કેમ કે કેટલાક મુદ્દાને ન સ્પર્શો એ જ શ્રેષ્ઠ છે. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

કન્યા (પ,,ણ) – તબિયતની ધ્યાન રાખવાની ચોક્કસ જરૂર છે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

તુલા (ર,ત) – તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

વૃશ્વિક (ન,ય) તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજે તમારા જીવનસાથી તમારી સાથે થડુંક વિચિત્ર વર્તન કરશે. તમારી ધીરજમાં ખલેલ ન પડવા દેતા.

ધન(ભ,,,ઢ) – કામના સ્થળે ટૅન્શન તમને બીમાર કરી શકે છે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તાણભર્યો સમય પ્રર્વતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય.

મકર (ખ,જ) – ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. ઘરમાં કોઈક વિધી અથવા મંગળ સંસ્કાર થવા જોઈએ. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. આજે સામાજિક મિલન -મુલાકાતો તથા તમને સૌથી વધુ કરવી ગમે તેવી બાબતો કરવા માટે તમારી પાસે ફાજલ સમય હશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

કુંભ (ગ,,,ષ) – બિનજરૂરી વિચારોને તમારા મગજમાં સ્થાન જમાવવા ન દો. શાંત તથા તાણમુક્ત રહેવાનો પ્રયાસ કરો, એ તમને માનસિક દૃઢતા બક્ષશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યક્તા છે.

મીન (દ,,,થ) – આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

Latest Stories