જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . તમારૂં સ્વાસ્થ્ય જોઈએ એટલું સારૂં નહીં હોય. તબીબ પાસે જવું કે દવા લેવી એ બાબતોની શક્યતા નકારી શકાય એમ નથી. દિવસના ઉત્તરાર્ધમાં પૂરતો આરામ લો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે. પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો કોઈપણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. નવા વિચારો ઉત્પાદક હશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે

વૃષભ (બ,,ઉ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. તમારા બેદરકાર વર્તનને કારણે ઘરમાં તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા વધારે છે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. તમારી આસપાસ મહત્વના લોકોને તમે તમારા મંતવ્યો જણાવશો તો તેનાથી તમને લાભ થશે-તમારા સમર્પણ અને ઈમાનદારી માટે તમારી સરાહના થવાની શક્યતા છે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમાર પરિણીત જીવનના શ્રેષ્ઠ દિવસની અનુભૂતિ તમે આજે કરશો.

મિથુન (ક,,ઘ) સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. ભૂતકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો-અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

કર્ક (ડ,હ) બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. તમારા ઘરને લગતું રોકાણ ફાયદાકારક પુરવાર થશે. પત્ની તમને તમારૂં જીવન બદલવામાં મદદ કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. તમારા પાસેની માહિતી તથા અનુભવ તમે અન્યો સાથે વહેંચશો તો તમારી સરાહના થશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

સિંહ (મ,ટ) – તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. તમે જાણતા હો એવી સ્ત્રી તરફથી કામની તકો આવશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે.

કન્યા (પ,,ણ) – વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. આજે કોઈક તમારા વખાણ કરશે. લાંબા સમયથી અટકેલા નિર્ણયોને અંતિમ સ્વરૂપ મળશે તથા નવા સાહસ માટેની યોજનાઓ સુવ્યવ્યસ્થિતપણે પાર પડશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

તુલા (ર,ત) – તમે કદાચ તમારા પરિવારની અપેક્ષાઓ પર પાર ઉતરવામાં નિષ્ફળ જઈ શકો છો. તમે ગમે એટલા લખત પ્રયત્નો કરશો-તમે દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી નહીં કરી શકો. તમારૂં ધ્યાન કેન્દ્રિત કરી હિંમત નહીં હારો તો એ તમારી માટે સારૂં રહેશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. આજે જો પરિવારનો કોઈ સભ્ય તમારા મગજ પર ચડી જાય-તો મામલો હાથમાંથી વણસી જાય એ પહેલા સીમા નક્કી કરવાનું રાખો. આજે તમે તમારા પ્રયપાત્રના હૃદયના ધહકારા સાથે સાથે મિલાવશો. હા, તમે પ્રેમમાં છો તેની જ આ નિશાની છે. આજે જો તમે કામમાં સારી રીતે ધ્યાન નહીં આપો તો, વરિષ્ઠો અને સહકર્મચારીઓમાં તમે તમારી શાખ ગુમાવશો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

વૃશ્વિક (ન,ય) દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. કોઈક ઐતિહાસિક સ્મારકે જવાની નાનકડી પિકનિકનું આયોજન કરો. આ બાબત બાળકો તથા પરિવારના અન્ય સભ્યોને રોજબરોજના જીવનના એકધારાપણામાંથી અત્યંત આવશ્યક એવી રાહત અપાવશે. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

ધન(ભ,,,ઢ) – કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ. પ્રેમ પ્રકરણમાં તમારી જીભને વશમાં રાખો, કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો.

મકર (ખ,જ) – કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. માતાની માંદગી ચિંતા સર્જી શકે છે.તમારે તેનું ધ્યાન બીમારીમાંથી અન્ય કોઈ બાબત પ્રત્યે દોરજો જેથી તેની માંદગીની અસર ઘટે. તમારી સલાહ રામબાણ ઈલાજ તરીકે કામ કરશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. તમારી કમાવવાની ક્ષમતા કઈ રીતે વધારવી તે માટેની જાણકારી તથા શક્તિ તમારામાં હશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી અને બીજી કોઈ વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુ વચ્ચે પસંદગી કરવાની દ્વિધામાં નાખશે.

કુંભ (ગ,,,ષ) – ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. તમારા ઉડાઉ સ્વભાવની પરિવાર ટીકા કરશે. તમારે ભવિષ્ય માટે નાણાં બચાવવા જોઈએ અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કામદેવના બાણથી બચવાની શક્યતા આજે ઓછી છે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

મીન (દ,,,થ) – તમારામાંના કેટલાકને આજે મહત્વના નિર્ણયો લેવાની ફરજ પડશે જે તમને તાણગ્રસ્ત અને ઉદ્દીગ્ન કરી મુકશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. આજે શરૂઆતથી અંત સુધી કામના સ્થળે તમને સતત ર્સ્ફૂતિનો અનુભવ થાય એવો આ દિવસ છે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article