જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

વૃષભ (બ,,ઉ) – ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારી લાગણીઓ અભિવ્યક્ત કરવાનું તમને કદાચ મુશ્કેલ લાગશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. લાગે છે કે આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ છે અને તમને એની જાણ થયા વિના નહીં રહે.

મિથુન (ક,,ઘ) બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. કામના સ્થળે તથા ઘરે દબાણ આજે તમને ગુસ્સાવાળા સ્વભાવના તથા બેચેન બનાવશે. એક તરફી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં. તમારા જીવનમાં કશુંક રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો- તો તમને ચોક્કસ કંઈક રાહત મળશે. તમારૂં લગ્નજીવન આજે મુશ્કેલ સમયમાંથી પસાર થશે.

કર્ક (ડ,હ) અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમારા પ્રિયપાત્રનું. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

સિંહ (મ,ટ) – કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે.પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. અન્યોને અપમાનિત ન કરવાનો પ્રયાસ કરજો તથા પરિવારની જરૂરિયાતોને અનુરૂપ થજો. રૉમેન્ટિક અફૅર્સ પર અવળી અસર પડશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. જ્યારે તમે કોઈકની સાથે રહેતા હો છો ત્ારે તકરારો અનિવાર્ય છે. તમે તમારા જીવનસાથી સાથે બોલાચાલીમાં ઉતરી શકો છો.

કન્યા (પ,,ણ) – આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

તુલા (ર,ત) – જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. પ્રપોઝ કર્યા બાદ તમને કદાચ જબરજસ્ત અનુભૂતિ થશે કેમ કે તેનાથી તમારા પરનો બોજો ઉતરી ગયાનું તમે અનુભવશો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. લગ્નજીવનમાં વ્યક્તિના એકાંતનું આગવું મહત્વ હોય છે, પણ આજે તમે એકમેકની નિકટ રહેવાની કોશિશ કરશો. રોમાન્સ ચોક્કસ જ જોરદાર છે.

વૃશ્વિક (ન,ય) કશુંક રસપ્રદ વાચી માનસિક વ્યાયામ કરો. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. અદભુત દિવસ જ્યારે તમે ઈચ્છો છો એટલું લોકોનું ધ્યાન તમને મળશે-તમારી સામે એટલી બધી બાબતો હશે અને તમાંથી કઈ બાબત હાથ ધરવી તેની મીઠી મૂમંઝવણ તમને થશે. તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

ધન(ભ,,,ઢ) – કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

મકર (ખ,જ) – ભીડભરી બસમાં પ્રવાસ કરતી વખતે બ્લ્ડ પ્રૅશરના દરદીઓએ વધારે તકેદારી રાખવી. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમે તમારા જીવનસાથી સાથે ગમે એટલો ઝઘડા કરો, પણ એક વાત ભૂલતા નહીં કે તમે એકબીજાને પ્રેમ કરો છો.

કુંભ (ગ,,,ષ) – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓનો અંત આવતો હોય એવું જણાય છે, કેમ કે તમારા માતા-પિતા તમને સહકાર આપશે. તમારા વર્તનમાં અસ્થિર થતાં નહીં-ખાસ કરીને તમારા જીવનસાથી સાથે- અન્‍યથા તેનાથી તમારા ઘરની શાંતિ જોખમાઈ શકે છે. તેમનું વેવિશાળ થયું છે તેવા લોકોને પોતાના ભાવિ જીવનસાથીમાં અદભુત ખુશીનું સ્રોત દેખાશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

મીન (દ,,,થ) – તમારો નિખાલસ તથા નિર્ભિક મત તમારા મિત્રના અહંકારને ઠેસ પહોંચાડી શકે છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજનો દિવસ પાગલ કરી મુકે એવો છે, તમરા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article