જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમારા ઉડાઉ સ્વભાવની પરિવાર ટીકા કરશે. તમારે ભવિષ્ય માટે નાણાં બચાવવા જોઈએ અન્યથા તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા લગ્નજીવનમાં આજે તમારે મુશ્કેલ સમયનો સામનો કરવાનો આવી શકે છે.

વૃષભ (બ,,ઉ) – તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. ચેતતા રહેજો કોઈક તમારી સાથે ખોટી પ્રણયચેષ્ટાઓ કરશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

મિથુન (ક,,ઘ) યોગ્ય વ્યાયમ વડે તમારે તમારા વજન પર કાબૂ રાખવાની આવશ્યક્તા છે. તૈલી તથા મસાલાયુક્ત આહાર ટાળો. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે. પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે. એનાથી તમને લાભ થશે. પ્રેમ જીવન આજે વિવાદાસ્પદ બની શકે છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

કર્ક (ડ,હ) તમે નવરાશની લહેજત માણવાના છો. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. શું તમે જાણો છો, તમારા જીવનસાથી તમારી માટે ખરો દેવદૂત છે, અમારી વાત પર વિશ્વાસ નથી? આજે નિરીક્ષણ કરી તેનો જાતઅનુભવ કરો.

સિંહ (મ,ટ) – પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો. પ્રેમની મસ્તીનો અનુભવ કરવા માટે તમને કોઈ મળી શકે છે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.

કન્યા (પ,,ણ) – તમારા ભાઈના કામમાં નિયમિત હસ્તક્ષેપ દ્વારા તમે તેને નારાજ કરી શકો છો. જ્યાં જરૂર ન હોય અથવા જ્યાં તમારા સૂચનોનું સ્વાગત નથી ત્યાં સલાહ ન આપો શાંત રહેવાનો તથા સૌની સાથે ઈમાનદાર રહેવાનો અંકુશ તમારી જાત પર રાખો. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. તમારા દિલ પર રૉમાન્સનું રાજ હશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

તુલા (ર,ત) – આજે તમારે અનેક ટૅન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર-સંભાળ આપશે. તમારા આવેગવાળા સ્વભાવ પર અંકુશ મૂકો કેમ કે તેનાથી તમારી દોસ્તી પર અવળી અસર પડી શકે છે. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથી આજે ખરેખર વિચિત્ર રીતે વર્તશે, જેનાથી તમને ઠેસ પહોંચશે.

વૃશ્વિક (ન,ય) ભૂતકાળનો ખરાબ નિર્ણય આજે હતાશા તથા માનસિક અશાંતિ તરફ દોરી જશે-તમે જાણે રઝળી પડ્યા હો એવું લાગશે અને આગળ શું કરવું તેની દ્વિધામાં પડી જશો- અન્યો પાસેથી મદદ લો. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા માતા-પિતાને તમારી માટે ગેરસમજ થવાની શક્યતા છે કેમ કે તમે તમારો મુદ્દો માંડવામાં નાકામિયાબ રહ્યા છો.એ વાતની તકેદારી રાખો કે તમે તમે એ વાત તેમના સુધી યોગ્ય રીતે પહોંચાડી શકો. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુઙવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો.

.ધન(ભ,,,ઢ) – રોજબરોજની પ્રવૃત્તિઓમાં તમારી તબિયત બાધારૂપ બની શકે છે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. જિદ્દી સ્વભાવ ખાસ કરીને મિત્રવર્તુળમાં ટાળવો. એ તમને મોંઘું પડી શકે છે કેમ કે તેને કારણે સંબંધો ગંભીર જોખમ હેઠળ આવી શકે છે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

મકર (ખ,જ) – સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

કુંભ (ગ,,,ષ) - માતા-પિતાની તબિયત ચિંતા કરાવી શકે છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. રૉમાન્સ આનંદદાયક તથા અત્યંત આકર્ષક રહેશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

મીન (દ,,,થ) – તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય- કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તાની ચકાસણી કરો. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. લગ્નજીવન ક્ારેક ખરેખર મુશ્કેલ બની જાય છે, અને શક્ય છે કે આજનો દિવસ એ મુશ્કેલ દિવસોમાંનો એક હોઈ શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article