જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે-કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરૂદ્ધ કામ કરી રહી છે-ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ-તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવ માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

વૃષભ (બ,,ઉ) – પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. ઘરમાં કોઈક વિધી કરાવશો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

મિથુન (ક,,ઘ) મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો, વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજનો દિવસ સુંદર તથા રોમેન્ટિક રહેશે, પણ સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો તમને હેરાન કરી શકે છે.

કર્ક (ડ,હ) કાયદાકીય બાબતોને કારણે ટૅન્શન થવાની શક્યતા છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રૉજેક્ટને બરબાદ કરી મુકશો. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી અને બીજી કોઈ વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુ વચ્ચે પસંદગી કરવાની દ્વિધામાં નાખશે.

સિંહ (મ,ટ) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુઙવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો.

કન્યા (પ,,ણ) – મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો-કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો-તેનો ઉકેલ સલાહસંપથી લાવવો રહ્યો. તમારા પ્રિયપાત્રની ગેરહાજરી તમારા દિલને ભીનું કરી શકે છે. કોઈ મહત્વની ફાઈલ તમારા બૉસના હાથમાં ત્યાં સુધી ન આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા લગ્નજીવનનો આ સૌથી મુશ્કેલ દિવસ હોઈ શકે છે, સજાગ રહેજો.

તુલા (ર,ત) – તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. બાળકો રમતગમત તથા બહારની અન્ય પ્રવૃત્તિઓમાં વધુ સમય વેડફશે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. નવા પ્રૉજેક્ટ અને ભવિષ્ય પર ધકેલી દો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.

વૃશ્વિક (ન,ય) એક કરતાં વધારે નર્વસબ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

ધન(ભ,,,ઢ) – સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

મકર (ખ,જ) – રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે.

કુંભ (ગ,,,ષ) - તમારી જાતને તાણમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો. તેમની મદદને ગરિમાપૂણર્ણ રીતે સ્વીકારો. તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ. નિયમિત રીતે તમારી સમસ્યાઓ શૅર કરવાથી તમને મદદ મળશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે. તમારા કામમાં વાસ્તવવાદી રહેવાનો પ્રયાસ કરો. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમે જો માગણીઓને પૂરી ન કરો તો ઘણીવાર લગ્નજીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. આથી બહાદુરી રાખો.

મીન (દ,,,થ) – તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમારા ગરમ મિજાજને કારણે કામના સ્થળે તમારા વિકાસ પર આજે પ્રતિકૂળ અસર થઈ શકે છે, ધીરજ ગુમાવતા નહીં. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

Latest Stories