જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . ગરદન -કમરમાં સતત દુખાવાથી તમે પીડાવ એવી શક્યતા છે. જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં. આજે આરામ મહત્વનો પુરવાર થશે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને ધીમો દિવસ. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન? જો એવું હોય તો, તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠતમ ઘટના છે.

વૃષભ (બ,,ઉ) – આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. તમારા પારિવારિક જીવનને યોગ્ય સમય અને ધ્યાન આપો.ઑફિસમાં વધુ સમય આપવો એ તમારા પારિવારિક મોરચે સમસ્યાઓ સર્જી શકે છે. તમારા પરિવારના સભ્યોને એ અનુભૂતિ થવા દો કે તમે તેમની પરવા કરો છો. પ્રવાસને કારણે રૉમેન્ટિક સંબંધોને વંગ મળશે. આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરાં કરી શકશો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

મિથુન (ક,,ઘ) તમે સંવેદનશીલ બની જશો-તમારૂં વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવણમાં મૂકી દેશે- તમે ઝડપી પરિણામની આશા રાખશો જેને કારણે હતાશા તમારો ભરડો લેશે. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

કર્ક (ડ,હ) ગમગીનીને દૂર ફગાવી દો-જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારી સાંજને ઝમકદાર બનાવવા માટે દિવસના ઉત્તરાધર્ધમાં કોઈ જૂના મિત્રની મુલાકાત લો. તમે તમારા બાળપણના સોનેરી સંસ્મરણો યાદ કરીને તેને ફરીથી જીવશો. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાઓ. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.

સિંહ (મ,ટ) – શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. દૂરના સ્થળેથી કોઈ સંબંધી તમારો સંપર્ક કરી શકે છે. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં.

કન્યા (પ,,ણ) – તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે. આર્થિક સ્થિતિ ચોક્કસ સુધરશે પણ પરિવારમાંના નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે તબીબી મદદની જરૂર પડશે. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. કોઈ નવો પ્રૉજેક્ટ હાથમાં લેતા પહેલા બે વાર વિચારજો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

તુલા (ર,ત) – અપ્રિય, ક્ષોભજનક તથા ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દે એવી પરિસ્થિતિ તમારી સામે આવે એવી શક્યતા છે. પણ તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી તમારે બોધપાઠ લઈ આગળ વધવું જોઈએ. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. મિત્રો મહત્વના છે, પણ આજે તમારૂં સ્ટેટસ બિઝી એમ રાખજો, કેમ કે આજે કામના સ્થળે તમારો દિવસ અતિવ્યસ્ત જવાનો છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. પ્રેમ, ચુંબન, આલિંગન અને મજા, તમારા જીવનસાથી સાથે રોમાન્યનાં આ બધાં પાસાં અનુભવવાનો દિવસ છે.

વૃશ્વિક (ન,ય) તમારૂં મગજ સારી બાબતોને સ્વીકારશે. તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે કેમ કે આશીર્વાદ અને સારૂં ભાગ્ય તમારી તરફ આવી રહ્યું છે-તથા અરાઉના દિવસની સખત મહેનત પણ રંગ લાવી રહી છે. પાર્ટીમાં આજે કોઈ તમને મજાકનું કેન્દ્ર બનાવી શકે છે. પણ કોઈ કઠોર પ્રતિક્રિયા આપવાથી દૂર રહેવા માટે તમારા બુદ્ધિચાતુર્યનો ઉપયોગ કરો-જેથી તમે કોઈ મુશ્કેલીમાં ન મુકાઈ જાવ. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

.ધન(ભ,,,ઢ) – તમારું ઝડપી પગલું તમને પ્રેરિત કરશે. સફળતા મેળવવા માટે-સમય સાથે તમારા વિચારો બદલો. આ બાબત તમારા દૃષ્ટિકોણને વ્યાપક બનાવશે- તમારા વ્યકતિત્વને સુધારશે તથા તમારા મગજને સમૃદ્ધ બનાવશે. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. બાળકો સાથેની ઝઘડો હતાશા તરફ દોરી જશે. તમારા આવેગવાળા સ્વભાવ પર અંકુશ મૂકો કેમ કે તેનાથી તમારી દોસ્તી પર અવળી અસર પડી શકે છે. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. લગ્નજીવન આજે તમને પોતાની કાળી અને હતાશાભરી બાજુ દેખાડી શકે છે.

મકર (ખ,જ) – તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. સંબંધીઓ ટૅન્શનનું કારણ બની શકે છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા તમારૂં મગજ શાંત રાખો. ઉતાવળે લેવાયેલો કોઈપણ નિર્ણય તમને આજે મોંઘો પડી શકે છે. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેણમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની ટોચે પહોંચી ગયા હો એવું અનુભવશો. રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.

કુંભ (ગ,,,ષ) - યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં-તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

મીન (દ,,,થ) – માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે.

Latest Stories