જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. પારિવારિક જવાબદારીઓ પર તાકીદે ધ્યાન આપવાની જરૂર છે. તમારા તરફથી બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

વૃષભ (બ,,ઉ) – આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

મિથુન (ક,,ઘ) વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. બાળકો તમારૂં ધ્યાન માગે છે પણ બદલામાં ખુશીઓ આપે છે. આજે કોઈક તમારા વખાણ કરશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. તમારા લગ્નજીવનના સંદર્ભમાં પરિસ્થિતિ ખરેખર માનવામાં ન આવે તેવી જણાય છે.

કર્ક (ડ,હ) મોટી ઉંમરના લોકોએ તેમના સ્વાસ્થ્યની દરકાર લેવાની જરૂર. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે, કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ સમય વેડફી રહ્યા છે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

સિંહ (મ,ટ) – સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવતા અજાણ્યા લોકોથી યોગ્ય અંતર રાખો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

કન્યા (પ,,ણ) – તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. તાણભર્યો સમય પ્રર્વતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

તુલા (ર,ત) – તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. પ્રવાસને કારણે તમે નવા સ્થળો જોઈ શકશો તથા મહત્વના લોકો ને મળી શકશો. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

વૃશ્વિક (ન,ય) જીવન પ્રત્યેનો ગંભીર અભિગમ ટાળો. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

ધન(ભ,,,ઢ) – તાણ અને ટૅન્શન લેવાનું ટાળો કેમ કે તે તમારા સ્વાસ્થ્ય પર અસર પાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ચોક્કસ જ વિશ્વાસનો અભાવ સર્જાશે. તેને કારણે લગ્નજીવનમાં તાણ સર્જાશે.

મકર (ખ,જ) – શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

કુંભ (ગ,,,ષ) - તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

મીન (દ,,,થ) – તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારાર રહસ્યો અન્યો સાથએ શૅર કરવાનું ટાળવું જોઈએ. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે, જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે.

Latest Stories