મેષ (અ,લ,ઇ) –. તમારી માટે આજનો દિવસ સારો રહેશે. કોર્ટ-કચેરી અને વિવાદોમાં આજે તમને સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં લોકો સાથે તમારી કોઇ ખાસ વાતચીત અસર દેખાડી શકે છે. આજે થોડાં લોકો સાથે મુલાકાત થઇ શકે છે. આજે જો તમારા મનમાં કોઇ વાત હોય તો તેને કહેવા માટે આજનો દિવસ સારો છે. આજનો દિવસ તમારી માટે ફાયદાકારક છે.
વૃષભ (બ,વ,ઉ) – આર્થિક રૂપથી આજે તમને ફાયદો મળી શકે છે. અચાનક આજે તમને ધનલાભ થઇ શકે છે. આજે તમારી ઉપર ઘણાં પ્રકારની જવાબદારીઓ આવી શકે છે. મિત્રોની સાથે સંબંધો થોડાં યથાર્થપરક રહેશે. આજે તમે તમારા મનમાં જે ચાલી રહ્યું છે તે કામ કરી શકશો. શિક્ષા અને રાજનીતિમાં આજે તમે ઘણાં સફળ રહેશો. ઉન્નતિમાં આવનારી મુશ્કેલીઓથી આજે તમે છુટકારો મેળવી શકશો.
મિથુન (ક,છ,ઘ) – આજે તમારામાં સ્ફૂર્તિ અને ઉર્જા બંન્ને રહેશે. તમારા વિચાર અને વ્યવહાર પણ આજે સકારાત્મક રહેશે. આજે તમને કિસ્મતનો સાથ મળી શકશે. આજે તમારા કામમાં આવનારી મુશ્કેલીઓ પૂર્ણ થઇ જશે. થોડી નવી સુચનાઓ અને જાણકારીઓ આજે તમને મળી શકે છે. જીવનસાથીની સાથે આજે સારો સમય વિતશે. જીવનસાથી સાથે સારો વ્યવહાર કરવો. નોકરિયાત લોકોને આજે કોઇ ફાયદો મળશે નહીં.
કર્ક (ડ,હ) – તમારી માટે ફાયદાની સ્થિતિ બની શકે છે આ માટે આજે પૈસા સાથે જોડાયેલાં તે બધા જ કામ તમારે કરી લેવાં, જે તમે કરવા માંગો છો. આજે ફાલતૂ ખર્ચ થવાથી બચી જશે. આજે તમારી રચનાત્મક ઉર્જાઓ પ્રબળ રહેશે. આજે તમે કંઇને કંઇ નવું કરી શકો છો. આજે તમે ઘણાં સફળ પણ રહેશો. આજે લવ પાર્ટનર પર ખર્ચ વધારે રહેશે. બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં પરેશાન થશો.
સિંહ (મ,ટ) – ચંદ્રની સ્થિતિ આજે તમારી માટે ફાયદો આપનારી રહેશે. ઘર પર વધારે સમય આપવો પડી શકે છે. આજે તમારે જરૂરિયાત હોય ત્યારે પરિવાર માટે થોડો ત્યાગ પણ કરવો પડી શકે છે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે. કોઇ એવી વાત આજે તમારી સામે આવી શકે છે જેનાથી તમને ભવિષ્યમાં થનાર કોઇ ફાયદાનો સંકેત મળી શકે છે. આજે તમને જીવનસાથી પાસેથી સહયોગ મળશે. આજે તમારો આર્થિક પક્ષ મજબૂત થશે.
કન્યા (પ,ઠ,ણ) – જૂની પરેશાનીઓ આજે ખતમ થઇ જશે. સંતાન, ઘર, પરિવારના ક્ષેત્રમાં આજે મોટું પરિવર્તન આવે તેવા યોગ બની રહ્યા છે. આજે તમે તમારી નજીકના લોકો સાથે મહત્વપૂર્ણ વિષયો ઉપર વાતચીત કરી શકો છો. સંતાનની શિક્ષા માટે રોકાણ કરવાનો વિચાર પણ આજે આવી શકે છે. આજે ઘણાં લોકોની સાથે તમારી વાતચીત પણ થઇ શકશે. આજે લવ પાર્ટનર સાથે વૈચારિક મતભેદોનો સામનો કરવો પડી શકે છે. એન્જીનિયરિંગના વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડી શકે છે.
તુલા (ર,ત) – વિના પ્લાન કર્યે કોઇ મોટાં કાર્યો જલ્દી થઇ જશે. તમારા સંબંધોમાં અચાનક મોટો બદલાવ આવી શકે છે. તમારા મનની વાત કહેવી અને નિરાશ લોકોને મનાવવાનો સમય છે. તમારી અંદર આજે ઉર્જા વધારે રહેશે. આજે તમારા મનમાં સારા વિચાર આવી શકે છે. થોડાં મહત્વપૂર્ણ લોકો સાથે તમારી મિત્રતા પણ થશે. લવ લાઇફ માટે સમય મિશ્રિત ફળદાયી રહેશે. નોકરિયાત લોકો માટે સમય અનુકૂળ છે.
વૃશ્વિક (ન,ય) – આજની સ્થિતિ જોતાં તમે તમારા કામની યોજના યોગ્ય રીતે બનાવી લો તો તમારી માટે સારું રહેશે. ઘર-પરિવાર અને મિત્રો આજે તમારી સાથે રહેશે. આજે તમને તમારા મિત્રોનો સપોર્ટ પણ મળી રહેશે. આ રાશિના અવિવાહિત લોકોને આજે વિવાહ પ્રસ્તાવ પણ મળી શકે છે. અટકાયેલાં કામની આજે નવી શરૂઆત થઇ શકે છે. આજે આ રાશિના લોકો લવ પ્રપોઝલ મોકલવા માંગે છે તો મોકલી શકે છે.આ રાશિના લેખાકર્મ, ગણિત, ભૌતિક વગેરે વિષયો સાથે સંબંધિત વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સામાન્ય રહેશે.
ધન(ભ,ફ,ધ,ઢ) – તમારી કિસ્મત આજે તમારી સાથે રહેશે. અટકાયેલાં કામ આજે જલ્દી પૂર્ણ થાય તેવા યોગ આજે બની રહ્યા છે. જે કામ તમે ઘણાં લાંબા સમયથી કરવાનું વિચારી રહ્યા છો તે આજે કરવાનો અવસર મળી શકશે. આજે તમને ધાર્મિક સ્થાનો ઉપર જવાનું મન પણ થઇ શકે છે. આવકમાં આજે વૃદ્ધિ થઇ શકે છે. આજે તમે લવ લાઇફને ઘણી સારી રીતે સમજી રહ્યા છો આજે કોમર્સમાં કરિયર બનાવનાર વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે.
મકર (ખ,જ) – ગોચર કુંડળીમાં આજે ચંદ્ર કિસ્મતના ઘરમાં રહેશે. જે વ્યક્તિ પર આજે તમને ઘણો વિશ્વાસ કરી રહ્યા છો, તે આજે તમને દુઃખ પહોંચાડી શકે છે. આજે તમે ઘણાં લોકો સાથે મળી શકો તેવા અવસર મળી શકે છે. અવિવાહિતોને વિવાહના અથવા પ્રેમના પ્રસ્તાવ મળી શકે છે. પરિવારમાં વૈચારિક મતભેદ ખતમ થવાના યોગ બની રહ્યા છે. લાઇફ પાર્ટનર સાથે વૈચારિક મતભેદ થવાના યોગ બની રહ્યા છે. મેડિકલ વિદ્યાર્થીઓ માટે દિવસ સારો રહેશે.
કુંભ (ગ,શ,સ,ષ) - આવનાર સમયમાં તમારા કરિયરમાં થોડાં બદલાવ સંભવ છે. તમે આજથી જ તે દિશામાં વિચાર કરવાનું શરૂ કરી દેશો. આજે તમારી સ્થિતિમાં ઘણો સુધાર આવી શકશે. આજે તમારા પૈસા ખર્ચ થશે પરંતુ પૈસા ખર્ચ થવા આજે તમારી માટે શુભ રહેશે. પાર્ટનર સાથે તમારા સંબંધ મધુર થઇ શકે છે. વધારેમાં વધારે સમય જીવનસાથી સાથે વ્યતીત કરવાની ઇચ્છા રહેશે. કોમર્શિયલ વિદ્યાર્થીઓને આજે સારી સફળતા મળી શકે છે.
મીન (દ,ઝ,ચ,થ) – દિવસ તમારી માટે ઠીક રહેશે. આજે તમારા વ્યક્તિત્વ અને જીવનશૈલીમાં પરિવર્તન આવી શકે છે. આજે સાસરિયા પક્ષના લોકો અથવા તમારા માતા-પિતા તમારી મદદ કરી શકે છે. પ્રેમી જોડાને વિવાહ માટે માતા-પિતાની અનુમતિ મળી શકે છે. આજે વેપાર સાથે જોડાયેલો કોઇ મોટો નિર્ણય તમે લઇ શકો છો. લવ લાઇફમાં આજે કોઇ નવો નિર્ણય લઇ શકો છો. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં આજે તમને નવા લોકોની મદદ મળી શકે છે.