જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. કામ કરતી વખતે સોશિયલ મિડિયાનો ઉપયોગ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી સાથેની રોજબરોજની લડાઈ આજે મુશ્કેલ સ્તરે પહોંચશે.

વૃષભ (બ,,ઉ) મિત્ર સાથે તમારી ગેરસમજ કેટલાક અપ્રિય પ્રત્યાઘાતોને આમંત્રણ આપશે-કોઈ પણ નિર્ણય જોહેર કરતા પહેલા સંતુલિત મંતવ્ય મેળવો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથીની તબિયત અને મિજાજ તમારા દિવસ પર પ્રતિકૂળ અસર પાડી શકે છે.

મિથુન (ક,,ઘ) વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારૂં જ્ઞાન તથા સારી રમૂજવૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમારા આવેગવાળા સ્વભાવ પર અંકુશ મૂકો કેમ કે તેનાથી તમારી દોસ્તી પર અવળી અસર પડી શકે છે. વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે. આજે તમે તમારા મગજને કસોટીની એરણ પર મુકશો-તમારામાંના કેટલાક શતરંજ, ક્રોસવર્ડ રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો.

કર્ક (ડ,હ) તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રૉજેક્ટ્સમાં શક્તિ લગાડો. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. આજે તમારૂં જીવન એક સુંદર વળાંક લેશે. પ્રેમમાં હોવાની સ્વર્ગીય અનુભૂતિ તમને આજે થશે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

સિંહ (મ,ટ) – કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. પરિવાર,બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

કન્યા (પ,,ણ) - તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. કામના સ્થળે સિસ્ટમમાં ખામી સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે. એ તમારો ભ્રમ પણ હોઈ શકે છે, આથી એક્સપર્ટને બોલાવતા પહેલા પાવર સપ્લાય તથા કેટલીક મૂળભૂત બોબતોની ચકાસણી કરી લેજો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

તુલા (ર,ત) - ખૂલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા, આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે.

વૃશ્વિક (ન,ય) લાંબા ગાળાથી તમને પજવતી બીમારીને અવગણવી ન જોઈએ કેમ કે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

ધન (ભ,,,ઢ) – હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

મકર (ખ,જ) – વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમને પરિવારના સભ્યો સાથે કેટલીક મુશ્કેલીઓ હશે પણ તેને તમારા મગજની શાંતિ હણવા ન દો. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. આજે સમય ખરેખર મુશ્કેલ છે. કામ પર જતા પહેલા તમારી જાતને સંભાળજો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કોઈ બહારની વ્યક્તિ મતભેદ સર્જવાનો પ્રયાસ કરશે, પણ તમે બંને આ પ્રયાસને સંભાળી લેશો.

કુંભ (ગ,,,ષ) – તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. અણર્ધાયા બિલ આર્થિક બોજો વધારશે. તમારા મિત્રો તથા સંબંધીઓને તમારી આર્થિક બાબતોનું સંચાલન ન સોંપતા, નહીંતર તમારૂં બજૅટ વેરવિખેર થઈ જશે. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. કામ કરતી વખતે સોશિયલ મિડિયાનો ઉપયોગ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

મીન (દ,,,થ) તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. આજે જો પરિવારનો કોઈ સભ્ય તમારા મગજ પર ચડી જાય-તો મામલો હાથમાંથી વણસી જાય એ પહેલા સીમા નક્કી કરવાનું રાખો. તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો. બૅન્કિંગ ક્ષેત્રે હોય એવા વ્યાવસાયિકોને સારા સમાચાર મળશે. કેટલાક લોકોને નોકરીમાં બઢતી મળવાની શક્યતા ખૂબ ઊંચી છે. તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકો છો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

Latest Stories