જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. નિકટના મિત્રો તથા ભાગીદારો આક્રમક થઈને તમારૂં જીવન મુશ્કેલ બનાવી દેશે. ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારા જીવનસાથીના વતર્તન વિશે તમને અજુગતું લાગશે. પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે.

વૃષભ (બ,,ઉ) તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારા પરિવારના સભ્યની લાગણી દુભાવવાનો ભય હોવાથી તમારા ગુસ્સા પર અંકુશ રાખો. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમારો મોબાઈલ ફોન તમને આજે મુશ્કેલીમાં મુકી શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ ટાળજો. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે, તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો.

મિથુન (ક,,ઘ) વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. તમારા જીવનસાથી આજે વધુ પડતું સ્વ-કેન્દ્રી વલણ અપનાવે એવી શક્યતા છે.

કર્ક (ડ,હ) વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારા બેદરકાર વર્તનને કારણે ઘરમાં તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા વધારે છે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. તમારા બૉસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

સિંહ (મ,ટ) – તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. મિત્રો તથા પરિવાર સાથે આનંદદાયક સમય. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

કન્યા (પ,,ણ) - તમારી લાગણીઓને અંકુશ હેઠળ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારી મુલાકાત ટાળી ન શકાય એવા મહેમાનો સાથે થવાની છે. સમયની જરૂર છે જાત પર અંકુશ-જે તમારા વ્યક્તિત્વનું સત્વ છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી કેમ કે મુલાકાત તમારી માટે લાભદાયક પુરવાર થવાની છે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટૅન્શન લાવશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. સામસામી દલીલો,એકમેકને ચિત્રવિચિત્ર નામથી બોલાવવા, મતભેદ આ બધું આજના પરિણીત દંપત્તિઓની સમસ્યા છે.તમે પણ આજે તેના શિકાર બની શકો છો.

તુલા (ર,ત) - તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. તમને ખુશ કરે એવી બાબતો કરો, પણ અન્યોના કાર્યવ્યાપથી દૂર રહેવાનો પ્રયાસ કરજો. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. આજે તમને એ વાસ્તવિકતા જાણવા મળશે કે તમારા બૉસ શા માટે તમારી સાથે દર વખતે આટલા આકરા કેમ છે. આ જાણીને તમને ખરેખર સારૂં લાગશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમારા જીવનસાથી તમને તેમની બહુ સારી ન કહેવાય એવી બાજુ દેખાડશે.

વૃશ્વિક (ન,ય) દરેકેદરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. સખત મહેનત અને ધીરજ દ્વ્રારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે.

ધન (ભ,,,ઢ) – કોઈ પણ ભોગે તમારા મગજ પરનો અંકુશ ખોતા નહીં કેમ કે તેનાથી પરિવારમાં કાયમી વૈમનસ્ય સર્જાઈ શકે છે. તમે જો પ્રયત્ન કરશો તો, તમે શાંતિ તથા સૌહાર્દ જાળવી શકશો. વિભાજીત ઘરના સભ્યો ક્યારેય સાથે ઊભા રહી શકે નહીં. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આજે કામના સ્થળે તમને તમારા સહકર્મચારીઓ ઓછું માન આપી રહ્યા હોવાનું અનુભવશો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે.

મકર (ખ,જ) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને લાગણીશીલ સંઘર્ષથી દૂર રહો. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

કુંભ (ગ,,,ષ) – આર્થિક મર્યાદાઓ તમને હતાશાની ભેટ આપશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. તમારા પ્રિયપાત્ર સાથે શૉપિંગ માટે બહાર જાવ ત્યારે આક્રમક ન બનતા. કામના સ્થળે આજે કોઈ તમારી યોજનાઓમાં ભંગાણ પાડવાનો પ્રયાસ કરશે-આથી તમારી આસપાસ શું થાય છે તેના પર ચાંપતી નજર રાખજો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મુશ્કેલ સાબિત થશે.

મીન (દ,,,થ) અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. તાણભર્યો સમય પ્રર્વતશે પણ પરિવારનો સહકાર તમને મદદ કરશે. તમે તમારા રૉમાન્સ સાથે બહુ ખરાબ રીતે ઘર્ષણમાં ઉતરશો અને આ બાબત તમને છિન્નભિન્ન કરી મુકશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

Latest Stories