જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . ખિન્ન તથા નિરાશ ન થાવ. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે. તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો.

વૃષભ (બ,,ઉ) – તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. સંબંધીઓ તમારી માટે અણધારી ભેટ લાવશે સાથે જ તેમની પાસેથી કોઈક મદદની પણ અપેક્ષા રાખજો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

મિથુન (ક,,ઘ) વધુ પડતું ભોજન લેવાનું ટાળો તથા હાર્ડ ડ્રિન્ક્સથી દૂર રહો. તમારી આર્થિક બાબતો અંગે તમે વધારે પડતા ઉદાર રહ્યા તો તમારી માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. તમારી મોંઘેરી ભેટ-સોગાદો પણ ખુશીભરી ક્ષણો પાછી નહીં લાવી શકે, કેમ કે તમારા પ્રેમી કે પ્રેમિકા તેને કાઠી નાખશે. સાવચેતી રાખો-કામના સ્થળે લોકો સાથે કામ લેતી વખતે હોંશિયારી અને ધીરજ રાખજો. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

કર્ક (ડ,હ) તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારી જાતને ઘરની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો. એ દરમિયાન જ થોડોક સમય આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓમાં પણ ખર્ચો, જેથી વેગ જળવાઈ રહે તથા તમારૂં શરીર રિચાર્જ થાય. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. અટકી પડેલા પ્રકલ્પો તથા યોજનાઓ અંતિમ સ્વરૂપ લેવા આગળ વધશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

સિંહ (મ,ટ) – અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

કન્યા (પ,,ણ) – સારા સમાચાર મળવાની શક્યતા છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. રૉમાન્સ માટે સારો દિવસ. તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

તુલા (ર,ત) – શરાબનું વધુ પડતું સેવન તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ટાળો. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ આનંદપ્રદ હશે. રૉમાન્સ માટે ઉત્સાહજનક દિવસ-સાંજ માટે કોઈક ખાસ યોજના બનાવો અને તેને શક્ય એટલી રૉમેન્ટિક બનાવો. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો-પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

વૃશ્વિક (ન,ય) કોઈપણ ભોગે તમારી પત્નીનો વાંક કાઢી તેને ચીડવવાનું બંધ કરો. આવું કરવું એ બાબત મહ્દઅંશે અતાર્કિક આક્ષેપો તથા બિનજવાબદાર નિવેદનો તરફ દોરી જાય છે- જે અકારણ જ બંનેની લાગણીને ઠેસ પહોંચાડે છે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. કામના સ્થળે આજે બધા તમને ખરા દિલથી સાંભળશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

ધન(ભ,,,ઢ) – વિજયની ઉજવણી તમને અત્યંત આનંદ આપશે. તમારી ખુશીનો આનંદ લેવા માટે તમે આ ખુશી તમારા મિત્રો સાથે વહેંચી શકો છો. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. સામાજિક અંતરાયો પાર નહીં કરી શકો. ભાગીદારીને લગતી તકો સારી જણાય છે, પણ બધું જ કાગળ પર સ્પષ્ટ કરજો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે.

મકર (ખ,જ) – તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધોને બગાડી શકે તેવા મુદ્દાને ઉખેડવાથી દૂર રહેવું જ તમારી માટે શ્રેષ્ઠ છે. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે. તમે જે હંમેશાં સાંભળવા માગતા હતા- એ સાર વખાણભર્યા શબ્દોની આજે લોકો તમારા પર વર્ષા કરશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

કુંભ (,,,) – તમે કદાચ તમારા પરિવારની અપેક્ષાઓ પર પાર ઉતરવામાં નિષ્ફળ જઈ શકો છો. તમે ગમે એટલા લખત પ્રયત્નો કરશો-તમે દરેક વ્યક્તિની ઈચ્છા પૂરી નહીં કરી શકો. તમારૂં ધ્યાન કેન્દ્રિત કરી હિંમત નહીં હારો તો એ તમારી માટે સારૂં રહેશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. તમારા આવેગવાળા સ્વભાવ પર અંકુશ મૂકો કેમ કે તેનાથી તમારી દોસ્તી પર અવળી અસર પડી શકે છે. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. લગ્નજીવન ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જો તમે ઘણા લાંબા સમય સુધી તમારા જીવનસાથીને કોઈ સરપ્રાઈઝ ન આપી હોય.

મીન (દ,,,થ) – ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. જિદ્દી સ્વભાવ ખાસ કરીને મિત્રવર્તુળમાં ટાળવો. એ તમને મોંઘું પડી શકે છે કેમ કે તેને કારણે સંબંધો ગંભીર જોખમ હેઠળ આવી શકે છે. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વિતશે એવું જણાય છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article