જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારા ઘરનું દૃશ્ય કેટલીક હદે અણધાર્યું રહેશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. કેટલાક માટે વ્યાવસાયિક ચડતી. પ્રવાસની તકોનો લાભ લેવો જોઈએ. તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીડાશો, પણ તે તમારી માટે કશુંક અદભુત કરશે.

વૃષભ (બ,,ઉ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. પરિવાર સાથેના જોડાણ અને બંધનને તાજાં કરવાનો દિવસ. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. તમારા માતા-પિતાને હળવાશથી લેતા નહીં. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. કોઈ સ્વાદિષ્ટ વાનગી ખવાની ઈચ્છા અથવા માત્ર એક આલિંગન માટેની નાનકડી માગ તરફ તમે જો દુર્લક્ષ કરશો તો તમારા જીવનસાથી તમારાથી નારાજ થવાની શક્યતા છે.

મિથુન (ક,,ઘ) ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. લમે જેમની સાથે રહો છો એ લોકો તમારાથી ખુશ નહીં હોય-પછી ભલેને તમે તેમને ખુશ કરવા ગમે તે કરો. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. બૅન્કિંગ ક્ષેત્રે હોય એવા વ્યાવસાયિકોને સારા સમાચાર મળશે. કેટલાક લોકોને નોકરીમાં બઢતી મળવાની શક્યતા ખૂબ ઊંચી છે. તમારા આનંદને બમણો કરવા માટે તમારા સહકર્મચારીઓ સાથે તમે તમારી ખુશી વહેંચી શકો છો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

કર્ક (ડ,હ) સ્વાસ્થ્યને લગતી સમસ્યા માટે તમારે કદાચ હૉસ્પિટલની મુલાકાત લેવી પડે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. મિત્રની કોઈ સમસ્યા તમને ખરાબ લગાડી શકે છે અથવા ચિંતાતુર કરી શકે છે. તમારા પ્રિયપાત્રને ખુશ કરવું સરળ નહીં હોય. કોઈક ખર્ચાળ સાહસ પર સહી-સિક્કા કરવા પહેલા તમારી નિર્ણયશક્તિનો ઉપયોગ કરો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા લગ્નજીવનમાં આજે કડવાશનો અનુભવ થઈ શકે છે.

સિંહ (મ,ટ) – આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારૂં લગ્નજીવન આજે એક અદભુત તબક્કો જોશે.

કન્યા (પ,,ણ) –તમારો આવેશપૂર્ણ સ્વભાવ તમારી માટે સ્વાસ્થ્યને લગતી ગંભીર સમસ્યા ઊભી કરે શકે છે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે. તમે પાળી ન શકવાના હો એવું કોઈ વચન આપશો નહીં. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે.

તુલા (ર,ત) – સારા જીવન માટે તમારૂં સ્વાસ્થ્ય અને સમગ્રતઃ વ્યક્તિત્વ સુધારવાનો પ્રયત્ન કરો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રો તથા જીવનસાથી આરામ તથા ખુશીઓ લાવશે, એ સિવાય નિસ્તેજ અને દોડધામભર્યો દિવસ. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

વૃશ્વિક (ન,ય) વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. તમારા જીવનમાં જેમનું સૌથી વધુ મહત્વ છે એવા લોકોને તમારી વાત સમજાવવામાં તમને સૌથી વધુ મુશ્કેલી થશે. આશ્ચર્ય પમાડનારો સંદેશ તમને સારાં સપનાં આપશે. આજે કામના સ્થળે તમને તમારા સહકર્મચારીઓ ઓછું માન આપી રહ્યા હોવાનું અનુભવશો. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

ધન(ભ,,,ઢ) – થોડુંક ટૅન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તથા બેચેન કરી મુકશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. તમે એક જગ્યાએ ઊભા હશો અને પ્રેમ તમને બીજા જ વિશ્વમાં ખેંચી જશે. આજે એ દિવસ છે જ્યારે તમે રોમેન્ટિક ટ્રીપ પર જશો. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

મકર (ખ,જ) – કોઈ હાઈ-પ્રૉફાઈલ વ્યક્તિને મળી ને નર્વસ થઈ તમારો આત્મવિશ્વાસ ખોઈ ન બેસતા.જેમ ધંધા માટે મૂડી જરૂરી છે તેમ સારા સ્વાસ્થ્ય માટે આત્મવિશ્વાસ આવશ્યક છે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. ગ્રુપને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાવાથી તમે નવા મિત્રો બનાવશો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. આજે તમારા કામની સરાહના થશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર કશુંક ઉત્સાહજનક કરવાના છો.

કુંભ (,,,) –તમારો ઝઘડાખોર સ્વભાવ અંકુશમાં રાખો કેમ કે તેનાથી તમારા સંબંધો પર કાયમી અસર પડી શકે છે. મોકળાશભર્યું મન અને કોઈના પણ પ્રત્યે પૂર્વગ્રહ ત્યજીને તમે તેમાંથી બહાર આવી શકો છો. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો-તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. ઑફિસમાં આજે તમારા અભિગમ તથા કામની ગુણવત્તામાં સુધારાનો અનુભવ તમે કરશો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે..

મીન (દ,,,થ) – આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. મિત્રોનો સાથ રાહત આપશે. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

Latest Stories