જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . કેટલીક અનિવાર્ય પરિસ્થિતિઓ તમને બેચેન કરી શકે છે.પણ તમારે તમારા મગજ પર કાબુ રાખી રાખી પરિસ્થિતિ સાથે કામ પાર પાડવા માટે તરત જ પ્રતિક્રિયા આપવાનું ટાળવું જોઈએ. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. મિત્રો તથા સંબંધીઓ તમારી તરફેણ કરશે અને તમે તેમની સોબતમાં ખાસ્સા ખુશ રહેશો. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

વૃષભ (બ,,ઉ) – તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. જમીનને લગતો વિવાદ ઝઘડાનું સ્વરૂપ લેશે. મામલો ઉકેલવા તમારા માતા-પિતાની મદદ લેજો. તેમના માર્ગદર્શન મુજબ ચાલશો તો તમે ચોક્કસ જ સમસ્યા ઉકેલી શકશો. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે.

મિથુન (ક,,ઘ) ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. બાળકો કેટલાકજબરજસ્ત સમાચાર લાવી શકે છે. તમારા પ્રિયપાત્ર અથવા જીવનસાથી સાથે સારો સંવાદ અથવા તેમના તરફથી સારો સંદેશ આજે તમારૂં મનોબળ વધારશે. તમે લાંબા સમયથી જે મહત્વના પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા.

કર્ક (ડ,હ) કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. દૂરનાં કોઈ સગાં તરફથી લાબા સમયથી તમને જે સંદેશની અપેક્ષા હતી તે આવશે અને તેમાં આખા પરિવાર અને ખાસ કરીને તમારી માટે સારા સમાચાર હશે. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. બદલાતા સમય સાથે કદમ મિલાવવામાં નવી ટૅક્નોલૉજીનો સ્વીકાર મહત્વની બાબત સાબિત થશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

.સિંહ (મ,ટ) – સફળતા હાથવેંતમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. ઘરના બાકી રહેલા કાર્યો તમારો સમય લેશે. તમારે તમારૂં શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ-કેમ કે આજે તમારૂં પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

કન્યા (પ,,ણ) – તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. કોઈ બહારની વ્યક્તિની બિનજરૂરી દખલને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

તુલા (ર,ત) – અવિચારી નિર્ણય તમારી માટે કેટલીક મુશ્કેલીઓ સર્જી શકે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા શાંતિપૂર્વક વિચારજો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. આજે કામના દબાણ વચ્ચે શાંત થવા માટે તમને પૂરતો સમય ન મળે એવી શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

વૃશ્વિક (ન,ય) તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારી અનુકંપા તથા સમજદારીનું વળતર તમને મળશે. પણ તકેદારી રાખજો કેમ કે ઉતાવળે લીધેલો કોઈપણ નિર્ણય તમને દબાણ હેઠળ લાવી શકે છે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

ધન(ભ,,,ઢ) – તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. જ્યારે તમે કોઈકની સાથે રહેતા હો છો ત્ારે તકરારો અનિવાર્ય છે. તમે તમારા જીવનસાથી સાથે બોલાચાલીમાં ઉતરી શકો છો.

મકર (ખ,જ) – ઘરની બહારની પ્રવૃત્તિઓ આજે થકવનારી તથા તાણયુક્ત હશે. સમજદારીપૂર્વક રોકાણ કરો. ઘરમાં બોલાચાલીને કારણે પરિવારના સભ્યો વચ્ચે અપ્રિય વાતાવરણ સર્જાશે. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. અનુભવી લોકો સાથે આજે જોડાણ કરજો અને તેઓ શું કહે છે તેમાંથી શીખો. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથીનું વર્તન આજે તમારા વ્યાવસાયિક સંબંધો બગાડી શકે છે.

કુંભ (,,,) – સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

મીન (દ,,,થ) – તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. હાલના દિવસોમાં જીવન તમારી માટે મુશ્કેલ રહ્યું છે, પમ અઆજે તમે તમે તમારી જાતને તમારા જીવનસાથીના સ્વર્ગમાં જોશો.

Latest Stories