જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,,ઇ) . તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા પ્રિયપાત્રનું. પ્રવાસ તરત કોઈ પરિણામ નહીં લાવે પણ ભાવિ લાભ માટે તે સારો પાયો ચણશે. ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરિત અસર કરી રહ્યું હતું. પણ આજે, તમામ ફરિયાદો ગાયબ થઈ જશે..

વૃષભ (બ,,ઉ) – નાની-નાની બાબતોને તમારા મગજ પર અસર કરવા ન દેતા. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ. હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ. આજે પ્રેમનો જાદુ તમને અંધ કરી મુકશે. આ પરમ સુખને માણો. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે.

મિથુન (ક,,ઘ) તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. સ્કૂલ પ્રૉજેક્ટ પૂરો કરવા બાળકો તમારી મદદ માગી શકે છે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. લાગે છે કે આજે તમારા જીવનસાથી ખૂબ જ મસ્ત મિજાજમાં છે, તમારે માત્ર તેમને મદદ કરવાની છે જેથી આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.

કર્ક (ડ,હ) ગૅસને લગતી સમસ્યાઓ ધરાવતા દરદીઓએ તેલ તથા ચરબીયુક્ત ખોરાક ટાળવો કેમ કે તેનાથી તેમની બીમારી વધી શકે છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. પિતા તરફથી કઠોર વર્તન તમને સંતાપ આપશે. પણ તમારે મગજ શાંત રાખી પરિસ્થિતિને તમારા અંકુશમાં રાખવાની જરૂર છે. એનાથી તમને લાભ થશે. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજનો દિવસ મુશ્કેલ રહેશે, પણ ધીરજ અને શાંતિ તમને દરેક અંતરાય પર વિજય મેળવી આપવા સક્ષમ છે.

.સિંહ (મ,ટ) – ખુશ થાવ કેમ કે સારો સમય આવી રહ્યો છે અને તમારામાં વધારાની ઊર્જાનો સંચાર થશે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો-એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

કન્યા (પ,,ણ) – તમારી સમસ્યા ઉકેલવા માટે તમારા મિત્રની મદદ લો. ભૂતકાળને ભૂલવામાં તથા તેને યાદ કરીને ગુસ્સે થવામાં કોઈ જ લાભ નથી કેમ કે એવું કરવાથી તમે તમારી માનસિક તથા શારીરિક શક્તિને ક્ષીણ કરવા સિવાય કશું જ નહીં મળે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. એક તરફી બાબતોમાં તમારો સમય બગાડશો નહીં. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. લાગે છે કે આજે તમારા જીવનસાથી તમારાથી નારાજ છે અને તમને એની જાણ થયા વિના નહીં રહે.

તુલા (ર,ત) – તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારા જીવનસાથીના વતર્તન વિશે તમને અજુગતું લાગશે. પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે.

વૃશ્વિક (ન,ય) આજે તમારે અનેક ટૅન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

ધન(ભ,,,ઢ) – તમારા અણધાર્યા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો.આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. મિત્રો સાથે સાંજ આનંદદાયક રહેશે. પ્રેમ જીવન ગતિશીલ હશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે, તમારી જીવનસંગિની તમારા જીવનની સૌથી કટોકટીભરી બાબતમાં ટેકો આપશે.

મકર (ખ,જ) – તમે સંવેદનશીલ બની જશો-તમારૂં વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવણમાં મૂકી દેશે- તમે ઝડપી પરિણામની આશા રાખશો જેને કારણે હતાશા તમારો ભરડો લેશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. ઘરમાં કેટલીક સાફસફાઈ કરવાની તાકીદે જરૂર છે. તમારી માટે પ્રેમ પવનમાં છે. તમારે માત્ર તમારી આસપાસ જોવાની જરૂર છે, બધું જ ગુલાબી દેખાશે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે..

કુંભ (,,,) – રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. જીવનસાથીને એચાનક આવી પડેલા કામને કારણે તમારા દિવસની યોજનાઓમાં ખલેલ પહોંચી શકે છે, પણ અંતે તમને સમજાશે કે જે કંઈ પણ થયું છે તે સારા માટે જ થયું છે.

મીન (દ,,,થ) – તાણથી છુટકારો મેળવવા મગજને શાંત કર એવું સંગીત સાંભળજો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારી જીભ પર કાબૂ રાખો કેમ કે તમારા શબ્દોથી તમારા વડીલોની લાગણી દુભાઈ શકે છે. બકવાસ કરીને સમય વેડફવા કરતાં શાંત રહેવું વધુ સારૂં છે. યાદ રાખો આપણે અર્થપૂર્ણ પ્રવૃત્તિઓ દ્વારા જ આપણા જીવનને અર્થસભર બનાવીએ છીએ. તમને તેમની પરવા છે એવી લાગણી તેમને અનુભવવા દો. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article