જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,,ઇ) . તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમે જેને ઓળખો છો એવી કોઈ વ્યક્તિ આર્થિક બાબતને લઈને વધુ પડતી પ્રતિક્રિયા આપશે, જેને કારણે ઘરમાં બેચેનીનું વાતાવરણ જામશે. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

વૃષભ (બ,,ઉ) – હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. નાણાંપ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ, પણ જો તમે કામ કરી રહ્યો હો તો તમારે બિઝનેસને લગતા સોદાઓમાં સાવચેતી રાખજો. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે.

મિથુન (ક,,ઘ) તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. તમારી રચનાત્મક પ્રતિભાનો યોગ્ય ઉપયોગ લેવાશે તો તે ખૂબ જ આકષર્ષક સાબિત થશે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે આજે અનુભવશો કે તમારૂં લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું.

કર્ક (ડ,હ) તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણે તમારો દિવસ થોડોક અડચણભર્યો રહેશે. તમારી અપેક્ષા મુજબ કામ ન કરવા બદ્દલ તમે તમારા હાથ નીચેના લોકોથી ખાસ્સા નારાજ થાવ તેવી શક્યતા છે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

.સિંહ (મ,ટ) – તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. કોઈ બહારની વ્યક્તિની બિનજરૂરી દખલને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.

કન્યા (પ,,ણ) – અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો-તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

તુલા (ર,ત) – તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

વૃશ્વિક (ન,ય) તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે સામજિક કાર્યક્રમ તથા મેળાવડાઓમાં સહભાગી થશો તો તમે તમારા મિત્રો તથા પરિચિતોની સંખ્યા વધારી શકશો. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે તમારો બૉસ ખૂહ જ ખરાબ મિજાજ સાથે ઑફિસમાં આવે એવી શક્યતા છે, જેની સાથે પનારો પાડવો તમારી માટે મુશ્કેલ બની શકે છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્નજીવન ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જો તમે ઘણા લાંબા સમય સુધી તમારા જીવનસાથીને કોઈ સરપ્રાઈઝ ન આપી હોય.

ધન(ભ,,,ઢ) – તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. એક જૂનો મિત્ર અણધારી મુલાકાત લેશે અને ખુશીભરી યાદોને પાછી લાવશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

મકર (ખ,જ) – તમારા પરિવાર સાથે વધુ સમય વિતાવી એકલાપણાની લાગણીથી મુક્ત થાવ. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારા વ્યક્તિગત મોરચે મહત્વની ઘટના બનશે -જે તમારા તથા તમારા આખા પરિવાર માટે પ્રફૂલ્લતા લાવશે. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

કુંભ (,,,) – અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. નોકરી માટેના ઈન્ટરવ્યુમાં હાજર થવા અથવા તમારો બાયો-ડૅટા મોકલવા માટે સારો દિવસ. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજે તમારા કામની સરાહના થશે.

મીન (દ,,,થ) – તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. વ્યાવસાયિક મીટિંગો દરમિયાન સ્પષ્ટવક્તા અને લાગણીશીલ બનતા નહીં-તમે તમારા હોલવા પર અંકુશ નહીં મૂકો તો તમે તમારી પ્રતિષ્ઠાને સરળતાથી નુકસાન કરી શકો છો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

Latest Stories