જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) મોતિયાના દરદીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ, કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે. શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણે મુલત્વી રહેવાની શક્યતા. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં.

વૃષભ (બ,,ઉ) તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવારના સભ્યો તમારા મત સાથે સહમત થશે. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણવિશેષ સાબિત થશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. અભિપ્રાયમાં ભિન્નતા આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઝઘડાનું કારણ બનવાની શક્યતા છે.

મિથુન (ક,,ઘ) તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારા માતા-પિતા તેમનું વચન ન પાળે તે હતાશ થતા નહીં- મામલો ઉકેલવા માટે તમારે તેમની સાથે બેસીને વાત કરવી રહી. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. ગેરસમજના ખરાબ ચતબક્કા બાદ, આજનો દિવસ સાંજે તમને તમારા જીવનસાથી તરફથી પ્રેમના આશીર્વાદ આપશે.

કર્ક (ડ,હ) આલ્કોહૉલનું સેવન ન કરો કેમ કે એનાથી તમારી ઊંઘમાં બગાડ થશે અને ગાઢ આરામ લેવાથી તમને વંચિત કરશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે. પ્રેમના દેવદૂત તમારા જીવનમાં પ્રેમનો વરસાદ વરસાવવા તમારી તરફ આવી રહ્યા છે. તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારે માત્ર તેનું જ ધ્યાન રાખવાનું છે. નવા ગ્રાહકો સાથે વાટાઘાટો ચલાવવા માટે અદભુત દિવસ. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

સિંહ (મ,ટ) – ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગી સાબિત થશે. આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. ઊંડી લાગણી ધરાવતા પ્રેમનો અત્યાનંદ તમે આજે અનુભવશો. તેના માટે થોડો સમય ફાળવો. હિંમતભર્યા નિર્ણયો તથા પગલાં હકારાત્મક પરિણામો લાવશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

કન્યા (પ,,ણ) - તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તમારી ખાણી-પીણીમાં ફેરફાર કરો. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો. આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે. અનોય તમારે વધારો પડતો સમય માગશે-તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

તુલા (ર,ત) - થોડુંક ટૅન્શન તથા કેટલાક મતભેદો તમને અજંપ તથા બેચેન કરી મુકશે. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો.

વૃશ્વિક (ન,ય) અપ્રિય, ક્ષોભજનક તથા ઉત્સાહ પર ઠંડું પાણી રેડી દે એવી પરિસ્થિતિ તમારી સામે આવે એવી શક્યતા છે. પણ તેનાથી નાસીપાસ થવાને બદલે તેમાંથી તમારે બોધપાઠ લઈ આગળ વધવું જોઈએ. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમે જાણતા હો એવા લોકો પર જો આજે તમે કોઈપણ નિણર્ણય થોપવાનો પ્રયાસ કરશો-તો તમે તમારા હિતોને જ નુકસાન કરશો-ધીરજપૂર્વક પરિસ્થિતિ સાથે કામ લેવું એ એકમાત્ર બાબત જ તમને અનુકુળ પરિણામો તરફ દોરી જશે. અણધાર્યો રૉમેન્ટિક ઝુકાવ. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમને અને તમારા જીવનસાથીને આજે અદભુત સમાચાર મળવાની શક્યતા છે.

ધન (ભ,,,ઢ) – બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. મિત્રો અને સંબંધીઓ પર તમારા અભિપ્રાય થોપશો નહીં કેમ કે એ તમારા હિતમાં નથી અને વિનાકારણ તમે તેમને ખફા કરશો. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે.

મકર (ખ,જ) – તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. જૂના મિત્રો સહકાર આપશે અને મદદરૂપ સાબિત થશે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

કુંભ (ગ,,,ષ) – વાહન ચલાવતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને વળાંક પર. અન્ય કોઈકની બેદરકારી તમારી માટે સમસ્યા ઊભી કરે શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. વ્યાજબી રહેવાનો પ્રયાસ કરજો ખાસ કરીને એવા લોકો સાથે જેઓ તમને પ્રેમ કરે છે અને તમારી દરકાર કરે છે. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા ભાગીદાર સાથે કામ લેવું મુશ્કેલ હશે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. તમારા જીવનસાથીને તમારા ધ્યાનની જરૂર છે, આને કારણે ઘરમાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

મીન (દ,,,થ) ધ્યાન તથા સ્વયં-સમજ લાભદાયક પુરવાર થશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. પરિવારના સભ્યની સ્વાસ્થ્યની હાલત તાણનું કારણ બનશે. અન્યોની દખલ ઘર્ષણ પેદા કરશે. આજે તમારી તરફ આવતા દરકે સૂચનો અને ટીકાઓનો તમે સ્વીકાર કરશો, જે પરિણામે તો તમારા મિજાજને બગાડી મુકશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમારા લગ્નજીવનમાં આજે પરિસ્થિતિ તમારા અંકુશની બહાર જવાની શક્યતા છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article