જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) તમે પરિસ્થિતિની કમાન સંભાળશો એટલે તમારી બેચેની દૂર થઈ જશે.તમને એ સમજાવાની શક્યતા છે કે બધું સાબુના પરપોટા જેવું ક્ષણભંગુર છે જ હિંમત સાથેના પ્રથમ સંપર્કથી જ ગાયબ થઈ જાય છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

વૃષભ (બ,,ઉ) ભાર તથા કોલેસ્ટ્રોલનું ઉચ્ચ પ્રમાણ ધરાવતો ખોરાક ટાળો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. મુશ્કેલીના સમયમાં તમારી મદદ કરનારા સંબંધીઓ તરફ તમારી કૃતજ્ઞતા વ્યક્ત કરો. તમારૂં નાનકડું પગલું તેમનો ઉત્સાહ વધારશે. કૃતજ્ઞતા જીવનની સુંદરતા વધારે છે, તો કૃતઘ્નતા તેને ઝાંખી પાડે છે. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. તમારી આસાપાસ શું થાય છે તેની તકેદારી રાખો- આજે તમે કરેલા કામનું શ્રેય કોઈ બીજું લેવાનો પ્રયાસ કરશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે..

મિથુન (ક,,ઘ) તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. પરિવારના સભ્યોની માગ ખૂબ વધારે હશે. તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તનમાં તમે જેવા છો એવા જ રહો. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. લાંબા સમય બાદ, તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વીતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે.

કર્ક (ડ,હ) રસ્તો ઓળંગતી વખતે ચેતતા રહેજો ખાસ કરીને લાલબત્તી હોય ત્યારે. કોઈકની બેદરકારી તમને હાનિ પહોંચાડી શકે છે. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. ઑફિસનું ટૅન્શન ઘરે ન લાવતા.એનાથી તમારી પારિવારિક ખુશીઓ પર અસર થઈ શકે છે. ઑફિસની સમસ્યાઓને ત્યાં જ ઉકેલો અને તમારા પારિવારિક જીવનનો આનંદ લો. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. પરણેલા હોવાનો ખરો આનંદ તમે આજે જાણશો.

સિંહ (મ,ટ) – તમને વધુ સારા બનાવતા તમારી સુધારણાને લગતા પ્રૉજેક્ટ્સમાં શક્તિ લગાડો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

કન્યા (પ,,ણ) - વાહન સંભાળીને ચલાવજો ખાસ કરીને ક્રૉસિંગ પર. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે- પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચાડવામાં સફળ થશો. ખોટું બોલતા નહીં, કેમ કે તેનાથી તમારું પ્રેમ પ્રકરણ બગડી શકે છે. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે જો માગણીઓને પૂરી ન કરો તો ઘણીવાર લગ્નજીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. આથી બહાદુરી રાખો.

તુલા (ર,ત) - હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને વળતર અપાવશે. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. કામના સ્થળે તમારી સફળતના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા, તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમે તમારા જીવનસાથીની વાતનો ખોટો અર્થ લેશો, જે તમને આખો દિવસ વિચલિત રાખશે.

વૃશ્વિક (ન,ય) તમે પાછળ રહી જશો એવી શક્યતા છે. હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો. આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાનાં સોપાન બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. અંગત બાબતો ઉકેલવાના તમારા અભિગમમાં ઉદાર રહો, પણ તમારી પ્રેમ અને સારસંભાળ ધરાવતા લોકોને તમારી વાણીથી નુકસાન ન પહોંચે તેનું ધ્યાન રાખજો. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

ધન (ભ,,,ઢ) – પોતાનાં સપનાં સાકાર કરવા તથા પોતાના ધ્યેયને પામવા માટે ઘર અને સ્વાસ્થ્ય પ્રત્યે ર્દુલક્ષ કરતા માણસ જેવું વર્તન ન કરતા. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. બાળકોને તેમના અભ્યાસ પર ધ્યાન આપવાની તથા તેમના ભવિષ્યની યોજનાઓ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. કામના સ્થળે આજે આખો દિવસ તમારામાં ઉત્સાહનો અભાવ રહેશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. રોમેન્ટિક ગીતો, સુગંધી મીણબત્તીઓ, સારૂં ભોજન અને કેટલાક પીણાં, આજનો આખો દિવસ તમારા જીવનસાથી સાથે આ બધી બાબતોનો છે.

મકર (ખ,જ) – તમને કોઈક ખોટી માહિતી મળે એવી શક્યતા છે જે માનસિક તાણ લાવશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. ઘરના બાકી રહેલા કામ આટાપવા માટે તમારા જીવનસાથી સાથે વ્યવસ્થા કરો. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. તમે તમારૂં કામ સારી રીતે કર્યું છે-અને હવે તમારી સામે આવતા લાભને એકઠા કરવાનો સમય આવી ગયો છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

કુંભ (ગ,,,ષ) – આજનો દિવસ તમારી માટે બહુ ઊર્જાવાળો નથી અને તમે નાની-નાની બાબતોમાં ચીડાઈ જશો. સમજદારીપૂર્વક રોકાણ કરો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારો પ્રેમ અસ્વીકારને આમંત્રમ આપશે. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. કોઈક વ્યક્તિ તમારા જીવનસાથીમાં વધારે પડતો રસ લેશે, પણ દિવસના અંતે તમને સમજાશે કે કશું જ ખોટું નથી થઈ રહ્યું.

મીન (દ,,,થ) ઈર્ષાળુ વ્યક્તિથી આજનો દિવસ દૂર રહો, કેમ કે તે તમને ટૅન્શન આપી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. રૉમાન્સ માટે સારો દિવસ. કામના સ્થળે તાણ આજે તમારા પર ભારે પડી શકે છે. થોડા અજાણ બનવાની કોશિશ કરો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે.

Latest Stories