જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (,,) . બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. એકતરફી પ્રેમ તમને નિરાશ કરશે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમે જો માગણીઓને પૂરી ન કરો તો ઘણીવાર લગ્નજીવન ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને તમારે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે છે. આથી બહાદુરી રાખો.

વૃષભ (,,) – તાણ નાનકડી બીમારીમાં પરિણમી શકે છે. આરામદાયક મહેસૂસ કરવા માટે મિત્રો તથા પરિવારના સભ્યો વચ્ચે બેસો. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. ઘરમાં સમસ્યા ઊભી થઈ શકે છે-પણ તમારા નાની-નાની બાબતોમાં તમારા જીવનસાથીની ટીકા કરવાનું બંધ કરો. તમારો મોબાઈલ ફોન તમને આજે મુશ્કેલીમાં મુકી શકે છે. તેનો વધારે પડતો ઉપયોગ ટાળજો. તમારૂં ચકોર નિરીક્ષણ તમને અન્યોથી આગળ રહેવામાં મદદ કરશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

મિથુન (,,) તમારૂં શારીરિક સાર્મથ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. પ્રૉપર્ટીને લગતો વિવાદ ઊભો થઈ શકે છે. શક્યા હોય તો તેને સુમેળપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરો. કાયદાકીય હસ્તક્ષેપ કજાચ લાભદાયક ન પણ નીવડે. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. તમારા બૉસને તમારા બહાનામા રસ નહીં પડે-તેની ગૂડ બુક્સમાં રહેવા માટે તમારૂં કામ કરો. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મુશ્કેલ સાબિત થશે.

કર્ક (,) વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમારી કલાત્મક તથા રચનાત્મક ક્ષમતા સારી એવી સરાહના મેળવશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. સવારના સમયે પાવર-કટ અથવા અન્ય કોઈ કારણસર તમને તૈયાર થવામાં મોડું થશે, પણ તમારાર જીવનસાથી તમારી મદદે આવશે.

.સિંહ (,) – એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. પરિવારમાં નવા સભ્યના આગમનના સમાચાર તમને મુગ્ધ કરશે. પૂર્વાનુમાનમાં તમારી ખુશીની ઉજવણી માટે પાર્ટી આપો. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો-તો ઝડપથી નિર્ણય લો-કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે-તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

કન્યા (,,) – ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. જુદા પ્રકારના રૉમાન્સનો અમુભવ થવાની શક્યતા છે. આજે તમારો મિજાજ આખો દિવસ ખરાબ રહેશે, જેની અસર તમારા કામની ગુણવત્તા પર પડી શકે છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. લાંબા સમય બાદ, તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વીતાવશો, જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે.

તુલા (,) – સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. ઓૉફિસનું વાતાવરણ આજે તમારી માટે વધુ પડતું દુશ્મનાવટભર્યું બનવાની શક્યતા છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. જ્યારે તમે કોઈકની સાથે રહેતા હો છો ત્ારે તકરારો અનિવાર્ય છે. તમે તમારા જીવનસાથી સાથે બોલાચાલીમાં ઉતરી શકો છો.

.વૃશ્વિક (,) આજે તમે જે કંઈ કરશો તેમાં-ઊર્જાથી સભર હશો-તમે દરેક કામ સામાન્યપણે લાગતા સમય કરતાં અડધા સમયમાં પાર પાડી શકશો. તમે જો લાંબા-ગાળા માટે રોકાણ કરશો તો તમને નોંધપાત્ર લાભ મળશે. તમારા ભાગે માતા-પિતાની તબિયત પ્રત્યે બેદરકારી ભયંકર પુરવાર થશે તથા તેમની બીમારી પણ લંબાશે. તુરંત આરામ માટે ફિઝિશિયનની સલાહ લો. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા જીવનસાથી તમારા દિલની વાત સાંભળવા માટે પૂરતો સમય આપશે.

ધન(,,,) – તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. વર્ચસ્વ જમાવવાનો અથવા કોઈક મુશ્કેલી ઊભી કરે એવી બાબતો શરૂ કરવાનો આ દિવસ નથી. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. આજનો દિવસ તમારા બધા માટે ખૂબ જ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહેશે.-લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

મકર (,) – સારા લાભ મેળવવા માટે મોટી વયના લોકોએ તેમની શક્તિનો હકારાત્મક ઉપયોગ કરવો જરૂરી છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. બાહ્ય પ્રવૃત્તિઓમાં વધારે પડતી ભાગીદારી તમારા માતા-પિતાના ગુસ્સાને આમંત્રણ આપી શકે છે. કારકિર્દીનું આયોજન કરવું એ બાબત પણ રમત જેટલી જ મહત્વની છે. તમારા માતા-પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનનો પ્રેમ, તમારા જીવનસાથી આજે તમને કોઈ અદભુત સરપ્રાઈઝ આપશે.

કુંભ (,,,) – આર્થિક મર્યાદાઓ તમને હતાશાની ભેટ આપશે. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. કોઈક રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે. તમારા કામને વળગી રહો તથા આજે કોઈ અન્ય આવીને તમારી મદદ કરશે એવી અપેક્ષા રાખશો નહીં. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

મીન (,,,) – આજે તમારી પાસે સારો એઅવો સમય હશે આથી,તમારા સારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. તમે તમારા રૉમાન્સ સાથે બહુ ખરાબ રીતે ઘર્ષણમાં ઉતરશો અને આ બાબત તમને છિન્નભિન્ન કરી મુકશે. સાહસિક લોકો સાથે ભાગીદારીમાં આગળ વધો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

Latest Stories