જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (,,) . તમારી આસપાસના લોકો તમને ખૂબ જ અપેક્ષાયુક્ત લાગશે-તમે આપી શકો તે કરતાં વધારનું વચન આપતા નહીં-અને અન્યોને ખુશ કરવા તમારી જાતને થકાવટની હદ સુધી ન ખેંચતા. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમે તમારા જીવનસાથીના પ્રેમમાં ફરીથી પડશો.

વૃષભ (,,) – મુશ્કેલીઓ પર નિવાસ કરવાની તથા તેને એનેકગણી વધારવાની તમારી ટેવ તમારા નૈતિક તંતુને નબળો પાડી શકે છે. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

મિથુન (,,) તમારા પરિવારની લાગણી સમજીને તમારા ગુસ્સા પર કાબૂ રાખો. અયોગ્ય આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વના કાર્યો અટકી પડશે. જો સંવાદ અને ચર્ચાથી કામ નહીં થાય-એનાથી તમને ગુસ્સો આવશે અને તમે કશુંક એવું બોલી જશે- જેની માટે તમને પછીથી પસ્તાવો થશે- આથી બોલતા પહેલા વિચારજો. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમે તમારા જીવનસાથીની કઠોર અને બિનધાસ્ત બાજુનો અનુભવ કરશો, જે તમને અસ્વસ્થ કરી મુકશે.

કર્ક (,) સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. યોગ્ય સલાહ વિના મૂડીરોકાણ કરશો તો નુકસાન થવાની શક્યતા છે. મિત્રો કદાચ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો.

.સિંહ (,) – તમારા બળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે. આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો. પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા ખોઈ બેસવામાંથી જ તમારી બેચેની અને તાણ ઉદભવ્યા છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. આજે તમારૂં પ્રિયપાત્ર તમારા અનિશ્ચિત વર્તન સાથે પનારો પાડવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

કન્યા (,,) – તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારો મત અન્યો પર ન થોપો-વિવાદ ટાળવા માટે અન્યો શું કહે છે તે પણ તમારે સાંભળવું જોઈએ. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

તુલા (,) – તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. બાળકો વધુ ધ્યાનની માગ કરશે-પણ તેઓ સહાયક અને દેખભાળભર્યું વર્તન કરશે. તમારા પ્રેમી-પ્રેમિકા દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો અને પરિસ્થિતિને વધુ બગાડે એવું કંઈપ કરવાનું ટાળવું જોઈએ. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. આજનો દિવસ સારો જોય એવું તમે ઈચ્છતા હો તો, તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એકપણ શબ્દ ઉચ્ચરતા નહીં.

વૃશ્વિક (,) મિત્ર સાથે મતભેદ તમને ગુસ્સાહાળા સ્વભાવનો કરી મુકશે બિનજરૂરી તાણ ટાળવા માટે તમારે તમારી લાગણીઓ પર અંકુશ રાખવો રહ્યો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી સાથે આ તમારો સૌથી રોમેન્ટિક દિવસ બની રહેશે.

ધન(,,,) – આજે તમે જે કેટલાક ભોતિક ફેરફારો કરશો તે ચોક્કસ જ તમારા દેખાવનો ઓર નીખારશે. આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો-લેણાં નીકળતાં નાણાંની ઉઘરાણી કરો-અથવા નવા પ્રૉજેક્ટ્સ પર કામ કરવા માટે ધીરાણ માગો. તમારી લાગણીઓ પર અંકુશ મુકવો તમારી માટે મુશ્કેલ થઈ પડશે-પણ તમારી આસપાસના લોકોને કનડતા નહીં અન્યથા તમે એકલા પડી જશો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજે તમારા જીવનસાથી તમને ઈરાદાપૂવર્વક ઠેસ પહોંચાડશે, જે તમને થોડા સમય માટે વિચલિત કરી મુકશે

મકર (,) – સતત હકારાત્મક રીતે વિચારવાનો તમારો ગુણ તમને વળતર અપાવશે. કેમ કે તમે તમારા પ્રયાસમાં સફળ થવાના છો. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. તમારા અંગત જીવન વિશે મિત્રો તમને સારી સલાહ આપશે. પ્રેમમાં તમારા કઠોર વર્તન માટે માફી માગો. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

કુંભ (,,,) – કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. આજે તમારી સામે રજૂ કરવામાં આવતી રોકાણ યોજનાઓ તરફ તમારે બેવાર જોઈ લેવું. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. પૂરી સમજ અને જાણકારી બાદ જ કોઈને મિત્ર બનાવો. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમે તમારા જીવનસાથી સાથે ગમે એટલો ઝઘડા કરો, પણ એક વાત ભૂલતા નહીં કે તમે એકબીજાને પ્રેમ કરો છો.

મીન (,,,) – તમારો હકારાત્મક દૃષ્ટિકોણ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. ઘરની જવાબદારીઓ તથા નાણાં માટે કકળાટ આજે તમારા વૈવાહિક જીવનને કલુષિત કરી શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article