જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (,,) . તમારૂં સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અઢળક સમય મળશે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. તમારી રમૂજવૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

વૃષભ (,,) – તમને તમારા ટૅન્શનમાંથી મુક્તિ મળે એવી શક્યતા છે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી સાથે રોમાન્સ માટે આજનો દિવસ સારો છે.

મિથુન (,,) હૃદયરોગના દર્દીઓ માટે કૉફી છોડવાનો આ યોગ્ય સમય છે. તેનો હજી વધુ ઉપયોદ હૃદય પર બિનજરૂરી દબાણ વધારશે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઘરના સુશોભીકરણની સાથે બાળકોની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખજો. સુવ્યવસ્થિત હોવા છતાં બાળકો વિનાનું ઘર આત્મા વિનાનું લાગે છે. બાળકો ઘરની ખુશીમાં ચાર ચાંદ લગાડે છે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. આજે, તમે તમારા લગ્નજીવનની તમામ દુખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો.

કર્ક (,) તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. ઘરના મોરચે મુશ્કેલીઓનો ચરૂ ઉકળી રહ્યો છે આથી તમે જે બોલો છો તે અંગે સાવચેતી રાખજો. તમારા પ્રિયપાત્રના સાથ વગર તમને ખાલી-ખાલી લાગશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. તમારા જીવનસાથીના વતર્તન વિશે તમને અજુગતું લાગશે. પણ પછીથી તમને સમજાશે કે જે કંઈ થયું તે સારા માટે જ થયું છે.

સિંહ (,) – લાંબા ગાળાથી તમને પજવતી બીમારીને અવગણવી ન જોઈએ કેમ કે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. આજે તમને એકલવાયું લાગશે-અને આ એકલા પડી ગયાની લાગણી તમને સમજદારીભર્યા નિર્ણયો લેતા રોકશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

કન્યા (,,) – તમારૂં અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે. તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો.યાદ રાખો પ્રેમ જ પ્રેમને ખેંચે છે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે..

તુલા (,) – તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. તમારો ભાઈ તમારી જરૂરિયાતો પ્રત્યે તમારી ધારણા કરતાં વધુ સહકાર આપશે. આનંદ માટે નવા સંબંધો તરફ મીટ માંડો. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. આજે તમે એ અનુભવશો કે અદભુત જીવનસાથી હોવાથી કેવું લાગે છે.

વૃશ્વિક (,) તમારો મૂડ બદલવા માટે કોઈક સામજિક મેળાવડામાં હાજરી આપો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. આજના તમારા વર્તનને કારણે તમારી સાથે રહેતી વ્યક્તિ તમારાથી અત્યંત નારાજ થશે. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમને આજે અનુભવ થશે કે તમારા લગ્નજીવનની મજા ઓસરી ગઈ છે, જો કે બધું જ ટૂંક સમયમાં નવપલ્લવિત થઈ જશે.

ધન(,,,) – આર્થિક મર્યાદાઓ તમને હતાશાની ભેટ આપશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. પરિવારમાં તમારો પ્રભુત્વવાળો અભિગમ બદલવાનો સમય પાકી ગયો છે. તેમની સાથે સંપૂર્ણ સહકારપૂર્વક કામ કરી જીવનના ચડાવ-ઉતાર તેમની સાથે શૅર કરો. તમારો બદલાયેલો અભિગમ તેમને અમર્યાદ આનંદ આપશે. તમારૂં પ્રેમ જીવન આજે તમને કશુંક ખરેખર અદભુત આપશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. આજે તમે એ જાણશો કે લગ્ન સ્વર્ગમાં રચાતા હોવાનું શા માટે કહેવાય છે.

મકર (,) – આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો.

કુંભ (,,,) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. વિદેશમાં વસતા સંબંધી તરફથી મળેલી ભેટ તમને આનંદિત કરશે. તમારા પ્રિયપાત્ર સાથે કેટલાક મતભેદોસ થઈ શકે છે-તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસ્સી મુશ્કેલી પડશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમે અથવા તમારા જીવનસાથી પલંગમાં ઈજાગ્રસ્ત થઈ શકો છો, આથી એકમેક સાથે નજાકતથી વર્તજો.

મીન (,,,) – તમારી લાગણીઓને અંકુશ હેઠળ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારી મુલાકાત ટાળી ન શકાય એવા મહેમાનો સાથે થવાની છે. સમયની જરૂર છે જાત પર અંકુશ-જે તમારા વ્યક્તિત્વનું સત્વ છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી કેમ કે મુલાકાત તમારી માટે લાભદાયક પુરવાર થવાની છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડોક ગુણવત્તાયુક્ત સમય વિતાવજો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article