જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (,,) . સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા નાવિન્યસભર વિચારોનો ઉપયોગ કરો. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. સાંજ માટે કશું ખાસ આયોજન કરો અને તેને થઈ શકે એટલું રૉમેન્ટિક બનાવવાનો પ્રયાસ કરો. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે.

વૃષભ (,,) – તમારી માટે એ સમજી લેવાનો સમય આવી ગયો છે કે માનસિક શત્રુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે આથી મગજમાં કોઈ બિનજરૂરી વિચારોને પ્રવેશવા ન દો. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. ઘરના પ્રવર્વતમાન પરિસ્થિતિને કારણે તમે હતાશ થઈ શકો છો. તમારા પ્રિયપાત્રમાં શું કમીઓ છે તે શોધવામાં તમારો સમય બરબાદ ન કરતા. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. સામસામી દલીલો,એકમેકને ચિત્રવિચિત્ર નામથી બોલાવવા, મતભેદ આ બધું આજના પરિણીત દંપત્તિઓની સમસ્યા છે.તમે પણ આજે તેના શિકાર બની શકો છો.

મિથુન (,,) તમારી પીવાની આદતથી મુક્ત થવા માટે આજે ખૂબ જ શુકનવંતો દિવસ છે. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. આજે કામના સ્થળે તમારો દિવસ વધારે પડતો મુશ્કેલ હશે. તમે જો ઉતાવળે નિષ્કર્ષ પર આવશો તથા બિનજરૂરી પગલાં લેશો તો આજનો દિવસ નારાજ કરનારો સાબિત થશે. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

કર્ક (,) તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમે ક્યારેય ન ગયા હો એવા સ્થળે જો તમને આમંત્રિત કરાયા હોય તો-આમંત્રણનો ગરિમાપૂવર્વક સ્વીકાર કરો. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

સિંહ (,) – તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. બાળકો સાથે સમય વિતાવવો મહત્વપૂર્ણ છે. તમારા પ્રેમ પ્રકરણ વિશે જાહેરમાં ઢંઢેરો પીટતા નહીં. કામના સ્થળે આજે તમે એક અદભુત વ્યક્તિને મળો એવી શક્યતા છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

કન્યા (,,) – આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. તમારૂં પ્રિયપાત્ર થોડુંક ચીડાયેલું લાગે છે-આ બાબત તમારા મગજ પરની તાણમાં વધારો કરશે. નવી બાબતો શીખવાની અભિરૂચિ નોંધપાત્ર રહેશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. મજાકભરી ચર્ચા દરમિયાન તમારા બંને વચ્ચે કોઈ જૂની સમસ્યા સામે આવી શકે છે, જે આગળ જતાં તમારી વચ્ચે ઝઘડામાં પરિણમશે.

તુલા (,) – તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો.તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

વૃશ્વિક (,) તમે જો મોડી રાત્રે વાહન ચલાવવાના હો તો ખાસ ધ્યાન રાખજો. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. લાંબા સમયથી જેના સંપર્કમાં ન હો એવા લોકો તથા સંબંધોને ફરી તાજા કરવા માટે સારો દિવસ. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. કામના સ્થળે વાતાવરણમાં સારા પરિવર્તન આવી શકે છે. તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો-કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે. લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે.

ધન(,,,) – ઉચ્ચ કૅલૅરીયુક્ત આહાર ટાળો અને તમારા વ્યાયામને વળગી રહો. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. તમારા બાળકના એવોર્ડ સમારંભમાં આમંત્રણ આનંદનું કારણ બની શકે છે. તમારા સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારૂં સપનું સાકાર થઈ રહ્યું હોવાનું લાગશે. તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાઈ જ પરિણામ નહીં આપે-એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં.

મકર (,) – વધુ પડતો ઉત્સાહ તથા ધમાકેદાર જુસ્સો તમારા ચેતાતંત્રને અસર કરી શકે છે, આ બાબત ટાળવા માટે તમારી લાગણીઓ પર અંકુશ મુકો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. તમને તરત જરૂર ન હોય તેવી ચીજો પર જો તમે નાણાં ખર્ચશો તો તમે તમારા જીવનસાથીને નારાજ કરશો. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. તમને ધિક્કારનારાઓ આજે કામના સ્થળે તમને વધુ પજવતા હોય એવું લાગશે, જે તમારી આક્રમકતા ઓર વધારશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

કુંભ (,,,) – ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. વરસાદ રોમાન્સ માટે જાણીતો છે અને તમને આજે આખો દિવસ ાવા જ અતિ આનંદની અનુભૂતિ તમારા જીવનસાથી સાથે થશે.

મીન (,,,) – તમારૂં અવિચારી વર્તન તમારા મિત્ર માટે કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. આજે તમને ખબર પડશે કે જેના પર તમને હંમેશાં વિશ્વાસ હતો એ તમારા પ્રત્યે વફાદાર નથી ત્યારે તમને સૂગની લાગણી થશો. લાંબા સમય બાદ તમારા મિત્રને મળવાનો વિચાર તમારા હૃદયની ગતિ એકાદ ગબડતા પથ્થર જેવી કરી મુકશે. મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article