જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (,,) . તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે. તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ જ મુશ્કેલ બની રહેશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

વૃષભ (,,) – હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. મિત્રોનો સાથ રાહત આપશે. પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી સક્યતા છે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે.

મિથુન (,,) પોતાના ઈર્ષાળુ વર્તનને કારણે પરિવારના કોઈક સભ્ય તમને ચીડવશે. પણ ગુસ્સે થવાની જરૂર નથી અન્યથા પરિસ્થિતિ હાથની બહાર જઈ શકે છે. યાદ રાખો તમે જે બાબતનો ઈલાજ કરી શકતા નથી તેને સહન કરવું રહ્યું. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

કર્ક (,) અણધાર્યો પ્રવાસ થકવનારો હોઈ શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. નવજાત શિશુની તબિયત ચિંતાનું કારણ બની શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે શૉપિંગ માટે બહાર જાવ ત્યારે આક્રમક ન બનતા. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમે આજે કોઈ ગરબડ કરી શકો છો, જે તમારા લગ્નજીવનને નુકસાન પહોંચાડી શકે છે.

સિંહ (,) – તમારૂં વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારા જીવનસાથી સાથે સારી સમજ ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે.

કન્યા (,,) – અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમારી માટે દિવસ કદાચ બહુ સારો ન પણ હોય કેમ કે અનેક મુદ્દાઓ પર એક કરતાં વધારે અસહમતિઓ જોવાય છે. આ બાબત તામારા સંબંધોને નબળા પાડશે.

તુલા (,) – સામાજિક જીવન કરતાં સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો. નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે. પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો. કોઈ ત્રીજી વ્યક્તિની દખલ તમારા અને તમારા પ્રિયપાત્ર વચ્ચે ઘર્ષણ પેદા કરશે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે.

વૃશ્વિક (,) ઘરની બહારની પ્રવૃત્તિઓ તમને લાભ કરાવશે. કિલ્લા જેવી જીવનશૈલી તથા હંમેશાં સુરક્ષાની ચિંતા કરવી એ બાબત તમારી માનસિક તથા શારીરિક વિકાસ પર અસર કરશે. આ બાબત તમને નર્વસ કરી મુકશે. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. લોકો તમને નવી આશાઓ તથા સપનાં આપશે-પણ તમારા પોતાના પ્રયત્નો પર ઘણું બધું અવલંબશે. સપનામાંના ભયને છોડો અને તમારા રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

ધન(,,,) – આજે તમે નિરાંત અનુભવશો તથા મોજ-મજા માટે યોગ્ય મૂડમાં હશો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. ઘરે તમને તમારા સંતાનો એવી પરિસ્થિતિ રજૂ કરશે જેમાં રાઈનો પહાડ કરાયો હોય- કોઈ પણ પગલું લેવા પૂર્વે વાસ્તવિક્તાની ચકાસણી કરો. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. સાંજનું સારૂં ભોજન તથા રાતની સારી ઊંઘ આજે તમારા લગ્નજીવનમાં આવવાની અપેક્ષા રખાય છે.

મકર (,) – તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. ઘરના દેખાવને સુધરવા માટે ઘરની આસપાસ નવા ફેરફાર હાથ ધરશો. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

કુંભ (,,,) – તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. પ્રેમ જીવનમાં થોડીક મુશ્કેલી આવી શકે છે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે.

મીન (,,,) – દોડધામભર્યો દિવસ હોવા છતાં સારો દિવસ. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. તમારે તમારા સાથી પર ઈમોશનલ બ્લૅકમૅલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આજે જો તમે ખરેખર લાભ મેળવવા માગતા હો તો-અનોય દ્વારા આપવામાં આવતી સલાહને કાને ધરજો. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article