જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (,,) . પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારૂં બેદરકારીભર્યું તમારા માતા-પિતાને ચિંતિત કરશે. કોઈ નવો પ્રૉજેક્ટ શરૂ કરતા પહેલા તેમને વિશ્વાસમાં લેજો. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. કોઈક મોટા ખર્ચને કારણે તમારી તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે.

વૃષભ (,,) – સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. રૉમાન્સ માટે સારો દિવસ. આજે જો તમે કામમાં સારી રીતે ધ્યાન નહીં આપો તો, વરિષ્ઠો અને સહકર્મચારીઓમાં તમે તમારી શાખ ગુમાવશો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. લગ્નજીવનમાં એક મુશ્કેલ તબક્કા બાદ તમે આજે એક નવી સવાર જોશો.

મિથુન (,,) તમારા આહારની યોગ્ય તકેદારી રાખવી ખાસ કરીને માઈગ્રેનના દરદીઓએ જેમણે તેમનું ભોજન મિસ ન કરવું જોઈએ કેમ કે એવું કરવાથી તેમના પર લાગણી સંબંધિત તાણ બિનજરૂરી રીતે આવી શકે છે. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. ઉપયોગી થવાની તમારી શક્તિને હકારાત્મક વિચારો સાથે વિકસાવો અને લોકો તરફથી મળતા સૂચનોને તમારા પરિવારના ફાયદા માટે અપનાવો. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે..

કર્ક (,) બાળકો તમારી પસંદગી મુજબનું વર્તન નહીં કરે-જે તમારો ગુસ્સો વધારી મુકશે. તમારે તમારી જાતને રોકવી જોઈએ, કેમ કે નિરંકુશ ગુસ્સો સૌને નુકસાન કરે છે અને ખાસ કરીને જે વ્યક્તિ ગુસ્સામાં છે તેને સૌથી વધુ નુકસાન કરે છે કેમ કે તેને કારણે ઊર્જા વેડફાય છે અને નિર્ણય લેવાની ક્ષમતાને મંદ બનાવે છે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. તમારા ઉદાર વર્તનનો લાભ તમારા મિત્રોને ન લેવા દો. તમારા પ્રેમ જીવનમાં નાનકડી કડવાશ માફ કરો. સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

સિંહ (,) – સ્વાસ્થયને લગતી સમસ્યાઓ બેચેનીનું કારણ બની શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમારા બેદરકાર વર્તનને કારણે ઘરમાં તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા વધારે છે. તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે-આ એકલવાયા વિશ્વમાં મને એકલો-એકલી ન મુકતા. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજે તમને અનુભૂતિ થશે કે તમારા લગ્ન વખતે લીધેલી દરેક પ્રતિજ્ઞાઓ સાચી હતી. તમારા જીવનસાથી તમારા સાચ્ચા સાથી છે.

કન્યા (,,) – સામાજિકપણે હળવા-મળવાનો ભય તમને હતાશ કરી નાખશે. તેને દૂર કરવા તમારા આત્મવિશ્વાસને પ્રોત્સાહિત કરો. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પારિવારિક ચિંતાઓને તમારૂં ધ્યાન અન્યત્ર વાળવા ન દો. ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે. પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતાં જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો. પ્રેમ જીવનમાં સારો વળાંક આવશે કેમ કે તમે સારો સંબંધ વિકસાવશો. કામના સ્થળે આજે બધા જ તમને પ્રેમ કરશે તથા ટેકો આપશે. તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારા જીવનનો શ્રેષ્ઠતમ સમય વ્યતીત કરશો.

તુલા (,) – રચનાત્મક શોખ તમને નિરાંતવા રાખશે. શંકાસ્પદ નાણાકીય સાહસો દ્વારા લલચાઈ જતા નહીં-મૂડીરોકાણ અત્યંત તકેદારીપૂર્વક હાથ ધરજો. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. આજે ઑફિસમાં તમે જે કામ કરી રહ્યા છો, તે તમારી માટે આવનારા સમયમાં જુદી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે

વૃશ્વિક (,) તમારી લાગણીઓ પર અંકુશ રાખજો ખાસ કરીને ગુસ્સો. તમારા ખર્ચમાં વધારો થશે જે તમારા મગજને સંતાપ આપશે. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. આજે કામના સ્થળે તમારા વરિષ્ઠો અથવા સહકર્મચારીઓ તમને ઉશ્કેરવાના ગમે એટલા પ્રયાસો કરે, તમે બુદ્ધની જેમ શાંત રહેજો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમે તમારા જીવનસાથી પર આજે શંકા કરશો જેને કારણે ઘરની શાંતિમાં ભંગ પડવાની શક્યતા છે.

ધન(,,,) – આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે.

મકર (,) – સ્વાસ્થ્ય બરાબર રહેશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. આજે તમે તમારા ઘરમાં તથા આસપાસ કેટલાક ફેરફાર કરો એવી શક્યતા છે. પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો. નવા સંપર્કો વધારવા તથા વ્યાપારિક કારણોસર હાથ ધરાયેલી મુસાફરી ફળદાયી નીવડશે. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

કુંભ (,,,) – કામની વચ્ચે આરામ લો તથા શક્ય હોય એટલા હળવા બનવાની કોશિષ કરો. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. તમારા સહકર્મચારીઓ આજે તમને અન્ય દિવસોની સરખામણીમાં વધુ સારી રીતે સમજશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

મીન (,,,) – દમના દરદીઓએ દાદર ચડતી વખતે સાવચેતી રાખવી. ઉતાવળે દાદર ચડવાની કોશિષ ન કરતા કેમ કે એવું કરવાથી શ્વસનને લગતી સમસ્યા સર્જાઈ શકે છે. શાંતિથી ઊંડા શ્વાસ લો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો. પ્રેમની વેદના આજે તમને સૂવા નહીં દે. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article