જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (,,) . તમને ખરેખર શું જોઈએ છે તે અંગે લાગણીની દૃષ્ટિએ અસ્પષ્ટ તથા ચંચળ મનના રહેશો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. તમારા દિવસનું આયોજન સંભાળપૂર્વક કરજો-મદદ લેવા માટે જેમના પર તમે વિશ્વાસ મુકી શકતા હો એવા લોકો સાથે વાત કરો. સમય, કામ, નાણાં, મિત્રો, પરિવાર, સંબંધીઓ, બધું જ આજે એક તરફ હશે અને તમારા પ્રિયપાત્ર બીજી તરફ હશે, બધું જ એકમેકમાં સમાયેલું જણાશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે.

વૃષભ (,,) – તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. અત્યારે સમયની જરૂરિયાત છે કે તમે આ બધાને હળવાશથી લો. પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. આજે તમારૂં લગ્નજીવન મસ્તી, આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારૂં ઠરશે.

મિથુન (,,) રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. તમારી જાતને અભિવ્યક્ત કરવા માટે પણ આ સારો દિવસ છે-તથા રચનાત્મક પ્રકૃતિના પ્રકલ્પો પર કામ કરો. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

કર્ક (,) તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. તમે જો કોઈ નવું સાહસ શરૂ કરવાનો વિચારી રહ્યા હો-તો ઝડપથી નિર્ણય લો-કેમ કે ગ્રહો તમારી તરફેણમાં છે-તમે જે કરવા માગો છો તે કરતા ગભરાતા નહીં. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. પરિસ્થિતિ આજે તમારી ધારણા પ્રમાણે કદાચ ન પણ ચાલે, પણ તમે તમારી જીવનસંગિની સાથે સુંદર સમય વિતાવશો.

સિંહ (,) – તમારી લાગણીઓ પર અંકુશ રાખવું તમને મુશ્કેલ લાગશે-તમારૂં અસામાન્ય વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવી નાખશે તથા તમને હતોત્સાહી કરી મુકશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમને જેના પર વિશ્વાસ છે તે કદાચ તમને આખું સત્ય નથી જણાવી રહ્યા- તમારી વાત અન્યોને ગળે ઉતારવાની તમારી આવડત તમને આવાનારી સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. ગુપ્ત બાબતો તમારી પ્રતિષ્ઠાને હાનિ કરી શકે છે. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. તમારા જીવનસાથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બને એવી શક્યતા છે.

કન્યા (,,) – તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. રૉમાન્સ માટે સારો દિવસ. મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરાં કામ પૂરાં કરવામાં મદદ કરશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

તુલા (,) – શરાબનું વધુ પડતું સેવન તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ટાળો. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો તેનાથી મિજાજ અને યોજનાઓમાં પરિવર્તનનો પ્રભાવ વધશે. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. આજે તમે પ્રૉજેક્ટ પૂરો કરશો ત્યારે તમને ઘણો સંતોષ મળશે- જે તમે ઘણા સમય પહેલા શરૂ કર્યો હતો. સીધા પ્રાપ્ત ન થયા હોય એવા સમાચારની ફેર ચકાસણી કરી લેવી. લગ્નજીવન પોતાની સાથે અનેક ફાયદા પણ લાવે છે, અને આજે તમે તે બધાનો જ અનુભવ કરશો.

વૃશ્વિક (,) તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે. તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાવ ક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેનારાઓએ મગજ શાંત રાખવું. પરીક્ષાના ભયને તમારી જાતને હતોત્સાહ કરવા ન દો. તમારા પ્રયાસો ચોક્કસ જ હકારાત્મક પરિણામ લાવશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે ખર્ચ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધને નુકસાન પહોંચાડી શકે છે.

ધન(,,,) – તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. ઘરના લોકો સાથે તમારે કશુંક ઉત્સાહજનક તથા અલગ કરવું જોઈએ. ખોટું બોલતા નહીં, કેમ કે તેનાથી તમારું પ્રેમ પ્રકરણ બગડી શકે છે. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

મકર (,) – પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. જો તમે તેમની સાથે સમય નહીં વિતાવો તો, તમારા પ્રિયજનો તમારાથી નારાજ થઈ શકે છે. આજે આનંદની અનુભૂતિ થશે. આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. નુકસાન આજે તમારી લગ્નજીવન પર વિપરિત અસર કરી શકે છે.

કુંભ (,,,) – તમારૂં સ્મિત હતાશા સામે સંકટ-મોચક જેવું કામ કરશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે. કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજનો દિવસ તમારા જીવનસાથી સાથેના અન્ય સામાન્ય દિવસો કરતાં સારો હોવાનું જણાય છે.

મીન (,,,) – અનયોની ટીકા કરવામાં તમારો સમય વેડફશો નહીં, કેમ કે તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વિતશે એવું જણાય છે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article