જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (,,) . દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાનો ઉકેલ મળી જાય. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો.

વૃષભ (,,) – અન્યો સાથે તમે ખુશહાલ ક્ષણો માણી રહ્યા હોવાથી તમારૂં સ્વાસ્થ્ ખીલી ઉઠશે. પર સાવચેત રહેજો કેમ કે સ્વાસ્થય પ્રત્યેની બેદરકારી તમને આગળ જતાં પજવી શકે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. મિત્રો સાથે સાંજ અથવા શૉપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે. પ્રેમ જીવન આશા લાવશે. કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે. આવું કરવા પૂર્વે તમારા માતા-પિતાની પરવાનગી લેજો, અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. આજે તમને અનુભૂતિ થશે કે, લગ્નજીવન સુખી હોય તો કેવું લાગે છે.

મિથુન (,,) કોઈક આજે તમારો મૂડ બગાડી શકે છે પણ તેને લગતી હતાશાને તમારા પર સવાર થવા ન દો. આ વ્યર્થ ચિંતા તથા બેચેની તમારા શરીર પર વિપરિત અસર કરી તમને ત્વચાને લગતી તકલીફ આપી શકે છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. તમારા ઘરના વાતાવરણમાં તમે કોઈ ફેરફાર કરો તે પૂર્વે સૌની મંજૂરી છે કે નહીં તેની ખાતરી કરો. તમારા પ્રિયપાત્રનું. આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

કર્ક (,) તમે સંવેદનશીલ બની જશો-તમારૂં વર્તન તમારી આસપાસના લોકોને મૂંઝવણમાં મૂકી દેશે- તમે ઝડપી પરિણામની આશા રાખશો જેને કારણે હતાશા તમારો ભરડો લેશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. તમે જો એમ માનતા હો કે સમય જ નાણાં છે તે તમારે તમારી ઉચ્ચતમ ક્ષમતાએ પહોંચવા માટે જરૂરી પગલાં લેવાં જોઈએ. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મુશ્કેલ સાબિત થશે.

સિંહ (,) – વધુ આશાવાદી બનવા માટે તમારી જાતને પ્રોત્સાહિત કરો. તે તમારો આત્મવિશ્વાસ તથા લવચિકપણું વધારશે પણ તેની સાથે જ ભય, નફરત, ઈર્ષા અને બદલો જેવી નકારાત્મક ભાવનાઓ છોડવા તૈયાર કરો. સટ્ટાકીય પ્રવૃત્તિઓ નફો લાવશે. તમારા દેખાવમાં તમે જે કેટલાક ફેરફારો કરશો તે તમારા પરિવારના સભ્યોને નહીં ગમે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો.

કન્યા (,,) – શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. પરિવારના સભ્યોની લાગણીને દુભાવવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો. એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાંડપણ છે , જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે. એકતરફી આકર્ષણ તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. વ્યાવસાયિક મોરચે જવાબદારીમાં વધારો થવાની શક્યતા છે. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂડમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે, જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે.

તુલા (,) – આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. ઘરને લગતી લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. પારિવારિક પ્રસંગમાં નવા મિત્રો બનશે.પણ તમારી પસંદગીમાં સાવચેત રહેજો. સારા મિત્રો ખજાના જેવા હોય છે જે તમે હંમેશાં સાચવવા માગો છો. શું કરવું એ બાબતે તમે જો સરમુખ્યત્યાર જેવું વર્તન કરશો તો તમારા પ્રેમી-પ્રેમિકા સાથે તમને ગંભીર સમસ્યાઓ થશે. આકાશ તમને વધુ તેજસ્વી લાગશે, ફૂલો વધુ રંગીન જણાશે, તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે, કેમ કે તમે પ્રેમમાં છો. તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

વૃશ્વિક (,) આનંદથી ભરેલો સારો દિવસ. અન્યો પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. ઓૉફિસનું વાતાવરણ આજે તમારી માટે વધુ પડતું દુશ્મનાવટભર્યું બનવાની શક્યતા છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. સોશિયલ મિડિયા પર તમને લગ્ન વિશેના મેસેજીસ આવતા હોય છે, પણ આજે તમે આશ્ચર્યચકિત થઈ જશો જ્યારે લગ્નજીવનને લગતી કેટલીક ચોંકાવનારી વાસ્ચવિક્તાઓ તમારી સામે આવશે.

ધન(,,,) – ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા જીવનસાથીએ તમને નીચા દેખાડ્યા એવું તમને લાગશે અને આ બાબત તમને તમારા લગ્ન તોડવાની ફરજ પાડી શકે છે.

મકર (,) – તમારી રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ-વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપણી અંદર હોય છે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. આજે કામ તાણયુક્ત અને થકાવનારૂં હશે-પણ મિત્રોની સંગત તમને ખુશખુશાલ અને આરામદાયક મિજાજમાં રાખશે. ભૌતિક અસ્તિત્વનું હવે કોઈ મહત્વ નથી, કેમ કે તમે એકમેકને એકબીજાના પ્રેમમાં જ અનુભવો છો. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમને સવારે કંઈક એવું મળશે, જે તમારા આખા દિવસને અદભુત બનાવી મુકશે.

કુંભ (,,,) – અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મુકશે. સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. સંબંધીઓ સાથે વિતાવેલો સમય તમારા લાભમાં રહેશે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. તમારા એક સારા કામને કારણે, કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથી તમારી યોજના અથવા પ્રોજેક્ટમાં ખલેલ પાડી શકે છે, તમારી ધીરજ ખોતા નહીં..

મીન (,,,) – તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા પરિવારના સભ્યો કહે ચે એ દરેક બાબત સાતે તમે કદાચ સહમત નહીં થાવ-પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારા રૉમેન્ટિક અભિપ્રાયોને જાહેર ન કરો. તમારા વરિષ્ઠોને હળવાશથી લેતા નહીં. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. તમે તમારા જીવનસાથીને આજે કોઈક વાત કહેવાનું ભૂલી ગયા છો આથી તે તમારી સાથે ઝઘડો કરે એવી શક્યતા છે.

Latest Stories