જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (,,) .આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. કોઈક તમને નુકસાન પહોંચાડવાની કોશિષ કરશે-કેટલીક મજબૂત શક્તિઓ તમારી વિરૂદ્ધ કામ કરી રહી છે-ઘર્ષણ થાય તેવી પ્રવૃત્તિઓ તમારે ટાળવી જોઈએ-તમે જો ખરેખર મામલાને અંજામ જ આપવ માગતા હો તો સમજાવટથી મામલો પતાવવો એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. તમારા જુસ્સાને અંકુશમાં રાખો તેને કારણે તમારા પ્રેમ પ્રકરણમાં તકલીફ સર્જાઈ શકે છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે

વૃષભ (,,) – પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે.

મિથુન (,,) તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. સમજદારીપૂર્વક રોકાણ કરો. પરિવારના સભ્યો સાથે સમય વિતાવવો આનંદદાયક સાબિત થશે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. આજે તમને જાણ થશે કે તમારા સાથીનો પ્રેમ તમારી માટે સદાય ઊંડી ભાવના ધરાવતી લાગણી છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

કર્ક (,) કાયદાકીય બાબતોને કારણે ટૅન્શન થવાની શક્યતા છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. નાનકડા મતભેદો ઊભા થવાને કારણે રૉમાન્સ પર તેની અસર પડશે. તમે તમારી યોજનાઓ વિશે સૌને જણાવ્યા કરશો તો તમે તમારા પ્રૉજેક્ટને બરબાદ કરી મુકશો. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી અને બીજી કોઈ વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુ વચ્ચે પસંદગી કરવાની દ્વિધામાં નાખશે.

સિંહ (,) – ધાર્મિક લાગણી ઊભી થશે અને તેનાથી તમે કોઈક સંતપુરૂષ પાસેથી દૈવી જ્ઞાન મેળવવા કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેશો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ખર્ચમાં વધારાને કારણે બચત કરવામાં તમને મુશ્કેલી પડશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. કામના સ્થળે મામલો ઉકેલવા માટે તમારે તમારૂં બુદ્ધિચાતુર્ય તથા તમારી વગ વાપરવાની જરૂર છે. પ્રવાસ,મનોરંજન તથા લોક સાથે હળવું-મળવું આજે તમારા એજેન્ડા પર રહેશે. તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુઙવતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો.

કન્યા (,,) – મિત્ર અથવા કોઈ ઓળખીતાનું સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે. રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ. જો તમે દરેકની માગનું ધ્યાન રાખવા જસો તો તમે આજે અનેક વિવધ દિશાઓમાં વહેંચાયેલા રહેશો. તમારા પ્રિયપાત્રની ગેરહાજરી તમારા દિલને ભીનું કરી શકે છે. તમારી આવડત દેખાડવાની સારી તક તમને મળશે. આજે તમે તમારી જાતને સ્પૉટલાઈટ હેઠળ મહેસૂસ કરશો જ્યારે તમે કોઈને કરેલી મદદને કારણે તેને વળતર મળશે અથવા તેના કામની નોંધ લેવાશે. તમારા લગ્નજીવનનો આ સૌથી મુશ્કેલ દિવસ હોઈ શકે છે, સજાગ રહેજો.

તુલા (,) – ગમગીનીને દૂર ફગાવી દો-જે તમારી આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. વધુ પડતો મૈત્રીપૂર્ણ વ્યવહાર ધરાવતા અજાણ્યા લોકોથી યોગ્ય અંતર રાખો. પ્રિયપાત્રની નફરત છતાં તમારે તમારો પ્રેમ દેખાડવો જોઈએ. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી આજે તમને તમારી સાથે જીવન વીતાવવા અંગેની અણગમતી વાતો કદાચ જણાવશે.

વૃશ્વિક (,) એક કરતાં વધારે નર્વસબ્રેકડાઉન તમારી પ્રતિકાર તથા વિચારવાની શક્તિને હાનિ પહોંચાડી શકે છે. તમારી જાતને હકારાત્મક વિચારસરણી સાથે બીમારી સામે લડવા પ્રેરો. તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. પ્રેમની ઊર્જા તમને પ્રેમ કરવાનું કારણ આપે છે. આગળ પડતા લોકો સાથે હળવા-મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે.

ધન(,,,) – શારીરિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર પર વધુ તાણ લાવે તેવો કોઈપણ પ્રકારનો શારીરિક થાક ટાળવાનો પ્રયાસ કરો. પૂરતો આરામ લેવાનું યાદ રાખજો. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારાર રહસ્યો અન્યો સાથએ શૅર કરવાનું ટાળવું જોઈએ. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. તમારા બૉસ નોંધ લે એ પૂર્વે બાકી રહેલા કાયર્યો પૂરાં કરો. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી આજે ખરેખર સારા મિજાજમાં છે. તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે.

મકર (,) – આજે તમારી જાતને વધારે પડતી તાણશો નહીં-તમારા શરીરની પ્રતિકાર શક્તિ ઓછી લાગે છે અને તમને ચોકાકસપણે આરામની જરૂર છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમને ગુલાબ વધુ લાલ લાગશે અને આસપાસની ચીજો વધુ રંગીન જણાશે, કેમ કે પ્રેમનો નશો તમને અલગ જ કેફ આપી રહ્યો છે.

કુંભ (,,,) – તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. નોકરી બદલવાથી મદદ મળશે. તમે તમારી વતર્તમાન નોકરી છોડી તમને વધુ માફક આવે એવા માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા પાડોશીઓ તમારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. પણ તમારી વચ્ચેના જોડાણને તોડવું મુશ્કેલ છે.

મીન (,,,) – તંમારી સમસ્યાઓ આજે માનસિક ખુશીને હણી શકે છે. આજનો જ વિચાર કરીને જીવનના તમારા અભિગમને તથા મનોરંજન પાછળ વધુ પડતો સમય અને નાણાં ખર્ચવાના તમારા વલણ પર અંકુશ રાખો. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. આજે તમારા લગ્નજીવનમાં બધું જ ખુશખુશાલ જણાય છે.

Latest Stories