જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (,,) . બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. કેટલાક અણધારી સમસ્યાઓને કારણે પારિવારિક શાંતિમાં ખલેલ પહોંચશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સમય બધું જ ઉકેલી નાખશે. અત્યારે સમયની જરૂરિયાત છે કે તમે આ બધાને હળવાશથી લો. કોઈકની દખલને કારણે તમારા પ્રિયપાત્ર સાથેના તમારા સંબંધો વણસી શકે છે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

વૃષભ (,,) – તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ-તમારા નાણા એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જેઓ કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો. અન્યો સાથે વાદ-વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમે કામના સ્થળે તમારો મોબાઈલ ફોન તમારાથી દૂર નહીં રાખો તો, તમારાથી ગોટાળો થવાની શક્યતા છે. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. તમારા જીવનસાથી આજે તમને તેમની સારી બાજુ બતાવશે.

મિથુન (,,) તમે જેમ છો તેમ જ રહેજો કેમ કે તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો આવશે-એ તમને ગંભીર મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને તમારો ગુસ્સો, કેમ કે તે ક્ષણિક પાગલપનથી વિશેષ કંઈ નથી. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. રૉમાન્સ માટે સારો દિવસ. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો-તો એ શક્ય હોય એટલી ખરાબ રીતે તમારો પીછો કરશે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

કર્ક (,) તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. આજ પહેલા લગ્નજીવન આટલું અદભુત ક્યારેય નહોતું.

સિંહ (,) – તમારી જાતને કોઈક રમત રમવામાં સાંકળો કેમ કે તે સનાતન યૌવનનું રહસ્ય છે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. આજે તમને તમારા મિત્રની ગેરહાજરીમાં તેની સુવાસ વર્તાશે. આજે તમે જો કામના સ્થળે સોશિયલ મિડિયા પાછળ વધુ પડતો સમય વિતાવશો તો તમે પકડાઈ જાવ એવી શક્યતા છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસ્સો સમય મળી રહ્યો હોવાનું જણાય છે.

કન્યા (,,) – તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો સર્જી શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. રૉમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે. કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

તુલા (,) – ગર્ભવતી માતાઓ માટે ખાસ સંભાળ રાખવાનો દિવસ. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. રૉમાન્સમાં તમારા મગજનો ઉપયોગ કરજો કેમ કે પ્રેમ આંધળો હોય છે. વ્યાપાર તથા શિક્ષણ કેટલાંક માટે લાભદાયક પુરવાર થશે. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. લગ્નજીવન આજે તમને પોતાની કાળી અને હતાશાભરી બાજુ દેખાડી શકે છે.

વૃશ્વિક (,) તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે જ વિચાર્યા કરશો -તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે-શક્ય હો એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો. અફવાઓ પર આધરિત સટ્ટામાં પડતા નહીં. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. જરૂરિયાતના સમયે ઝડપથી કામ લેવાની તમારી ક્ષમતા માટે તમારી સરાહના થશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથી સાથેના ઉષ્માભર્યાં સંબંધોને આજે ઠેસ પહોંચે એવી શક્યતા છે.

ધન(,,,) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો તથા હાર્ડ ડ્રિન્ક્સથી દૂર રહો. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

મકર (,) – શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. તમને ધિક્કારનાર વ્યક્તિને તમે જો હૅલ્લો કહેશો તો કામના સ્થળે આજે દિવસ તમારી માટે ખરેખર અદભુત બની શકે છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે, કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો.

કુંભ (,,,) – તમારી સૌથી મોટી મૂડી છે તમારી રમૂજવૃત્તિ, તમારી બીમારીને સાજી કરવા તેનો ઉપયોગ કરો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી સંતતિ માટે કશુંક ખાસ આયોજન કરો. એ વાતની તકેદારી રાખો કે તમારી યોજના વાસ્તવવાદી હોય જેથી તમે તેને હાંસલ-સાધ્ય કરી શકો. તમારી ભાવિ પેઢી તમને હંમેશાં આ ભેટ માટે યાદ રાખશે. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. તમારા કેટલાક સારા કામ માટે આજે કામના સ્થળે તમારૂં સન્માન થશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

મીન (,,,) – મિત્રો તમારો પરિચય કોઈક ખાસ વ્યક્તિ સાથે કરાવશેજે તમારા વિચારો પર નોંધપાત્ર અસર છોડશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. દિવાસ્વપ્નો જોવાથી તમારી પડતી થશે-તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા. પ્રવાસ તથા શિક્ષણને લગતો ધંધો તમારી જાગરૂકતા વધારશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

Latest Stories