જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) તમારૂં સ્વાસ્થ્ય જોઈએ એટલું સારૂં નહીં હોય. તબીબ પાસે જવું કે દવા લેવી એ બાબતોની શક્યતા નકારી શકાય એમ નથી. દિવસના ઉત્તરાર્ધમાં પૂરતો આરામ લો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. તમારા અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર આપશે. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

વૃષભ (બ,,ઉ) તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે તમારી આસપાસના લોકો તમારા સંબધોમાં મતભેદ પાડવાની કોશિષ કરશે. બહારની વ્યક્તિની સલાહ મુજબ ચાલતા નહીં.

મિથુન (ક,,ઘ) એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. તમારા બાળકો સાથે તંદુરસ્ત સંબંધને પ્રોત્સાહન આપો. ભૂતકાળને ભૂલાવી ને આગળ આવનારા ઝળહળતા તથા ખુશહાલ સમય પર મીટ માંડો. તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

કર્ક (ડ,હ) વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. પત્ની તમને તમારૂં જીવન બદલવામાં મદદ કરશે. આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાલશે.ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારૂં રૉમેન્ટિક જીવન પણ અપવાદ નથી. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. દિવસ દરમિયાન ભારે બોલાચાલી બાદતમારા જીવનસાથી સાથે સુંદર સાંજ માણો.

સિંહ (મ,ટ) – અણધાર્યો પ્રવાસ થકવનારો હોઈ શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. એકબીજાના દૃષ્ટિકોણ સમજીને તમારી વ્યક્તિગત સમસ્યાઓને ઉકેલો.તેમને જાહેરમાં ન લાવો અન્યથા તમારી પ્રતિષ્ઠાને હાનિ થવાની શક્યતાઓ વધુ છે. અચાનક કોઈકની સાથે ઓળખાણ વધારવાનું ટાળો કેમ કે તેનાથી પસ્તાવો થવાની શક્યતા છે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

કન્યા (પ,,ણ) – વધુ પડતી ચિંતા માનસિક શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. તેને ટાળો કેમ કે બેચેની ભય તથા ચિંતાનો દરેક કણ તમારા મગજ પર વિપરિત અસર કરી શકે છે. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચાર ખુશી લાવશે તથા આખા પરિવારો ઉત્સાહ વધારશે. આજે તમને પ્રેમની ગેરહાજરી અનુભવાશે. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. તમારો ખરાબ મિજાજ તમારા જીવનસાથીની કોઈ સરપ્રાઈઝ દ્વારા સારો થઈ જશે.

તુલા (ર,ત) તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. કેટલાક બાકી રહેલા મુદ્દા વધુ ઘેરા બનશે તથા ખર્ચનો મુદ્દો તમારા મગજમાં ઘુમરાયા કરશે. આજે જો પરિવારનો કોઈ સભ્ય તમારા મગજ પર ચડી જાય-તો મામલો હાથમાંથી વણસી જાય એ પહેલા સીમા નક્કી કરવાનું રાખો. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથીનો પ્રેમ તમને જીવનની પીડાઓ ભુલાવવામાં મદદરૂપ થાય છે.

વૃશ્વિક (ન,ય) - તમે તમારા હકારાત્મક અભિગમ તથા આત્મવિશ્વાસ દ્વારા તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરો એવી શક્યતા છે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. તમારા શોખ પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. કોઈ અજાણી વ્યક્તિને કારણે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ખટરાગ થવાની શક્યતા છે.

ધનુ (ભ,,,ઢ) કોઈ ઈજા ન થાય તે માટે બેસતી વખતે ખાસ સંભાળવું. કેમ કે બેસવાની ઢબ ન માત્ર વ્યક્તિના વ્યક્તિત્વને નીખારે છે બલ્કે સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આર્થિક બાબતોમાં ચોક્કસ સુધારો થશે-પણ તેની સાથે જ ખર્ચમાં પણ વધારો થશે. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારૂં પુરવાર થશે. તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

મકર (ખ,જ) – સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. આજનો દિવસ તમને તમારા જીવનસાથી અને બીજી કોઈ વ્યક્તિ કે બીજી કોઈ વસ્તુ વચ્ચે પસંદગી કરવાની દ્વિધામાં નાખશે.

કુંભ (ગ,,,ષ) – ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. ઝડપથી નાણાં કમાઈ લેવાની ઈચ્છા તમે ધરાવશો. તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. પ્રેમ પ્રવાસ મધુર પણ ટૂંકી આવરદાનો. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

મીન (દ,,,થ) - તમારૂં સ્વાસ્થ્ય આજે શ્રેષ્ઠ નહીં હોય. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારૂં બાળક જેવું તથા નિદોર્ષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. ટૅક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article