જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. તમે જેની સાથે રહો છો તેની સાથે સંઘર્ષમાં ન ઉતરી પડાય તેની તકેદારી રાખજો-કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો-તેનો ઉકેલ સલાહસંપથી લાવવો રહ્યો. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. તમારા કાર્ય અને પ્રાથમિકતાઓ પર ધ્યાન આપો. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે, તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ઘડો.

વૃષભ (બ,,ઉ) બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. નાના ભાઈ કે બહેન તમારી મદદ માગી શકે છે. આજે તમારા મધુર પ્રેમ જીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે. વરિષ્ઠપદે કામ કરતા લોકો તરફથી કેટલાક વિરોધ ઊભા થશે- આમ છતાં-તમારી માટે મગજ ઠંડુ રાખવું મહત્વનું સાબિત થશે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજે તમારા જીવનસાથી તમારી માટે કશુંક ખરેખર અદભુત ખરીદશે.

મિથુન (ક,,ઘ) રમતગમત તથા અન્ય આઉટડૉર પ્રવૃત્તિઓમાં ભાગ લેવાથી તમે તમારી ખોવાયેલી શક્તિ ભેગી કરવામાં તમને મદદ મળશે. આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે. પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂડમાં રાખશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. આજે તમને સમજાશે કે પ્રેમ બધી જ બાબતોને પાછળ મુકી શકે છે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે.

કર્ક (ડ,હ) સ્વાસ્થયને લગતી સમસ્યાઓ બેચેનીનું કારણ બની શકે છે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. રસોડા માટે જરૂરી ચીજની ખરીદી સાંજે તમને વ્યસ્ત રાખશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. નિર્ણય લેવાના તમારા માર્ગમાં ગવર્વને આવવા ન દેતા-તમારી હાથ નીચેના લોકોનું શું કહેવું છે તે સાંભળજો. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી સાથેનો લાગણીના બંધનને આજે અસર થઈ શકે છે.

સિંહ (મ,ટ) – કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર શુભાશિષ વર્ષાવશે તથા તેને કારણે માનસિક શાંતિ આવશે. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે. આજે તમારૂં પ્રેમ જીવન તમને આશીર્વાદ આપી રહ્યું છે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. આનંદ-પ્રમોદ તથા મનોરંજન માટે સારો દિવસ. જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે, પરિસ્થિતિ આસાધારણપણે તમારી તરફેણમાં આવતી હોવાનું જણાશે.

કન્યા (પ,,ણ) – તાણથી છુટકારો મેળવવા મગજને શાંત કર એવું સંગીત સાંભળજો. એક યા બીજી જગ્યાએથી તમને આર્થિક લાભ મળી રહેશે. તમારા મગજને સમસ્યાઓથી દૂર રાખો અને ઘરમાં તથા તમારા મિત્રો વચ્ચે તમારી સ્થિતિ સુધારવા પર ધ્યાન આપો. આજે તમે તમારા પ્રિયપાત્રની ખોટ ખૂબ જ સાલશે. મહિલા સહકર્મચારીઓનો સારો સહકાર મળશે તથા તમારા અધૂરાં કામ પૂરાં કરવામાં મદદ કરશે. ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે-તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો. આજનો દિવસ લગ્નજીવનમાં તમારી ધીરજની કસોટી લેશે. પરિસ્થિતિને અંકુશ હેઠળ રાખવા શાંત રહો.

તુલા (ર,ત) સ્વસ્થ રહેવા માટે તમારા ખોરાક પર અંકુશ રાખો તથા વ્યાયામ કરો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમે સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરશો તેનાથી મિજાજ અને યોજનાઓમાં પરિવર્તનનો પ્રભાવ વધશે. આજે કોઈની છેડતી કરશો નહીં. તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. બહુ સારૂં ન કહેવાય એવું વૈવાહિક જીવનને કારણે તમારા જીવનસાથી આજે તમારા પર વરસી પડે આવી શક્યતા છે.

વૃશ્વિક (ન,ય) તમારી ઘટેલી જીવનશક્તિ સિસ્ટમમાંના ધીમા ઝેરની જેમ કામ કરશે. તમારી જાતને કોઈક રચનાત્મક કામમાં વ્યસ્ત રાખવી તથા બીમારી સામે લડવા માટે પ્રેરણા આપવાનું ચાલુ રાખવું જોઈએ. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. મિત્રોનો સાથ રાહત આપશે. તમારી હિંમત પ્રેમ અપાવશે. તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યાવસાયિક શક્તિનો ઉપયોગ કરો. તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે. પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારૂં બધું કૌવત કામે લગાડો. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી આજે કેટલીક મસ્તી અને ધમાલ દ્વારા તમને તમારી કિશોરાવસ્થાની યાદ દેવડાવશે.

ધનુ (ભ,,,ઢ) – તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાનું છોડો. બીમારી સામે તે શક્તિશાળી શસ્ત્ર છે. તમારો યોગ્ય અભિગમ અયોગ્ય અભિગમને પરાસ્ત કરશે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે-અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. સાવધાનીપૂર્વક પગલાં લેવાનો દિવસ- આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય, ત્યાં સુધી તેમને રજૂ ન કરતા. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો સમય વ્યસ્ત રાખશે. તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે.

મકર (ખ,જ) – સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આસપાસ જ છે-આથી નિયમિત કસરતને તમારો નિત્યક્રમ બનાવો અને વિશ્વાસ રાખો કે ઈલાજ કરતાં નિવારણ જ શ્રેષ્ઠ છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. મિત્રો તથા પરિવારના સભ્યો તમને મદદ અને પ્રેમ પૂરો પાડશે. તમને આજે પ્રેમની સુંદર ચોકલેટના સ્વાદ માણવા મળશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

કુંભ (ગ,,,ષ) – તમારી નફરતને મારવા માટે સૌહાર્દપૂર્ણ સ્વભાવ કેળવો કેમ કે તે પ્રેમ કરતાં વધુ બળવાન છે અને તેની તમારા શરીર પર વ્યાપક અસર થાય છે. યાદ રાખો બૂરાઈનો વહેલો મોડો અંત થાય જ છે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. પૌત્ર-પૌત્રી તથા દોહિત્ર-દોહિત્રી અત્યંત આનંદનો સ્રોત બનશે. તમારા પ્રિયપાત્રનું. મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા.

મીન (દ,,,થ) - હતાશા અથવા તાણ તમારી માનસિક શાંતિમાં ભંગ પાડી શકે છે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. નવો પ્રણય સંબંધ બંધાવવાની પ્રબળ શક્યતા છે, પણ અંગત તથા ગોપનીય હોય એવી માહિતી છતી ન કરતા. કામના સ્થળે સિસ્ટમમાં ખામી સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે. એ તમારો ભ્રમ પણ હોઈ શકે છે, આથી એક્સપર્ટને બોલાવતા પહેલા પાવર સપ્લાય તથા કેટલીક મૂળભૂત બોબતોની ચકાસણી કરી લેજો. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. નજીકના ભૂતકાળમાં જે કંઈપણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article