જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરતા નહીં, કેમ કે આવું કરવાથી તમારી બીમારી વકરી શકે છે. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે. તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે. કળા તથા રંગભૂમિ સાથે સંકળાયેલા લોકોને રચનાત્મક રીતે તેમનું શ્રેષ્ઠ આપવા માટે આજે અનેક નવી તકો મળશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. તમારા લગ્નજીવનના આનંદ માટે આજે તમને એક અદભુત સરપ્રાઈઝ મળવાની શક્યતા છે

વૃષભ (બ,,ઉ) તંબાકુનો ઉપયોગ બંધ કરવાનો તમારી માટે આ યોગ્ય સમય છે નહીંતર આગળ જતાં તમારી માટે આ લતથીપીછો છોડાવવો તમારી માટે અત્યંત મુશ્કેલ થઈ પડશે અને તેનો ઉપયોગ ન માત્ર શરીરને હાનિ પહોંચાડશે બલ્કે મગજને પણ નુકસાન કરશે. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. તમે જો ઑફિસમાં વધારાનો સમય વિતાવશો તો તેની અસર તમારા ગૃહજીવન પર પડશે. તમારા કામમાં વાસ્તવવાદી રહેવાનો પ્રયાસ કરો. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથી આજે ખરેખર વિચિત્ર રીતે વર્તશે, જેનાથી તમને ઠેસ પહોંચશે.

મિથુન (ક,,ઘ) પોતાનાં સપનાં સાકાર કરવા તથા પોતાના ધ્યેયને પામવા માટે ઘર અને સ્વાસ્થ્ય પ્રત્યે ર્દુલક્ષ કરતા માણસ જેવું વર્તન ન કરતા. તમે કોની સાથે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તેની તકેદારી રાખજો. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂડ કદાચ વ્યગ્ર થઈ શકે છે. રચનાત્મક પ્રકારના કામો સાથે સંકળાઓ. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે

કર્ક (ડ,હ) ધ્યાન તથા યોગ આધ્યાત્મિક તથા શારીરિક લાભ માટે ઉપયોગમાં લઈ શકાય. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ. આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ. સફળતા ચોક્કસ જ તમારી છે- જો તમે મહત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો. આજે અનેક બાબતો ઊભી થશે-જેના પર તમારે તાત્કાલિક ધ્યાન આપવું પડશે. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે.

સિંહ (મ,ટ) – બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે. તેનાથી મુક્ત થવું જ સારૂં છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વકરાવી શકે છે. તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. ઘરમાં કોઈક સમારકામ અથવા સામાજિક મેળાવડો તમને વ્યસ્ત રાખે એવી શક્યતા છે. તમારા જીવનસાથી પ્રત્યે તમારૂં બેદરકારીભર્યું ધ્યાન ઘરમાં તાણભરી ક્ષણો લાવી શકે છે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ. બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે. સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે. તમારૂં લગ્નજીવન આજે મોકળાશની માગ કરે એવી શક્યતા છે.

કન્યા (પ,,ણ) – આજે તમારે બેસવાની અને આરામ કરવાની-તથા શોખમાં ઓતપ્રોત થવાની તથા તમને જે કરવું ગમે છે તે કરવાની જરૂર છે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો પરિવારના નિકટના સભ્યો તમારામાં ઈર્ષા તથા ચીડની લાગણી જન્માવશે- પણ તેમના પર ખફા થવાને બદલે તમે શું અનુભવી રહ્યા છો એ અંગે તેમની સાથે ચર્ચા કરો. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. કોઈ સંયુક્ત સાહસમાં પ્રવેશતા નહીં- કેમ કે ભાગીદારો તમારો ફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારા જીવનસાથી ખરેખર અદભુત હોય તો જીવન સુખદ અમુભૂતિ બની જાય છે. આજે તમને આ વાતનો અનુભવ થશે.

તુલા (ર,ત) ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. બાળકો સાથે તમારો કઠોર વ્યવહાર તેમને નારાજ કરશે.તમારે તમારી જાત પર કાબૂ રાખવાની તથા યાદ રાખવાની જરૂર છે કે આ બાબત તમારી વચ્ચે અંતરાયો જ ઊભા કરશે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. સહકર્મચારીઓ અને તમારા હાથ નીચે કામ કરતા લોકો ચિંતા તથા તાણની ક્ષણો ઊભી કરી શકે છે. તમારી તરફ મદદ માટે મીટ માંડનારાઓને તમે વચન આપશો. તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે, આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે.

વૃશ્વિક (ન,ય) શરાબનું વધુ પડતું સેવન તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનું ટાળો. વધારાનાં નાણાં રિયલ એસ્ટેટમાં રોકજો. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. તમારો કૉલ લંબાવીને તમે તમારા રૉમેન્ટિક ભાગીદારને ચીડવશો. સાતત્યપૂર્વક તમે કરેલી સખત મહેનત આજે તમને સારો ફાયદો આપશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

ધન (ભ,,,ઢ) – શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. આજે રૉમાન્સની આશા નથી. જરૂરિયાતના સમયે ઝડપથી કામ લેવાની તમારી ક્ષમતા માટે તમારી સરાહના થશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

મકર (ખ,જ) – તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. આજે તમે કેટલીક સમસ્યાઓનો સામનો કરશો- પણ વાસ્તવવાદી રહો તથા તમારી તરફ મદદનો હાથ લંબાવનારા'ઓ તરફથી ચમત્કારની અપેક્ષા રાખતા નહીં. તમારી ગર્લફ્રૅન્ડ સાથે બિભત્સ ન થતાં. કામના સ્થળે આજે તમને તમારી સબળ બાજુ તથા નબળાઈ જાણવા મળશે. આજનો દિવસ ખરેખર મુશ્કેલ છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

કુંભ (ગ,,,ષ) – તમારી માટે આધ્યાત્મિકતાની મદદ લેવા માટેનો સમય પાકી ગયો છો કેમ કે તમારી માનસિક તાણ પર સામો હુમલો કરવાનો એ શ્રેષ્ઠ વિકલ્પ છે. અચાનક તથા અણધાર્યો ખર્ચ તમારા પર આર્થિક દબાણ લાવી મુકશે. ઘરનું કામ થકાવનારૂં હશે તથા માનસિક તાણનું મોટું કારણ બનશે. તમે તમારા રૉમાન્સ સાથે બહુ ખરાબ રીતે ઘર્ષણમાં ઉતરશો અને આ બાબત તમને છિન્નભિન્ન કરી મુકશે. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. દિવસને શ્રેષ્ઠ બનાવવા તમે તમારા છૂપા ગુણોનો ઉપયોગ કરશો. આજે કામના સ્થળે તમને સોંપાયેલું કામ તમને કંટાળાજનક લાગશે, એવું કદાચ આળસને કારણે હોઈ શકે.

મીન (દ,,,થ) - રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. ઘરમાં કેટલાક ફેરફાર પ્રિયપાત્ર સાથે સમસ્યા તરફ દોરી જઈ શકે છે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે. તમે જો શૉપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

Latest Stories