જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. તમારા પ્રિય લોકો ખુશખુશાલ છે તથા તમારે તેમની સાથે સાંજ માટે કોઈક યોજના ઘડજો. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. મિત્રો તમારા પર વખણની વર્ષા કરશે કેમ કે તમે મુશ્કેલ કાર્ય પૂરૂં કરી શક્યા છો. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો.

વૃષભ (બ,,ઉ) તમારૂં સૌથી પ્રિય સપનું સાકાર થશે. પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો. આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતાં લાભદાયક પુરવાર થશે, પણ માતા-પિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે..

મિથુન (ક,,ઘ) તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રૉલ મૉડૅલ ગણે છે- વખાણ થાય એવા જ કાર્યો કરો- જે તમારી શાખમાં વધારો કરે. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. કારકિર્દીની સારી તક માટે કરાયેલી મુસાફરી હકારાત્મક પરિણામો લાવશે. તમારે તમારી સ્વસ્થતા જાળવવાની તથા તમારી જાતને ઈન્ટરવ્યુ દરમિયાન અભિવ્યક્ત કરવાની જરૂર છે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. તમારા લગ્નજીવનમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાય છે.તમારા જીવનસાથી સાથે એક અદભુત સાંનું આયોજન કરો.

કર્ક (ડ,હ) તમારી જાતને એક હદ કરતાં વધુ થકવશો નહીં અને યોગ્ય આરામ લેવાનું યાદ રાખજો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમારી મુલાકાતે આવેલા સંબંધીઓ તમે કલ્પના કરી છે એના કરતાં સારા નીકળી શકે છે. તમારૂં પ્રિયપાત્ર આજે મુશ્કેલ મૂડમાં હશે. તમારૂં કઠોર વર્તન ટાળો, કેમ કે આ બાબત તમારી સારી દોસ્તીને બરબાદ કરી શકે છે. તમારા ધ્યેયની દિશામાં શાંતિપૂર્વક કામ કરો અને તમે સફલતા સુધી ન પહોંચો ત્યાં સુધી તમારો હેતુ છતો ન કરો. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. તમારા જીવનસાથી સાથેની રોજબરોજની લડાઈ આજે મુશ્કેલ સ્તરે પહોંચશે.

સિંહ (મ,ટ) – તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. કમિશન,ડિવિડન્ડ અથવા રૉયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. તમારા પ્રેમી કે પ્રેમિકાની બિનજરૂરી માગ સામે ઝૂકતા નહીં. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા જીવનસાથી સાથેની રોજબરોજની લડાઈ આજે મુશ્કેલ સ્તરે પહોંચશે.

કન્યા (પ,,ણ) – એવો દિવસ જ્યારે આરામ મહત્વનો રહેશે- કેમ કે તમે હાલમાં જ ઘણા માનસિક પરિતાપનો સામનો કર્યો છે- આનંદ-પ્રમોદ અને મનોરંજન તમને હળવા થવામાં મદદ કરશે. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. તમારી જાતને લાડ લડાવવાનો દિવસ અને તમને જે સૌથી વધુ ગમે છે એ કાયર્ય કરવાનો દિવસ. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો રૉમેન્ટિક દિવસ બગાડી નાખશે. તમે છેલ્લા થોડા સમયથી વિચારી રહ્યા છો એ કારકિર્દીને લગતા મહત્વના નિર્ણયો લેવાનો સમય છે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે.

તુલા (ર,ત) ભૂતકાળના સાહસમાં સફળતા તમારા આત્મવિશ્વાસને વધારશે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. કામના સ્થળે તથા ઘરે દબાણ આજે તમને ગુસ્સાવાળા સ્વભાવના તથા બેચેન બનાવશે. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે. તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર અથવા તમને નુકસાન કરે એવી ખોટી માહિતી આપતી વ્યક્તિથી ચેતતા રહેજો. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય.

વૃશ્વિક (ન,ય) તમારે તમારી લાગણીઓ પર અંકુશ મુકવો પડશે તથા તમારા ભયથી બને એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે, કેમ કે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગમાં તે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. મિત્રો સાથે સાંજ અથવા શૉપિંગ આનંદદાયક તથા ઉત્સાહજનક રહેશે. હિંમત હારતા નહીં-નિષ્ફળતા કુદરતી બાબત છે અને આ જ જીવનની સુંદરતા છે. ભાગીદારીમાં નવું સાહસ શરૂ કરવા માટે સારો દિવસ. સૌને લાભ થવાની શક્યતા છે. પણ ભાગીદાર સાથે હાથ મેળવતા પૂર્વે વિચારજો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે

ધનુ (ભ,,,ઢ) – અણધાર્યો પ્રવાસ થકવી નાખનારો હોઈ શકે છે જે તમને અસ્તવ્યસ્ત કરી મુકશે. સ્નાયુઓને આરામ આપવા તમારા શરીરની તેલથી માલિશ કરો. તમારી જાતને મોટા ગ્રુપ સાથે સાંકળવાની પ્રવૃત્તિ ખૂબ જ મનોરંજક સાબિત થશે- પણ તમારો ખર્ચ ખાસ્સો વધી જશે. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. રૉમેન્ટિક આનંદમાં પરિવર્તનની શક્યતા જોવાય છે. આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કેટલીક વાર તમારે તમારા સંબંધને કડવાશથી બચાવવા શાંતિ રાખવાની જરૂર રહે છે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરી શકે છે.

મકર (ખ,જ) – તમારા પરિવાર માટે તમે તમારી ખુશીનું બલિદાન આપશો. પણ તમારૂં બલિદાન કોઈક હિત કે અપેક્ષાથી પર હોવું જોઈએ. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમને નીચા પાડવાની કોશિષ કરતા લોકો સાથે કામ લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે-આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. તમારા અદભુત જીવનસાથીની ઉષ્મા સાથે તમે આજે તમે રજવાડી અનુભવ કરશો.

કુંભ (ગ,,,ષ) – હવાઈ કિલ્લા રચવામાં તમારો સમય વેડફશો નહીં. એના કરતાં કશું અર્થપૂર્ણ કરવા માટે તમારી શક્તિ બચાવો. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. આજે કોઈક તમારા વખાણ કરશે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

મીન (દ,,,થ) - તમારી જાતને આજે તમે સામાન્યપણે તમે હો છો એના કરતાં ઓછા ઊર્જાવાન મહેસૂસ કરશો-વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા-થોડોક આરામ કરો તથા તમારી એપોઈન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો. તમે જો બધું જ બરાબર કરશો તો આજે તમે વધારાના નાણાં કમાઈ શકશો. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારી જીવનસંગીની તમારી નબળાઈઓને પણ પ્રેમ કરશે. આ બાબત તમને મદહોશ બનાવી દેશે.

Latest Stories