જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) આજે સ્વાસ્થ્ય બરાબર રહેશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે તમારા ભાઈને મદદ કરો.વિવાદને કારણ વગર વધારશો નહીં એના કરતાં શાંતિપૂર્વક તેને ઉકેલવાનો પ્રયાસ કરજો. તમારૂં પ્રિયપાત્ર તમારી પાસેથી ભેટ-સોગાદો ઉપરાંત તમારા સમયની પણ અપેક્ષા રાખશે. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

વૃષભ (બ,,ઉ) સ્વાસ્થયને લગતી સમસ્યાઓ બેચેનીનું કારણ બની શકે છે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમે ભાગ્યે જ મળતા હો એવા લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ. તમે તમારા રૉમાન્સ સાથે બહુ ખરાબ રીતે ઘર્ષણમાં ઉતરશો અને આ બાબત તમને છિન્નભિન્ન કરી મુકશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. લગ્નજીવન ક્યારેક મુશ્કેલીમાં મુકાઈ શકે છે, જો તમે ઘણા લાંબા સમય સુધી તમારા જીવનસાથીને કોઈ સરપ્રાઈઝ ન આપી હોય.

મિથુન (ક,,ઘ) આજે તમારો આત્મવિશ્વાસ વધશે તથા તમારૂં આગળ વધવું નિશ્ચિત છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શૅર કરવાની લાગણી છે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારી આસપાસના લોકો આજે એવું કંઈક કરશે, જેનાથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે.

કર્ક (ડ,હ) પરિવારના તબીબી ખર્ચમાં વધરાની શક્યતા નકારી શકાય નહીં. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. તમારી હાલત તથા તમારી જરૂરિયાત સમજતા હોય તેવા નિકટના મિત્રો સાથે બહાર જાવ. તમારે તમારા પરાજયોમાંથી પદાર્થપાઠ લેવો જોઈએ કેમ કે આજે પ્રેમનો એકરાર કદાચ નિષ્ફળ જઈ શકે છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથી આજે તમારી રોજબરોજની જરૂરિયાતો સંતોષવાનું બંધ કરી દેશે, જે આખરે તમારો મૂડ બગાડી મુકશે.

સિંહ (મ,ટ) – વાહન સંભાળીને ચલાવજો ખાસ કરીને ક્રૉસિંગ પર. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. ઑફિસના કામમાં તમારી વધારે પડતી વ્યસ્તતાને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. તમારા પ્રિયપાત્ર આજે રૉમેન્ટિક મૂડમાં રહેશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી પ્રેમ અને રોમાન્સના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે, જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઈન્ડનું બટન ન દબાવ્યું હોય.

કન્યા (પ,,ણ) – તમે પાછળ રહી જશો એવી શક્યતા છે. હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખત મહેનત કરો. આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાનાં સોપાન બનાવો. મુશ્કેલીના સમયમાં સંબંધીઓ તમારી વહારે આવશે. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. બહેનના લગ્નના સમાચાર તમને ખુશખુશાલ કરી મુકશે. બહેનથી દૂર થવાના વિચારમાત્રથી તમને દુઃખની લાગણી થવાની શક્યતા છે. તમારે ભવિષ્યની ચિંતા વિના વતર્તમાનને માણવાની જરૂર છે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રૂંધાતો લાગશે. તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે.

તુલા (ર,ત) આઉટડૉર રમતો તમને આકર્ષશે-ધ્યાન તથા યોગ લાભ લાવશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો એવો ખર્ચ કરવાના છો એવું જણાય છે, જો કે ખર્ચ કરવા છતાં તમે તેની સાથે અદભુત સમય માણશો.

વૃશ્વિક (ન,ય) તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

ધન (ભ,,,ઢ) – તમારી હતાશાની લાગણીને તમારા પર કાબૂ મેળવવા દેતા નહીં. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. પરિવારના સભ્ય ોતમારા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતા હશે. લાંબા સમયથી તમને ઝકડી રાખનારો એકાંતભર્યો તબક્કો પૂરો થાય છે-લાગે છે કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. માત્ર નાનકડા પ્રયાસને કારણે, આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે.

મકર (ખ,જ) – ખિન્ન તથા નિરાશ ન થાવ. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. અન્યોના કામમાં તમારી દખલઅંદાજી આજે ટાળવી જોઈએ. આજે તમે તમારા સ્વપ્નની સુંદરીને મળતા જ તમારી આંખો ખુશીથી ચમકી ઊઠશે તથા તમારા હૃદયની ગતિ તેજ થઈ જશે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. સ્ત્રીઓ ગુરૂ ગ્રહની છે અને પુરૂષો મંગળના. પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરૂ અને મંગળ એકમેકમાં ઓગળી જશે.

કુંભ (ગ,,,ષ) – કશુંક રસપ્રદ વાચી માનસિક વ્યાયામ કરો. આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રૉજેક્ટ્સને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. બાળકો સાથે મતભેદને કારણે બાલાચાલી થશે અને તેને કારણે હતાશા વધશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

મીન (દ,,,થ) - કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. આજે તમે નવા જોમ તથા ઉત્સાહ સાથે બહાર નીકળશો કેમ કે તમને તમારા પરિવારના સભ્યો તથા મિત્રો તરફથી સહકાર મળશે. તમારા પ્રિયપાત્રના સોશિયલ-મિડિયા પરના છેલ્લાં કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો, તમને એક સુંદર આશ્ચયર્ય મળશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. આજે તમને સવારે કંઈક એવું મળશે, જે તમારા આખા દિવસને અદભુત બનાવી મુકશે.

Latest Stories