જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) પાર્ટીમાં તમે લઘુતાગ્રંથિથી પીડાવ એવી શક્યતા છે. આમાંથી બહાર નીકળવા તમારી જાતને હકારાત્મક રીતે વિચાર કરવા પ્રેરો-અન્યથા તમે આત્મવિશ્વાસ જાળવી નહીં શકો. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવારના સભ્યો સાથે વિતાવવા માટે તમને ખાસ્સો સમય મળશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માણશો.

વૃષભ (બ,,ઉ) જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. ઘરે ઉત્સવ જેવો માહોલ તમારૂં ટૅન્શન ઘટાડશે. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. એવી શક્યતા પ્રબળ છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના પ્રેમનું કદાચ ધોવાણ થાય. મતભેદો દૂર કરવા માટે વાતચીત કરો અન્યથા પરિસ્થિતિ વણસી શકે છે.

મિથુન (ક,,ઘ) લાંબા ગાળાની માંદગીથી તમને મુક્તિ મળે એવી શક્યતા છે. તમારા વધારાનાં નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતરનું વચન આપે. બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. પ્રેમ હંમેશાં ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે. કામના સ્થળે ધિક્કારનારાઓ આજે તમને ખૂબ જ ગુસ્સો અપાવી શકે છે. પણ તેઓ તમને કોઈ નુકસાન પહોંચાડી શકે એમ નથી આથી ચિંતા કરવા જેવું નથી. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

કર્ક (ડ,હ) તમારૂં ઈર્ષાયુક્ત વર્તન તમને દુઃખી તથા નિરાશ કરી શકે છે. પણ એ પોતાની જાત પર જ કરેલી ઈજા જેવું છે આથી તેના વિશે વિલાપ કરવા જેવો નથી. અન્યોની ખુશીઓમાં સહભાગી થવા તમારી જાતને પ્રેરો અને આમાંથી બહાર આવો. પૈસા કમાવવાની નવી તકો લાભદાયી હશે. પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ. પરિવારમાંના બંને જણ તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ. હકારાત્મક રીતે સંવાદ સાધી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ. તમારા પ્રેમી કે પ્રેમિકાને ન ગમતા હોય તેવા કપડાં પહેરવાનું ટાળો કેમ કે એનાથી તેમની લાગણી દુભાઈ શકે છે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. અણધાર્યા મહેમાનના આગમનથી તમારી યોજનાઓ પર પાણી ફરી વળી શકે છે, પણ તેનાથી તમારો દિવસ સુધરી જશે.

સિંહ (મ,ટ) – તંમારી સમસ્યાઓ આજે માનસિક ખુશીને હણી શકે છે. લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે. તમારા બાળકોની ચિંતાઓમાં સહકાર આપવો મહત્વનો છે. તમારા પ્રિયપાત્રની ગેરહાજરી તમારા દિલને ભીનું કરી શકે છે. આજે કામના સ્થળે તમે કશુંક ખરેખર અદભુત કરશો. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. આજે કામના સ્થળે તમને સોંપાયેલું કામ તમને કંટાળાજનક લાગશે, એવું કદાચ આળસને કારણે હોઈ શકે.

કન્યા (પ,,ણ) – અન્યો વિરૂદ્ધ વેરઝેરની ભાવના પોષવાથી તમને માનસિક તાણ મળશે. તમારે આવા વિચારો ટાળવા જોઈએ કેમ કે તેઓ જીવન બગાડનારા તથા તમારી ક્ષમતાનો નાશ કરનારા હોય છે. ખર્ચ કરવા માટે સામેથી તૈયારી દાખવતા નહીં, અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચશો. સામાજિક કાર્યક્રમોમાં હાજર રહેવાની તકો મળવાની શક્યતા છે-જે તમને વગદાર લોકોના નિકટ સંપર્કમાં લાવી શકે છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. તમે ઊર્જાવાન મહેસૂસ કરશો, જે તમારે વ્યાવસાયિક પ્રયાસો તરફ લગાડવી જોઈએ. આજે ઓવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો-પણ માત્ર પ્રશંસાને પાત્ર ઠરે એની જ ચીજો કરજો. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો

તુલા (ર,ત) તમારૂં માનસિક સ્વાસ્થ્ય જાળવો-આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વશરત છે. મગજએ તમારા જીવનનું પ્રવેશદ્વાર છે કેમ કે સારૂં-ખરાબ બધું જ તેના વાટે તમારા મગજમાં પ્રવેશે છે. તે જીવનની સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે છે તથા વ્યક્તિના જીવનમાં જરૂરી એવો પ્રકાશ રેલાવે છે. શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાવ તેની તકેદારી રાખજો. કોઈ બહારની વ્યક્તિની બિનજરૂરી દખલને કારણે તમારા જીવનસાથી સાથેના સંબંધો વણસી શકે છે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો છે તથા તમારો વિકાસ સ્પષ્ટ છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન-મરતબો અપાવશે. આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે. સારૂં ભોજન, સુગંધ,ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સમય વિતાવશો.

વૃશ્વિક (ન,ય) રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. ઘરમાં કોઈક વિધી કરાવશો. રૉમાન્સની શક્યતા છે પણ શારીરિક લાગણીઓ જાગી શકે છે અને તેને કારણે તમારો સંબંધ બગડવાની શક્યતા છે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

ધન (ભ,,,ઢ) – તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકુલન સાધવામાં તમને સરળતા પડશે. સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે-આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો. સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે. રૉમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે. આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જ તમે કામના સ્થળે સારૂં કરી રહ્યા છો. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. આજે તમારા જીવનસાથી સાથે તમને તમારા જીવનની શ્રેષ્ઠ સાંજ ગાળવા મળશે.

મકર (ખ,જ) – તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સાચી સમજ છે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમારામાંના કેટલાક દાગીના અથવા હૉમ એપ્લાયન્સીસની ખરીદી કરશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી સામે બિનજરૂરી માગણીઓ મુકવા ન દેતા. નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદ્દલ તેમના સહ-કર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે. પત્રવ્યવહાર તકેદારીપૂર્વક કરવાની જરૂર. તમારા જીવનસાથી સાથેનો લાગણીના બંધનને આજે અસર થઈ શકે છે.

કુંભ (ગ,,,ષ) – તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો-તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે-તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો. જૂની શિલ્પકૃતિઓ તથા ઘરેણાંમાં રોકાણ લાભ તથા સમૃદ્ધિ લાવશે. તમારા નવા પ્રૉજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપાત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે, જે સરવાળે તમને હતાશ કરી મુકશે.

મીન (દ,,,થ) - વધુ પડતો શ્રમ લેવાનું ટાળો કેમ કે એ તમને તાણ અને થાક તરફ દોરી જશે. તમારી બચતને તમે રૂઢિગત રોકાણમાં મુકશો તો નાણાં મેળવશો. તમારૂં ખુશમિજાજ વર્તન પારિવારિક જીવનને પ્રબુદ્ધ બનાવશે. આવું ઈમાનદાર સ્મિત ધરાવનારનો સામનો બહુ ઓછા લોકો કરી શકે છે. કોઈક ખાસ વ્યક્તિનું ધ્યાન તમે તમારી તરફ ખેંચી શકશો-જો તમે તમારા ગ્રુપ સાથે રહેશો તો. અનોય તમારે વધારો પડતો સમય માગશે-તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. વિવાદો અથવા ઑફિસમાંનું રાજકારણ, તમે આજે દરેક બાબત પર તમારૂં વર્ચસ્વ ધરાવશો.

Latest Stories