જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. તમારી અપેક્ષા કરતાં મિત્રો વધુ સહકાર આપશે. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. આજે તમારા કામની સરાહના થશે. સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહેશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ફરીથી પ્રેમમાં પડશો કેમ કે તે આ માટે યોગ્ય છે.

વૃષભ (બ,,ઉ) તમારી આસપાસનો લોકોનો સહકાર મળવાથઈ તમે ખુશ થશો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે. કામના સ્થળે, તમે સારૂં પરિવર્તન અનુભવશો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. શક્યતા છે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો તણાવ અનેક ગણો વધશે અને એ બાબત લાંબા ગાળે તમારા સંબંધો માટે સારી નહીં હોય..

મિથુન (ક,,ઘ) વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ઊંડું ખોદકામ કરો-આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારી મદદની જરૂર હોય એવા મિત્રની મુલાકાત લેજો. મિત્રતા ગાઢ બનતા તેનું રૂપાંતર પ્રેમમાં થશે. કામના સ્થળે જે વ્યક્તિ તમારી સાથે તમારો સુમેળ સૌથી ઓછો હતો તેની સાથે આજે તમે સારી વાતચીત કરશો. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

કર્ક (ડ,હ) મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્‍યથિત થશો.પણ મગજ શાંત રાખવાની કોશિષ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો- પણ પ્રકલ્પના લાભ-હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો. મિત્રો તમને સહકાર આપનારા જણાશે-પણ તમે જે બોલો છો તે અંગે તકેદારી રાખજો. આજે તમે તમારા પ્રિયપાત્ર સામ તમારી લાગણીઓ વ્યક્ત નહીં કરી શકો. તમારા બૉસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથીની તબિયતને કારણે તમે આજે તાણ હેઠળ રહો એવી શક્યતા છે.

સિંહ (મ,ટ) – બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. પત્ની સાથે ઝઘડો માનસિત તાણ ભણી દોરી જઈ શકે છે. બિનજરૂરી તાણ લેવાની જરૂર નથી. આપણે જે બાબતને બદલી નથી શકવાના તેને તે જેમ છે તેમ જ સ્વીકારવી એ જ જીવનની મહાન બાબત છે. આજે રૉમેન્ટિક લાગણીનો એવો જ બદલો મળશે. વ્યાપારને લગતા મહત્વના નિર્ણયો લેતી વખતે અન્યોના દબાણ હેઠળ ન આવતા. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

કન્યા (પ,,ણ) – બોલતા પહેલા બે વાર વિચાર કરો. જાણતા જ પ્રગટ થયેલા તમારા મંતવ્યો કોઈકની લાગણી દુભાવી શકે છે. આર્થિક બાબતોમાં સુધારો ચોક્કસ થશે. મિત્રો અને અપિચિતોથી એકસરખા ચેતતા રહેજો. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારી આંતરિક ક્ષમતા કામના સ્થળે તમારો દિવસ અદભુત બનાવવામાં તમારી મદદ કરશે. તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો. સામસામી દલીલો,એકમેકને ચિત્રવિચિત્ર નામથી બોલાવવા, મતભેદ આ બધું આજના પરિણીત દંપત્તિઓની સમસ્યા છે.તમે પણ આજે તેના શિકાર બની શકો છો.

તુલા (ર,ત) આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમને તમારા જીવનસાથી સાથેના લાગણીના બંધન વિશે આજે શંકા થશે, જે ખૂબ જ ખોટું નિરીક્ષણ હશે.

વૃશ્વિક (ન,ય) આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો-પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. પ્રિયપાત્ર સાથે ઝઘડો કરાવે એવા મુદ્દાઓ ટાળવા તમારી માટે શ્રેષ્ઠ રહેશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. કામના સ્થળે જો તમે વધુ પડતા ઉતાવળા કે ઉત્સાહી બનશો તો ગુસ્સાનું વર્ચસ્વ વધશે-કોઈપણ નિણર્ણય લેતા પહેલા અન્યોની જરૂરિયાતોને સમજવાનો પ્રયાસ કરો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. તમને તમારા જીવનસાથી સાથેના લાગણીના બંધન વિશે આજે શંકા થશે, જે ખૂબ જ ખોટું નિરીક્ષણ હશે.

ધન (ભ,,,ઢ) – કોઈ પણ ભોગે તમારા મગજ પરનો અંકુશ ખોતા નહીં કેમ કે તેનાથી પરિવારમાં કાયમી વૈમનસ્ય સર્જાઈ શકે છે. તમે જો પ્રયત્ન કરશો તો, તમે શાંતિ તથા સૌહાર્દ જાળવી શકશો. વિભાજીત ઘરના સભ્યો ક્યારેય સાથે ઊભા રહી શકે નહીં. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. મિત્રોનો સાથ રાહત આપશે. તમારા પ્રિયપાત્ર સાથે સમજદારી. કોઈપણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

મકર (ખ,જ) – એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો. તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. સંબંધીઓને મળવા જવા નાનકડી મુસાફરી તમારા રોજિંદા ભાગદોડભર્યા સમયપત્રકમાંથી તમને રાહત તથા હળવાશ આપશે. પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વૅકેશન માણી રહેલાઓ માટે આ સમયગાળો ખાસ્સો યાદગાર બની રહેશે. તમે જે કંઈ કરશો તેમાં તમે શ્રેષ્ઠ હશો-તમે કેટલા સક્ષમ છો એ દેખાડીને તમારી યોગ્યતા તમારી આસપાસના લોકો વચ્ચે સાબિત કરો. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદભુત કરશે, જે તમારી માટે ખરેખર અવિસ્મરણીય બની રહેશે.

કુંભ (ગ,,,ષ) – સુસુપ્ત પડી રહેલી સમસ્યાઓ માથું ઊંચકશે અને પોતાની સાથે માનસિક તાણ લાવશે. આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે. તમને તમારા પરિવારની કેટલી પરવા છે તે તેમને સમજાય તે માટે તેમને શાબ્દિક તથા મૌન સંદેશ આપતા રહો. ખુશીને બમણી કરવા માટે તેમની સાથે ગુણવત્તાભર્યો સમય વિતાવો. તમે તમારા ભાગીદાર પર પૂરતું ધ્યાન નહીં આપો તો તે તમારાથી નારાજ થઈ જશે. આજે પ્રેમના અતિઆનંદમાં તમારાં સપનાં અને વાસ્તવિકતા એકમેકમાં ભળી જશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. કોઈ અન્ય વ્યક્તિની અવળી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે, પણ તમારો પ્રેમ અને સહાનુભુતિ બધું જ બરાબર કરી નુકશે.

મીન (દ,,,થ) - લાંબા ગાળાથી તમને પજવતી બીમારીને અવગણવી ન જોઈએ કેમ કે તેનાથી મોટી સમસ્યા સર્જાઈ શકે છે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. તમારા ઘરમાં સૌહાર્દતા લાવવા માટે સહકારપૂર્વક કામ કરો. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. આજે તમારા અને તમારા જીવનસાથી વચ્ચેનો ઝઘડો અટકી શકે છે કેમ કે કોઈ સુંદર યાદ તેમાં નિમિત્ત બનશે. આથી, ભારે હોલાચાલી થાય ત્યારે જૂના યાદગાર દિવસોની યાદ તાજી કરવાનું ચૂકતા નહીં.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article