જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) – ફિટનેસ તથા વૅટ લૉસ પ્રૉગામ્સ તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. આજે તમારે અન્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવાની જરૂર પડશે પણ બાળકો સાથે થોડા વધુ ઉદાર થવું તમને મુશ્કેલી તરફ લઈ જશે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. અણધાર્યા સ્થળેથી તમને મહત્વનું આમંત્રણ મળશે. લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એટલું જ નથી. તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વીતાવવો પણ જરૂરી છે.

વૃષભ (બ,,ઉ) બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે. દોડધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડીનરનું આયોજન કરો. તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. બાળકો તથા પરિવાર પર આજે તમારૂં ધ્યન કેન્દ્રિત રહેશે. સાવધાન રહેજો કેમ કે આજે પ્રેમમાં પડવું એ તમારી માટે અપવિત્ર બાબત બની શકે છે. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. કરિયાણાની ખરીદીને લઈને તમે તમારા જીવનસાથી પર આજે નારાજ થશો..

મિથુન (ક,,ઘ) તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવો જોઈએ. આજે ફક્ત બેઠા રહેવા કરતાં-કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઓ-જે તમારી આવકની ક્ષમતાને વધારશે. લોકો તથા તેમના આશય વિશે ઝડપી અભિપ્રાય બાંધશો નહીં- તેઓ તાણ હેઠળ હોઈ શકે અને શક્ય છે કે તેમને તમારી સહાનુભૂતિ તથા સમજની જરૂર હોય. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. સાવચેતીભર્યાં પગલાંનો દિવસ-જ્યારે તમને મગજ કરતાં દિલની વધુ જરૂર પડશે. આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદભુત સાંજ માણશો.

કર્ક (ડ,હ) વધુ પડતો શ્રમ લેવાનું ટાળો કેમ કે એ તમને તાણ અને થાક તરફ દોરી જશે. બૅન્કને લગતા કાર્યો ખૂબ જ તકેદારીપૂર્વક પાર પાડવાની જરૂર પડશે. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે રૉમાન્સને આજે ઓછું મહત્વ મળશે. સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદભુત દિવસ. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવન વિશે કડવાશ મહેસૂસ કરશે, તેની તરફ સંવંદનશીલ બનાવાનો પ્રયાસ કરજો.

સિંહ (મ,ટ) – જૂના મિત્ર સાથે પુર્નમિલન તમારા ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે. રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો. ખુશખુશાલ-ઊર્જાસભર-પ્રેમાળ મૂડમાં-તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે. આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો, તમારૂં પ્રિયપાત્ર તમારી માટે દેવદૂત બની જશે. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. લગ્ન પછી પ્રેમ મુશ્કેલ જણાય છે, પણ એ આજે આખો દિવસ તમારી માટે શક્ય બનશે.

કન્યા (પ,,ણ) –ઈર્ષાળુ વ્યક્તિથી આજનો દિવસ દૂર રહો, કેમ કે તે તમને ટૅન્શન આપી શકે છે. સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે. સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતાં અનેકગણી સારી સાબિત થશે. આજે તમારા પ્રિયપાત્રનો મૂડ બદલાતા રૉમાન્સમાં ઓટ આવશે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં.

તુલા (ર,ત) સંતપુરૂષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. પારિવારિક મોરચે કેટલીક સમસ્યાઓ પરિવારની શાંતિ તથા સ્વસ્થ વાતાવરણને ખોરવી નાખશે. કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે

વૃશ્વિક (ન,ય) - ખાતી-પીતી વખતે ચેતતા રહેજો. બેદરકારી તમને બીમાર પાડી શકે છે. તમારા ખર્ચમાં અણધાર્યો વધારો તમારી માનસિક શાંતિમા ખલેલ પહોંચાડશે. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારૂં પુરવાર થશે. સૅક્સ અપીલ વાંછિત ફળ આપશે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

ધન (ભ,,,ઢ) – તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો મિત્રો સાથેની પ્રવૃત્તિઓ માણવાલાયક હશે- પણ સામે ચાલીને ખર્ચ કરવાની તૈયારી દેખાડતા નહીં-અન્યથા તમે ઘરે ખાલી ખિસ્સે પહોંચો એવી શક્યતા છે. તમારૂં પ્રિયપાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે-તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. ઘણા લાંબા સમય બાદ, તમને તમારા જીવનસાથી સાથે વિતાવવા સારો એવો સમય મળશે.

મકર (ખ,જ) – તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. લાયક ઉમેદવારો માટે વૈવાહિક જોડાણની શક્યતા. આજે પ્રેમમાં તમારે ભાગ્યવંત દિવસ છે. તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારૂં પ્રિયપાત્ર તમને સરપ્રાઈઝ આપશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મુકશે.

કુંભ (ગ,,,ષ) – ગર્ભવતી મહિલાઓ માટે બહુ સારો દિવસ નથી. ચાલતી વખતે તમારે વધારે સાવચેતી રાખવી જોઈએ. બહાર કોઈ ચીજ ખરીદવા દોડવાને બદલે તમારી પાસે જે હો તેનો ઉપયોગ પહેલા કરો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. તમારા સ્મિતોનો કોઈ જ અર્થ નથી-હાસ્યનો કોઈ અવાજ નથી-હૃદય પણ થડકો ચૂકી ગયું છે કેમ કે તમે કોઈકનો સાથ મિસ કરી રહ્યા છો. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે, પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો.

મીન (દ,,,થ) - તમે શું ખાવ છો તેની તકેદારી રાખો. રસ્તા પરનું ખાણું ખાવાનું ટાળો. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે..

Latest Stories