જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) ઑફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. તમને કોઈક સારા સમચાર મળશે જે તમને જ નહીં પણ તમારા પરિવારના સભ્યોને પણ ખુશખુશાલ કરી મુકશે. ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે. કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો. તમારા વાણી અને વર્તન અંગે દરકાર રાખો કેમ કે તમે કશુંક ભ્રામક કરશો તો સત્તામાંના લોકો એ અંગે બહુ સમજદારી નહીં દાખવે. આલિંગનના સ્વાસ્થ્યને લગતા લાભો વિશે તમે જાણતા જ હશો. તમને આજે સારા એવા પ્રમાણમાં તે મળશે.

વૃષભ (બ,,ઉ) ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

મિથુન (ક,,ઘ) તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો. તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારૂં એવું ધન કમાઈ શકશો. બાળકો તેમની સિદ્ધિ દ્વ્રારા તમને ગર્વની અનુભૂતિ કરાવશે. સઘન પ્રયત્નો કરો તમે ચોક્કસ જ નસીબવાન પુરવાર થશો કેમ કે આજનો દિવસ તમારો છે. તમને લાભ થવાની શક્યતા છે- જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. આજે તમારા માતા-પિતા તમારા જીવનસાથીને કોઈક ખરેખર અદભુત આશીર્વાદ આપશે, જે આગળ જતાં તમારા લગ્નજીવનને નીખારશે.

કર્ક (ડ,હ) પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે.પણ હિંમત હારતા નહીં. ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. પારિવારિક મોરચે સ્વસ્થતા જણાય છે અને તમારી યોજનાઓમાં તેમના સંપૂર્ણ સહકારની અપેક્ષા રાખી શકો છો. તમારૂં ધૂંધળું જીવન તમારા જીવનસાથીને ટૅન્શન આપશે. તમારા ટીમની સૌથી કંટાળાજનક વ્યક્તિ આજે એકાએક બુદ્ધિશાળી બની જશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. તમારા જીવનસાથીને કારણે તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે

સિંહ (મ,ટ) – લાગણીની દૃષ્ટિએ આજનો દિવસ ખાસ સારો નહીં હોય. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. કામના સ્થળે તથા ઘરે દબાણ આજે તમને ગુસ્સાવાળા સ્વભાવના તથા બેચેન બનાવશે. તમારા પ્રેમને કોઈ મહામૂલી જણસની જેમ તાજો રાખો. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદભુત ક્યારેય નહોતા

કન્યા (પ,,ણ) – બાળકોની સંગતમાં આશ્વાસન પ્રાપ્ત થશે. માત્ર તમારા પરિવારના જ નહીં પણ અન્યોના સંતાનોમાંની રોગનિવારક શક્તિ તમને આશ્વાસન આપી શકે છે તથા તમારી બેચેનીને શાંત કરી શકે છે. મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે. મહેમાનોની સંગત માણવા માટે અદભુત દિવસ. તમારા સગાં-સંબંધીઓ સાથે કોઈક ખાસ યોજના ઘડો. તેઓ પણ આ બાબતને ચોક્કસ જ બિરદાવશે. તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રૉમાન્સ પર અસર પડશે. અન્ય દેશોમાં વ્યાવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

તુલા (ર,ત) બહાર જવું-પાર્ટીઓ તથા જલસાઘર તમને આજે આનંદિત મિજાજમાં રાખશે. ખર્ચ વધશે પણ આવકમાં થતો વધારો તમારા ખર્ચને પહોંચી વળશે. કેટલાક લોકો તમારા મગજ પર સવાર થઈ શકે છે એમની બસ અવગણના જ કરો. પ્રેમમાં કોઈને સફળ થવાની કલ્પના કરવામાં મદદ કરજો. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે. આજે તમને અનુભૂતિ થશ કે તમારી જીવનસંગિની માટે તમારૂં મહત્વ કેટલું છે.

વૃશ્વિક (ન,ય) આજે તમારા સ્વાસ્થ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. તમારી આસપાસના લોકો તમારું મનોબળ તથા જુસ્સો વધારશે. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. દૂરના કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર આખા પરિવાર માટે ખુશીની ક્ષણો લાવશે. રૉમાન્સ, બહાર જવું તથા પાર્ટીઓ ઉત્સાહજનક પુરવાર થઈ શકે છે પણ આ બાબતો થકવનારી પણ છે. તમને જો એમ લાગતું હોય કે મહત્વના કામ તમે અન્યોની મદદ વિના પણ પાર પાડી શકો છો તમારી મોટી ગેરસમજ થાય છે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજનો દિવસ તમારી ધીરજની કસોટી કરે એવી શક્યતા છે, કામના સ્થળે આજે ધીરજ ખોતા નહીં.

ધન (ભ,,,ઢ) – માનસિક સ્પષ્ટતા જાળવવા માટે કોઈપણ પ્રકારની મૂંઝવણ અને હતાશા ટાળો. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. તમારી પત્ની પરનો કામનો બોજ ઘટાડવા ઘરના કામકાજમાં તેની મદદ કરજો. આ બાબત શૅરિંગ તથા આનંદની લાગણીને પ્રોત્સાહિત કરશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્ર તરફથી ભેટ-સોગાદ મળશે. કોઈ બાબત કે ઘટના બને તેની રાહ ન જોતા-બહાર નીકળો અને નવી તકોને શોધો. સંવાદ સાધવાની તમારી રીત તથા કામ કરવાનું કૌશલ્ય પ્રભાવિત કરનારા રહેશે. તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખરેખર ખાસ કરશે.

મકર (ખ,જ) – સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ બેચેની લાવી શકે છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. સંબંધીઓ-મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે. આજે આંધળો પ્રેમ પ્રાપ્ત કરવાનું તમે શક્યા કરી દેખાડશો. આજે તમારો મિજાજ આખો દિવસ ખરાબ રહેશે, જેની અસર તમારા કામની ગુણવત્તા પર પડી શકે છે. મજા માટેની ટ્રીપ સંતોષકારક રહેશે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

કુંભ (ગ,,,ષ) – તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. મિજાજ જવો-એ બાબત ટાળી શકાય એવી નથી-પણ જેઓ તમને પ્રેમ કર છે અને જેમને તમારી દરકાર છે તેમને તમારાથી દુઃખ ન પહોંચે તે માટે તમારી જીભને વશમાં રાખો. આજે તમારો પ્રણય સાથૂી તમને કશું ક અતિ સુંદર કરીને આશ્ચર્યચકિત કરી મુકશે. કામના સ્થળે તાણ આજે તમારા પર ભારે પડી શકે છે. થોડા અજાણ બનવાની કોશિશ કરો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથીએ આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું છે..

મીન (દ,,,થ) - વણજોઈતા વિચારો તમારા મગજમાં સ્થાન જમાવશે. તમારી જાતને શારરિક વ્યાયામમાં વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરજો કારણ કે ખાલી મગજ એ શેતાનનું કારખાનું છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. તમારા સંતાનો માટે યોજનાઓ ઘડવા માટે અદભુત દિવસ. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. તમારા બૉસ અથવા વરિષ્ઠોને તમારા ઘરે આમંત્રવા માટે સારો દિવસ નથી. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે આ તમારો અદભુત દિવસ બની રહેશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article