જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) સારી તબિયત તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમારા પર કુટેવોની અસર છોડી શકતા લોકોથી દૂર રહો. પ્રિયપાત્ર સાથે બહાર જવાનો પ્રૉગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે. મુશ્કેલ જણાતા મુદ્દાઓમાંથી સુપેરે બહાર પડવા તમારે તમારા સંપર્કોનો ઉપયોગ કરવાની જરૂર છે. આધ્યાત્મિક ગુરૂ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે. સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે, પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો..

વૃષભ (બ,,ઉ) તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે. દૂરનાં કોઈ સગાં તરફથી અણધાર્યા સમાચાર તમારો દિવસ ઝળહળતો કરી મુકશે. તમારૂં પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે, દરેક ક્ષણને માણો. કામના સ્થળે અને ઘરે દબાણ તમને ગુસ્સાવાળા સ્વભાવના બનાવશે. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે. આજે તમારા જીવનસાથી તમને એવી અનુભૂતિ કરાવશે જાણે કે તમારા જેવા તમે માત્ર એક છો.

મિથુન (ક,,ઘ) મુશ્કેલીમાં હોય એવી કોઈ વ્યક્તિની મદદ કરવા તમારી ઊર્જાનો ઉપયોગ કરો. યાદ રાખો- આ નાશવંત શરીરનો શો ઉપયોગ જો તેનો તે અન્યોના ભલા માટે ન વાપરીએ. ઉતાવળા નિર્ણય લેતા નહીં- ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો. પત્ની સાથે ખરીદી અત્યંત માણવાલાયક હશે. આ બાબત તમારી વચ્ચેની સમજણને પણ વધારશે. તમારા પ્રેમ જીવનની બાબતમાં આજનો દિવસ અકલ્પ્ય છે. બસ પ્રેમ કરતા રહો. નોકરી બદલવાથી મદદ મળશે. તમે તમારી વતર્તમાન નોકરી છોડી તમને વધુ માફક આવે એવા માર્કેટિંગ જેવા નવા ક્ષેત્રમાં આગળ વધશો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમે અને જીવનસાથી કોઈક નાના મુદ્દા પર ઝઘડશો પણ લાંબા ગાળે આ બાબત તમારા લગ્નજીવનને નુકસાન કરશે. અન્યો જે કંઈ કહે છે અથવા સૂચવે છે તેના પર વિશ્વાસ ન રાખવા જેટલી તકેદારી રાખજો.

કર્ક (ડ,હ) બેચેનીને કારણે તમારી માનસિક શાંતિમાં ખલેલ પહોંચશે. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. જીવનસાથી તથા સંતાનો વધારાનો પ્રેમ અને સાર-સંભાળ આપશે. તમારા પ્રિયપાત્રના મિજાજમાં અણધાર્યા તાનપલટા આજે વધશે. સહકર્મચારીઓ સાથે કામ પાર પાડતી વખતે કુનેહની જરૂર પડશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનસાથી તમને આજે કંઈક એવું જણાવશે જે તમે જાણવા માગતા નથી.

સિંહ (મ,ટ) – તમે નવરાશની લહેજત માણવાના છો. આગળ જતાં જેનું મૂલ્ય વધવાનું છે એવી ચીજ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ. તમે ધાર્મિક સ્થળ અથવા કોઈક સબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે. તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે ? તમારૂં જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે. કામના સ્થળે તમારી માટે નવી સમસ્યાઓ ઊભી થશે- ખાસ કરીને જો તમે પરિસ્થિતિ સાથે મુત્સદીપણાથી કામ નહીં લો તો. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. આંખો બધું જ કહે છે, અને તમે આજે તમારા જીવનસાથી સાથે આંખોમાં આંખો પરોવી લાગણીસભર વાતચીત કરવાના છો.

કન્યા (પ,,ણ) – જીવનસાથીની તબિયત વિશે યોગ્ય દરકાર તથા ધ્યાન આપવું પડશે. તમારૂં સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે. તમારી પાસેના ફાજલ સમયનો લાભ તમારા પરિવારના સભ્યોની મદદ કરવા માટે લો. એકતરફી આકર્ષણ તમારી ખુશીઓને બરબાદ કરશે. મહત્વના પ્રૉજેક્ટ સમય પર પૂરાં કરી તમે મહત્વના લાભ મેળવશો. જ્યાં સુધી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવાની ઈચ્છા છે ત્યાં સુધી કશું જ અશક્ય નથી. આસપાસની બધી જ બાબતો કામના સ્થળે તમને પડકારવાના મૂડમાં જાય છે, દૃઢતા જાળવી રાખજો.

તુલા (ર,ત) પ્રશંસા કરીને તમને અન્યોની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે. તમારા મૂડીરોકાણ તથા ભાવિ ધ્યેયો વિશે ગુપ્તતા જાળવો. તમારા બેદરકાર વર્તનને કારણે ઘરમાં તમારે ટીકાનો સામનો કરવો પડે એવી શક્યતા વધારે છે. ચમારી પરિસ્થિતિ વિશે તમારા સાથીદારને સમજાવવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે. આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે. પ્રેમના અતિઆનંદને માણો. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યક્તા છે.

વૃશ્વિક (ન,ય) તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાવ તો નિરાશ ન થતા. જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે. તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. તમારા પરિવારના સભ્યો કહે ચે એ દરેક બાબત સાતે તમે કદાચ સહમત નહીં થાવ-પણ તમારે તમના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે. તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી-કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે-જો-કોઈ-વિચિત્ર કારણસર-સમસ્યા સર્જાઈ-તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે.

ધન (ભ,,,ઢ) – તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ લાવવો રહ્યો. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. આજે તમારે તમારા દૈનિક સમયપત્રકમાંથી બ્રૅક લઈ તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. રૉમાન્સ માટે સારો દિવસ. સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો- ઑફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટૅન્શન તમારા મગજને ઘેરો ઘાલશે. તમારો સ્પર્ધાત્મક સ્વભાવ તમે જે પણ સ્પર્ધામાં ભાગ લેશો તેમાં તમને જીતવામાં મદદરૂપ થશે. લગ્નજીવનના અતિ આનંદને માણવાની આજે તમને અનેક તક મળશે.

મકર (ખ,જ) – બિનજવાહદાર મંતવ્યા દ્વારા તમે તમારા પરિવારના સભ્યોની ભાવનાને ઠેસ પહોંચાડી શકો છો. શક્ય હોય તો તમારો મત વ્યક્ત કરતા પહેલા બે વાર વિચારજો કેમ કે તમારા શબ્દો તમારી વિરૂદ્ધ જઈ શકે છે અને પરિવારની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચાડી શકે છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. સાંજે મિત્રો સાથે બહાર જાવ-કેમ કે તે તમારી માટે કશુંક સારૂં કરશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. નવા વિચારો ઉત્પાદક હશે. તમારૂં ચુંબકીય-બર્હિમુખી વ્યક્તિત્વ દિલો પર રાજ કરશે. સ્પર્શ, ચુંબન, આલિંગનનું લગ્નજીવનમાં આગવું મહત્વ હોય છે. આજે તમે તેનો અનુભવ કરવાના છો.

કુંભ (ગ,,,ષ) – વ્યસ્ત સમયપત્રક છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ તમારા જીવનને હળવાશથી લેતા નહીં, જીવનની દરકાર જ સત્ય હકીકત છે એ બાબત અનુભવજો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. તમારે તમારો ફાજલ સ્ય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ-આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતાં કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો. પ્રેમમાં આજે તમારી વિવેકાધીન બુધ્ધિનો ઉપયોગ કરો. વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે અને તમે સાથે મળીને અધૂરાં કાર્યો પૂરાં કરશો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

Latest Stories