જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. તમારા વધુ પડતા ઉદાર સ્વભાવનો સંબંધીઓ ગેરફાયદો ઉપાડવાનો પ્રયાસ કરશે. તમારી જાત પર અંકુશ રાખો અન્યથા તમે છેતરાઈ શકો છો. તમારે એ સમજવું જોઈએ કે એક હદ સુધીની ઉદારતા ારી છે પણ જો તે એક હદ વટાવે તો તેનાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. આજે તમે ડૅટ પર જવાના હો તો,વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. ખોટો સંવાદ આજે સમસ્યા સર્જી શકે છે, પણ તમે બેસીને વાત દ્વારા તેને ઉકેલી શકો છો.

વૃષભ (બ,,ઉ) કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. તમારા નિર્ણયોમાં માતા-પિતાની મદદ તમને ખૂબ કામમાં આવશે. પ્રિયપાત્ર વિના સમય પસાર કરવામાં મુશ્કેલીસર્જાશે. વ્યપાર માટે હાથ ધરવામાં આવેલી મુસાફરી લાંબા ગાળે લાભદાયક પુરવાર થશે. દિવસ દરમિયાન તમારી તમારા જીવનસાતી સાથે બોલાચાલી થવાની શક્યતા છે, પણ રાતનું ભોજન કરતી વખતે તમે તે ઉકેલી લેશો.

મિથુન (ક,,ઘ) કોઈક બિનજરૂરી બાબતને લઈને દલીલબાજી કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. હંમેશાં તમારી જાતને યાદ દેવડાવો કે દલીલબાજીથી કશું મળતું નથી પણ તમે કશુંક ચોક્કસ જ ગુમાવો છો. વધુ પડતો ખર્ચ કરાવાનું ટાળો તથા શંકાસ્પદ આર્થિક સ્કીમ્સથી દૂર રહો. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજે તમને તમારી જીવનસંગિની સાથે વીતાવવા માટે પૂરતો સંમય મળશે, પણ સ્વાસ્થ્ય પર અસર પડી શકે છે.

કર્ક (ડ,હ) કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તમારા માતા-પિતાની તબિયત ચિંતા તથા બેચેની જન્માવશે. તમારા કામમાં વાસ્તવવાદી રહેવાનો પ્રયાસ કરો. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે. તમારા જીવનસાથી સાથે ભારે તકરાર બાદ તમને તમારૂં માથું પછાડવાનું મન થશે. તમે જો થોડું ધ્યાન ધરી શકો તો એ તમારી માટે બહુ જ સારૂં રહેશે.

સિંહ (મ,ટ) – શારીરિક માંદગીમાંથી સાજા થવાની શક્યતા છે, જે તમને રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવામાં મદદરૂપ થશે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. સંબંધીઓ તથા મિત્રો તરફથી અણધારી ભેટ અને સોગાદો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. પરિણીત દંપત્તિ હંમેશાં સાથે રહે થે, પણ એ દર વખતે રોમેન્ટિક હોતું નથી. આથી આજનો દિવસ ખૂબ જ રોમેન્ટિક બની રહેવાનો છે.

કન્યા (પ,,ણ) – સ્વાસ્થ્યને દરકારની જરૂર પડશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. તમારા માતા-પિતાને ખુશ કરવામાં તમને મુશ્કેલી પડશે. હકારાત્મક પરિણામ આપવા માટે સમજવાનો પ્રયાસ કરો તથા પરિસ્થિતિને તેમના દૃષ્ટિકોણથી જોવાની કોશિષ કરો. તેઓ તમારી માવજત, પ્રેમ અને સમયને લાયક છે. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં, જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય. લગ્નની બાબતમાં તમારૂં જીવન આજે ખરેખર અદભુત જણાય છે.

તુલા (ર,ત) સ્વાસ્થ્ય સારૂં રહેશે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવનારી પુરવાર થશે. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. પારિવારિક સમસ્યાઓને ઉચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. વધુ મોડું કર્યા વિના તમારે એ વિશે ચર્ચા કરવી જોઈએ કેમ કે એકવાર આ બાબત ઉકેલાઈ જશે પછી-ઘરના મોરચે જીવન એકદમ સરળ થઈ જશ અને તમે તેમના પર અસર પાડવામાં સફળ થશો. રૉમેન્ટિક પગલાં કામ નહીં આવે. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમારી જીવનસંગિનીને નિયમિત ધોરણે સરપ્રાઈઝ આપો, અન્યથા તેને લાગશે કે તમારા જીવનમાં તેનું કોઈ મહત્વ જ નથી.

વૃશ્વિક (ન,ય) તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. તમે રૉમેન્ટિક વિચારો તથા ભૂતકાળના સપનાંમાં જ ગળાડૂબ રહેશો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજનો દિવસ તમારા પરિણીત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે. પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે.

ધન (ભ,,,ઢ) – અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આજે તમે તમારા જીવનસાથી સાથે ઊંડી ભાવનાઓ ધરાવતી વાતચીત કરશો એવી શક્યતા છે.

મકર (ખ,જ) – તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. તમારો ખર્ચ તમારા બજેટની બહાર જતો રહેશે જેને કારણે તમારા કેટલાક ચાલી રહેલા પ્રૉજેક્ટ્સ અણધારી રીતે થંભી જશે. દિવસના ઉત્તરાર્ધમાં તમને આરામ કરવાનું અને પરિવારના સભ્યો સાથે સમય વિતાવવાનું ગમશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. આજે તમારૂં લગ્નજીવન સુંદર વળાંક લેશે.

કુંભ (ગ,,,ષ) – તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે- નાણાં રોકવાની વાત આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે. આજે કોઈની છેડતી કરશો નહીં. અન્યોના ગળે તમારી વાત ઉતારવાની તમારી આવડત ઊંચા લાભ અપાવશે. તમે તમારી હતાશાને કારણે આજે કદાચ તમારા જીવનસાથી સાથે ઝઘડશો, જો કે એની પાછળ ખરેખર કોઈ કારણ નહીં હોય.

મીન (દ,,,થ) - તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત પુરવાર થશે-પણ આર્થિક રીતે વળતર આપશે. આજે દરેક જણ તમારી મિત્રતા ઝંખે છે-અને તમે પણ તેમની ઈચ્છા પૂરી કરવાના મૂડમાં છો. તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે. તમારાં જમા પાસાં તથા ભાવિ યોજનાઓનું પુનરાવલોકન કરવાનો સમય. તમારા જીવનસાથીના કારણે તમને આજે નુકસાન થઈ શકે છે.

Latest Stories