જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો-લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે- તેમને અવગણો અને તેની અસર તમારા મગજ પર થવા ન દો. કેટલીક ગેરસમજને કારણે તમારા પ્રેમી-પ્રેમિકા સાથેનો તમારો મુશ્કેલીમાં આવી શકે છે.તમારે યાદ રાખવું જોઈએ કે પ્રેમ એ ગંભીર બાબત છે આથી તેને હળવાશથી ન લો. કામના સ્થળે સિસ્ટમમાં ખામી સર્જાવાની શક્યતા ઊભી થઈ શકે છે. એ તમારો ભ્રમ પણ હોઈ શકે છે, આથી એક્સપર્ટને બોલાવતા પહેલા પાવર સપ્લાય તથા કેટલીક મૂળભૂત બોબતોની ચકાસણી કરી લેજો. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. મુશ્કેલીઓ જીવનનો હિસ્સો છે, આજે તમારૂં લગ્નજીવન તેનો શિકાર બની શકે છે.

વૃષભ (બ,,ઉ) તમારો જીદ્દી અભિગમ તમારા ખુશખુશાલ જીવન માટે ત્યજી દો, કેમ કે આ બાબત સમયનો નર્યો વેડફાટ છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. બાળકો શાળાને લગતા પ્રૉજેક્ટ્સ વિશે સલાહ માગી શકે છે. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. અદ્યતન ટેક્નોલૉજી તથા હુન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા-ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાવ. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. તમને કદાચ એવું લાગશે કે તમારા સહકર્મચારીઓ તમને ખાસ ટેકો આપી રહ્યા નથી, પમ આજે તમે ધીરજ ખોતા નહીં.

મિથુન (ક,,ઘ) શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારા ભાગે માતા-પિતાની તબિયત પ્રત્યે બેદરકારી ભયંકર પુરવાર થશે તથા તેમની બીમારી પણ લંબાશે. તુરંત આરામ માટે ફિઝિશિયનની સલાહ લો. આજે તમારા પ્રિયપાત્રનો મૂડ બદલાતા રૉમાન્સમાં ઓટ આવશે. આજે તમારૂં વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે-પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતાં. દૂરના સ્થળોથી મોડી સાંજે સારા સમાચાર મળવાની વધુ શક્યતા છે. તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શાંતિ અને ખુશીને હચમચાવી નાખશે..

કર્ક (ડ,હ) તમારા ઉત્સાહને વધારવા માટે તમારા મગજમાં ઉજ્જવળ તથા ગરિમાયુક્ત ચિત્ર ઊભું કરો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે. આજે તમારા હૃદયના ધબકારા તમારા પ્રિયપાત્રવા લય સાથે તાલ મેળવશે અને પ્રેમનું સંગીત રેલાવશે. આજે તમારો બૉસ ખૂહ જ ખરાબ મિજાજ સાથે ઑફિસમાં આવે એવી શક્યતા છે, જેની સાથે પનારો પાડવો તમારી માટે મુશ્કેલ બની શકે છે. તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે. લગ્ન એક આશીર્વાદ છે અને આજે તમને એનો અનુભવ થવાનો છે.

સિંહ (મ,ટ) – માનસિક શાંતિ માટે તમારી જાતને કોઈ દાન કે સખાવતી પ્રવૃત્તિમાં સાંકળો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. ફૅશન તમારા જીવનમાં ભવ્ય લય છે અને સમર્પણનું મૂલ્ય તથા દિલમાં પ્રેમ અને કૃતજ્ઞતાપૂર્વક સીધા ચાલવાની કળા શીખો. આ બાબત તમારૂં પારિવારિક જીવન વધુ અર્થપૂર્ણ બનાવશે. આજે રૉમાન્‍સ માટે ગૂંચવણભર્યું જીવન છોડો. ઑફિસમાં વિડિયો ગૅમ રમવી તમને આજે મોંઘી પડે એવી શક્યતા છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તમારા જીવનસાથી તમારી વફાદારી પર શંકા કરશે, પણ દિવસના અંતે તેને આ વાત સમજાશે અને તે તમને આલિંગન આપશે.

કન્યા (પ,,ણ) – આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ,લાલચ, જોડાણ,અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. તમારો પ્રેમ સંબંધ જાદુઈ થઈ રહ્યો છે, બસ તેની અનુભૂતિને માણો. તમે જે કામ પાછળ ઘણા વખતથી દોડી રહ્યા હતા, એ કામ કરવાની તક આજે તમને મળવાની શક્યતા છે. અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે. તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારેય નહોતું.

તુલા (ર,ત) તમારૂં ખરાબ વર્તન તમારી પત્નીનો મૂડ ખરાબ કરી મુકશે. તમારે એ સમજવું જોઈએ કે કોઈકનું અપમાન તથા કોઈકને હળવાશથી લેવાનો અભિગમ સંબંધને ખૂબ જ મુશ્કેલીમાં મુકી દે છે. તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમે જો તમારા કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. લાગે છે કે તમારા જીવનસાથી આજે ખરાબ મૂડમાં છે.

વૃશ્વિક (ન,ય) શારીરિક તથા માનસિક રીતે તમે તમારી જાતને આજે થાકેલા મહેસૂસ કરશો-થોડો આરમ તથા પોષચ આહાર તમારી ઉર્જાનું સ્તર ઉપર લાવવામાં ખૂબ જ મદદ કરશે. જે બાબત ખાસ હશે એવી કોઈપણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે. ઘરના મોરચે તમારૂં જીવન શાંત અને ગમે તેવું રહેશે. તમારૂં કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે-કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોંમાં રાહત, આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે. કામના સ્થળે આજનો દિવસ તમારો હોય એવું જણાય છે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. આજે તમે તમારા જીવનસાથી સાથે તમારી કિશોરાવસ્થામાં જશો અને એ નિર્દોષ મસ્તીને યાદ કરશો તથા તેને ફરી માણશો...

ધન (ભ,,,ઢ) – કામના સ્થળે વરિષ્ઠો તરફથી દબાણ તથા ઘરે વિસંવાદિતા તાણને આમંત્રણ આપી શકે છે-જે કામમાં તમારા ધ્યાનમાં ખલેલ પહોંચાડી શકે છે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

મકર (ખ,જ) – તમારે તમારી હોશિયારીની કુનેહ તથા મુત્સદ્દીપણાનો ઉપયોગ તમારા મગજને પજવી રહેલી સમસ્યાઓ ઉકેલવા માટે કરવાની જરૂર છે. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. પાડોશી સાથેનો ઝઘડો તમારો મૂડ બગાડી નાખશે. પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં ઘી ઉમેરશે. તમે સહકાર ન આપો તો કોઈ તમારી સાથે ઝઘડી જ શકે નહીં. તમારા પ્રેમની બિનજરૂરી માગણીઓ સામે ઝૂકતા નહીં. આજે તમને છૂપો શત્રુ મળશે તેને તમને ખોટા પાડવાનું ગમશે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યક્તા છે.

કુંભ (ગ,,,ષ) – તમારો વિપુલ આત્મવિશ્વાસ તથા કામનું સરળ સમયપત્રક તમને આજે હળવા થવાનો પૂરતો સમય આપશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. તમારા પ્રિયપાત્ર-જીવનસાથી તરફથી આવનારો ફોન કૉલ તમારો દિવસ બનાવશે. તમારી યોજનાઓને વળગી રહેવા તમારા ભાગીદારોને સમજાવવામાં તમને મુશ્કેલી પડશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. લગ્નજીવનને સારૂં બનાવવાના તમારા પ્રયાસોઆજે તમારી અપેક્ષા કરતાં સારાં પરિણામ દેખાડશે.

મીન (દ,,,થ) - આજે ધાર્મિક તથા આધ્યત્મિક બાબતોમાં રસ લેવા માટે પણ સારો દિવસ છે. રોકાણ કરવા માટે તથા સટ્ટામાં પડવા માટે દિવસ સારો નથી. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય વધુ ધ્યાન તથા દરકાર માગશે. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. તમારામાં નેતૃત્વના ગુણો તથા લોકોની જરૂરિયાતો અંગે સંવેદનશીલતા છે- તમે ખરેખર જે છો તેના પર ભાર મુકી તમારી જાતને અભિવ્યક્ત કરશો તો તમારી તરફેણમાં વિજય લાવવામાં તમને મોટા પાયે સફળતા મળશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ, તેઓ ખોટું બોલે છે. કેમ કે આજે તમને સમજાશે કે ખરો પ્રેમ એટલે શું.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article