જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

New Update
જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat

મેષ (અ,લ,ઇ) અણધાર્યો પ્રવાસ થકવનારો હોઈ શકે છે. તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો, એ વિચારો તમને આર્થિક લાભ આપવશે. દિવસના ઉત્તરાર્ધ માટે કશુંક ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો. પ્રેમ એ ઈશ્વરની પૂજા સમાન છે, તે ખૂબ ધાર્મિક તથા આધ્યાત્મિક બાબત પણ છે. આજે તમને એ બાબત સમજાશે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે.

વૃષભ (,,) ધીરજ રાખો કેમ કે તમારા સતત પ્રયાસો વિવેકબુદ્ધિ તથા સમજદારી તમને સફળતાની ગેરેન્ટી આપે છે. આર્થિક બાબતોને લગતી અસ્થિરતા તમારા મગજ પર તાણ નિર્માણ કરશે. તમને જાણવા મળશે કે મિત્રો તથા સંબંધીઓ તમારી જરૂરિયાતો સમજી રહ્યા નથી-તમારા ઈમાનદાર પ્રયાસો તમારી જાતમાં કેટલાક ફેરફાર કરવા તરફ હોવા જોઈએ નહીં કે લોકો તમારી માટે બદલાય એ તરફ. પ્રિયપાત્ર સાથે કૅન્ડલ લાઈટમાં ભોજન શૅર કરશો. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમને અત્યંત ખુશ કરવા તમારા જીવનસાથી આજે ઘણી જહેમત ઉઠાવશે.

મિથુન (,,) તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે. માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે. સંબંધીઓ તમારી તરફ મદદનો હાથ લંબાવવા ઈચ્છુક હશે. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ તાણભર્યો રહેશે અને ગંભીર ખેંચતાણ પણ થશે જે ટકવી જોઈએ તેના કરતાં લાંબા સમય સુધી ટકશે..

કર્ક (,) કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોંશિયારી વર્ષાવી છે-આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો. ઘરની જવાબદારીઓમાંથી છટકવું તથા નાણાં માટે કકળાટની અસક વૈવાહિક જીવન પર પડશે. રસ્તા પર બેફામ વાહન ચલાવવું તથા જોખમ લેવાનું ટાળવું. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો.

સિંહ (,) – તમારી બીમારી અંગે ચર્ચા કરવાનું ટાળો. બીમારી તરફથી તમારૂં ધ્યાન અન્યત્ર દોરવા તમારી જાતને કોઈક કામમાં પરોવો કેમ કે તમારી બીમારી વિશે તમે જેટલી વધારે વાતો કરશો એટલી જ તે વધુ વકરશે. દિવસના ઉત્તરાર્ધમાં આર્થિક સ્થિતિ સુધરશે. કોઈક નવા-સવા પરિચયમાં આવેલા સાથે તમારી અંગત બાબતો શૅર કરતા નહીં. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે.

કન્યા (,,) – તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. મિત્રો તથા સંબંધીઓ તમારા તરફથી વધુ ધ્યાનની અપેક્ષા રાખશે, પણ બહારના વિશ્વ તરફ દરવાજા બંધ કરી તમારી જાતને રાજવી રીતે ટ્રીટ કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. એકતરફી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે. ઘરમાં વિધી-હવન-મંગળ સંસ્કાર કરાવશો. તમારા જીવનાસાથીને આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્વ નહીં હોવાનું લાગશે, અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે.

તુલા (,) કામના સ્થળે ટૅન્શન તમને બીમાર કરી શકે છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. સદાય વાંક કાઢતા રહેવાનો તમારો સ્વભાવ તમારા બાળકનું વર્તન બગાડી શકે છે. તમારી જાતને કાબૂમાં લઈ બાળકને બચાવવું એ સમયની માગ છે. જો તમે આજે આજે પ્રેમ કરવાની તક નહીં ગુમાવો તો, આ દિવસ તમે તમારા આખા આયુષ્યમાં નહીં ભૂલી શકો. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. આજે તમારા જીવનસાથી સાથેની તમારી શારીરિક નિકટતા તેની શ્રેષ્ઠતાએ હશે.

વૃશ્વિક (,) સંતપુરૂષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે ઉજવણીના મૂડમાં હશો તથા પરિવારના સભ્યો તથા મિત્રો પાછળ નાણાં ખર્ચવા તમને ગમશે. પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે.

ધન (,,,) – તમારી ધીરજ ખોતા નહીં ખાસ કરીને મુશ્કેલીના સમયમાં. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારૂં મોહિત કરનારો સ્વભાવ તથા ખુશનુમા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં તથા તથા સંપર્કો વધુ ગાઢ બનાવવામાં તમારી મદદ કરશે. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. તમારા દેખાવ અને વ્યક્તિત્વને નીખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબનું પરિણામ આપશે. તમારા વરિષ્ઠો આજે તમારી સાથે વધુ પડતું સખત વલણ અપનાવી રહ્યાનું તમને લાગશે કેમ કે તમે તમારા ફોર્મમાં નથી.

મકર (,) – મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્‍યથિત થશો.પણ મગજ શાંત રાખવાની કોશિષ કરજો. આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યથા ટાળવાનો પ્રયાસ કરો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. ઘરને લગતી કેટલીક બાબતો તમારા મગજમાં ઘુમરાઈ રહી છે અને અસરકારક રીતે કામ કરવાની તમારી ક્ષમતાને નુકસાન પહોંચાડી રહી છે. કોઈક અયોગ્ય બાબત સાથે તમારી જાતને આજે સાંકળશો નહીં કેમ કે તેનાથી તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. મુશ્કેલીઓ જીવનનો હિસ્સો છે, આજે તમારૂં લગ્નજીવન તેનો શિકાર બની શકે છે.

કુંભ (,,,) – તમારા નકારાત્મક વિચારો માનસિક બીમારીનું સ્વરૂપ લઈ લે તે પૂર્વે જ તમારે તેમનો નાશ કરવો જોઈએ. તમને સંપૂર્ણ માનસિક સંતોષ આપે એવી કોઈક પ્રવૃત્તિ સાથે સંકળાઈને તમે તેમનાથી મુક્તિ પામી શકો છો. નાણાપ્રવાહમાં વધારો મહત્વની ચીજોની ખરીદી તમારી માટે આસાન બનાવશે. આજે તમે શું કરશો અથવા શું નહીં કરો તે અંગેનો નિર્ણય તમારા પરિવારજનોને લેવા ન દો. કામનું દબા તમારા મગજને ઘેરી વળશે છતાં તમારૂં પ્રિયપાત્ર તમને અમર્યાદ રૉમેન્ટિક આનંદ આપશે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે. આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે.

મીન (,,,) - તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમને મુશ્કેલી પડતી હોય તેવું લાગશે-કેમ કે તમારી તબિયત આજે બરાબર નથી. લાંબા-ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો. ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરાં કરવા માટે અનુકૂળ દિવસ. પ્રેમ એ ઈન્દ્રિઓની મર્યાદા બહારની બાબત છે, પણ આજે તમારી ઈન્દ્રિઓ પ્રેમના અતિઆનંદની અનુભૂતિ કરશે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે દુનિયા પ્રલયને કારણે કદાચ નાશ પણ પમશે, પણ તમે તમારા જીવનસાથીના આલિંગનમાંથી બહાર નહીં આવો..

Latest Stories