જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

મેષ (અ,લ,ઇ) – તમારી જાતને બિનજરૂરીપણે ઉતારી પાડવી એ બાબત ઉત્સાહ ઘટાડી શકે છે. સટ્ટા અથવા અણધાર્યા લાભ દ્વારા તમારી આર્થિક હાલત સુધરશે. મિત્રો તમારો દિવસ ઝળહળતો કરી મુકશે કેમ કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે. પ્રેમની લાગણી નીચી રહેવાની શક્યતા છે. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. આજે તમારા જીવનસાથી તમને તમારા વિશે અથવા તમારા લગ્નજીવન વિશે બધી જ ખરાબ વાતો કહેશે.

વૃષભ (બ,વ,ઉ) કામનું દોડધામભર્યું સમયપત્રક તમને ગુસ્સાવાળા સ્વભાવના કરી શકે છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. તમારૂં જિદ્દી વલણ ઘરના લોકોને તથા તમારા નિકટના મિત્રોને આહત કરશે. તમારા પ્રિયપાત્રના વર્તન અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારા ગુસ્સા પર કાબૂ રાખો અને એવું કંઈપણ બિનજવાબદાર કરવાનું ટાળો જેનો પસ્તાવો તમને પછીથી તમારી આખી જિંદગી દરમિયાન થાય. તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે. આજે તમારી તરફ આવતા દરકે સૂચનો અને ટીકાઓનો તમે સ્વીકાર કરશો, જે પરિણામે તો તમારા મિજાજને બગાડી મુકશે..

મિથુન (ક,છ,ઘ) – તમારો માયાળુ સ્વભાવ આજે અનેક ખુશીભરી ક્ષણો લાવશે. તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો-જે તમને આર્થિક લાભ પણ અપાવશે. તમારૂં વ્યગ્ર વર્તન તમારા ભાઈનો મૂડ બગાડી શકે છે. પ્રેમનું બંધન જાળવી રાખવા તમારે એકમેક માટે માન તથા વિશ્વાસ વિકસાવવાની જરૂર છે. વધુ પડતી સંવેદનશીલતા તમારો દિવસ બગાડી શકે છે-ખાસ કરીને તમે જ્યારે એ જાણશો કે તમારૂં પ્રિયપાત્ર અન્ય સાથે વધુ પડતી મિત્રતા રાખે છે. આઉટસ્ટૅશન પ્રવાસ આરામદાયક નહીં હોય-પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે. જો તમે મગજ શાંત નહીં રાખો તો, આજે તમે તમારા લગ્નજીવનમાં ખરેખર કશુંક ખોટું કરી નાખશો.

કર્ક (ડ,હ) – જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. પારિવારિક મેળાવડામાં તમે કેન્દ્રસ્થાને રહેશો. પ્રેમનું સંગીત એને જ સંભળાય છે જેઓ તેમાં સતત ખોવાયેલા રહે છે. આજે તમને આ સંગીત સાંભળવા મળશે, જે તમને વિશ્વના તમામ ગીતો ભુલાવી દેશે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા લગ્નજીવનમાં અનેક ચડાવ-ઉતાર બાદ, આજે એ સોનેરી દિવસ આવ્યો છે જ્યારે તમે એકબીજા માટેના પ્રેમને માણશો.

સિંહ (મ,ટ) – ભોજનનો સ્વાદ જેમ તેમાંના નમકને આભારી છે-એમ કેટલીક તકલીફો પણ જરૂરી છે, તો જ ખુશીનું ખરૂં મૂલ્ય સમજાશે. બિનજરૂરૂ નુકસાન ટાળવા મૂડીરોકાણને લગતા તમામ નિર્ણયો સાવચેતીપૂર્વક તથા યોગ્ય સલાહ સાથે લેવા. તમારા માતા-પિતા સાથે તમારી ખુશી વહેંચો. તેમની એકલાપણા તથા હતાશાની લાગણીને ઙૂંસી નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે. એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શો છે. પ્રેમમાં સંતાપ સહન કરવો પડે એવી શક્યતા નકારી શકાય નહીં. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમે પરિવારના સભ્યો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો, પણ દિવસના અંતે તમારા જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે.

કન્યા (પ,ઠ,ણ) – તમારી માટે એ સમજી લેવાનો સમય આવી ગયો છે કે માનસિક શત્રુઓ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે આથી મગજમાં કોઈ બિનજરૂરી વિચારોને પ્રવેશવા ન દો. આજે તમારી સામે અનેક આર્થિક યોજનાએ રજૂ કરવામાં આવશે-કોઈપણ નિર્ણય લેતા પહેલા તમામ સારાં નરસાં પાસાંને તકેદારીપૂર્વક ચકાસજો. પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે. તમારા પ્રિયપાત્ર સાથે કૅન્ડીફ્લૉસ તથા ટૉફી શૅર કરશો એવી શક્યતા જોવાય છે. આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે.

તુલા (ર,ત) ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.તેને દબાવવાથી શારીરિક સમસ્યા વધશે. શારીરિક પ્રવૃત્તિ દ્વારા તેનાથી છૂટકારો મેળવો. હેચેન કરનારી પરિસ્થિતિને છોડી દેવી જ બહેતર છે. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. મહત્વનાં લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો. બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મુકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે.

વૃશ્વિક (ન,ય) - લાગણીની દૃષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો-આથી અન્યોની સામે તમે કઈ રીતે વર્તો છો તથા શું બોલો છો તે અંગે સાવચેત રહેજો. સમજદારીપૂર્વક રોકાણ કરો. તમારી વધારાની ઊર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામો લાવશે તથા ઘરના મોરચે રહેલું ટૅન્શન હળવું કરશે. તમે લોકપ્રિય હશો તથા સામી જાતિની વ્યક્તિને આસાનીથી તમારી તરફ આકર્ષી લેશો. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે. તમારો કોઈક જૂનો મિત્ર કદાચ આવશે અને તમારા જીવનસાથી સાથેની જૂની યાદગાર ક્ષણો વિશે તમને યાદ કરાવશે.

ધન (ભ,ફ,ધ,ઢ) – પારિવારિક સમસ્યાઓ તમારી પત્ની સાથે શૅર કરજો. એકમેક સાથે થોડોક સમય વિતાવજો જેથી તમે શોધી શકો અને તમારી જાતને ફરી ફરી યાદ દેવડાવી શકો કે તમે પ્રેમાળ દંપત્તિ છો. તમારા સંતાનો પણ ઘરમાં ખુશી, શાંતિ તથા સંવાદિતાના સ્પંદનો ઝીલી શકશે. આ બાબત તમને એકબીજા સાથેના વર્તનમાં સારી એવી સ્વયંસ્ફૂતર્તા અને આઝાદી આપશે. રિયલ એસ્ટેટમાં રોકાણ લલચાવનારૂં હશે. બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે. તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે. તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર ટીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો. તમારા જીવનસાથીની તબિયતમાં બગાડને કારણે તમારૂં કેટલુંક કામ ખોરંભે ચડી શકે છે.

મકર (ખ,જ) – વધુ પડતું ભોજન લેવાનું ટાળો અને તમારા વજન પર નજર રાખો. આજે વધુ એક ઉચ્ચ-ઊર્જાયુક્ત દિવસ છે તથા અણધાર્યા લાભની શક્યતા છે. તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શૅર કરતા પહેલા વિચારજો. શક્ય હોય તો. એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે. પ્રેમમાં તમે નિરાશ થયા હશો પણ નાસીપાસ થશે નહીં કેમ કે પ્રેમીઓ ખૂબ જ અધીરા હોય છે. તમારા છૂપા શત્રુઓ તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે ઉત્કંઠ હશે. તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વીતાવશો

કુંભ (ગ,શ,સ,ષ) – જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્ભેળ ખુશી તથા મોજમજા. ખાસ લાભદાયક દિવસ જણાતો નથી-આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ઘડાટો. તમારો જિદ્દી સ્વભાવ તમારા માતા-પિતાની શાંતિને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમની સલાહ પર ધ્યાન આપવાની જરૂર છે. બધાને આહત કરવા કરતાં કહ્યાગરા બનવું સારૂં. આજે તમે કુદરતી સૌદર્ય દ્વારા અંજાઈ જાવ એવી શક્યતા છે. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો.

મીન (દ,ઝ,ચ,થ) - કોઈક સંતપુરુષનાં આશિષતમને માનસિક શાંતિ આપશે. ગ્રુપમાં સંકળાવું મનોરંજક છતાં ખર્ચાળ સાબિત થશે-ખાસ કરીને જો તમે અન્યો પર ખર્ચ કરવાનું બંધ નહીં કરો. પારિવારિક મોરચો ખુશખુશાલ તથા સરળ નથી લાગતો. તમારૂં પ્રેમ જીવન આયુષ્યભરના બંધનમાં પરિણમશે અને લગ્નનો પ્રસ્તાવ મળશે. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે, અને તમને એ બાબત આજે સમજાશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article