જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
New Update

મેષ (અ,લ,ઇ) – તમારા સ્વાસ્થ્ય માટે લાંબી વૉક પર જાવ. આર્થિક બાબતો માટે વધુ પડતી સાવચેતી તથા સંભાળ આજના દિવસનો મંત્ર છે. તમે ખરીદી કરવા બહાર નીકળો એવી શક્યતા છે-પણ તમે જો મહત્વની ન હોય એવી વસ્તુઓ પાછળ ખર્ચ કરશો તો તમે તમારા સાથીનો મૂડ ગંભીરપણે બગાડી મુકશો. મતભેદોને કારણે અંગત સંબંધો તૂટી શકે છે. તમારી ચીજો પ્રત્યે બેદરકાર રહેશો તો તે ખોવાઈ શકે છે અથવા ચોરી થઈ શકે છે. તમારા જીવનસાથીની તબિયતમાં થોડો બગાડ થઈ શકે છે.

વૃષભ (બ,વ,ઉ) તમારો શંકાશીલ સ્વભાવ તમને કદાચ પરાજયનો ચહેરો દેખાડી શકે છે. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો. તમારા પ્રિયપાત્રનું વિચિત્ર વર્તન તમારો મૂડ બગાડી મૂકશે. તમારો અભિપ્રાય પૂછાય ત્યારે શરમાતા નહીં-કેમ કે તમારા અભિપ્રાય માટે તમારા ખાસ્સા વખાણ થવાના છે. કોઈ સંબંધી,મિત્ર અથવા પાડોશી આજે તમારા લગ્નજીવનમાં તણાવ પેદા કરી શકે છે.

મિથુન (ક,છ,ઘ) – તમારૂં સંતાન પરિક્ષામાં સારો દેખાવ ન કરી શકે તો તેને ઉતારી પાડતા નહીં. એના કરતાં આગળની પરિક્ષામાં સારો દેખાવ કરવા માટે તમારે તેનો ઉત્સાહ વધારવો જોઈએ. તમારે એ યાદ રાખવું જોઈએ કે બધા એકસમાન હોતા નથી. આજે જેની અપેક્ષા હતી તેવા આર્થિક લાભ મળવામાં વિલંબ થશે. તમને જે સમયે તમારા મિત્રની જરૂર સૌથી વધારે હશે એ સમયે જ તે તમને નિરાશ કરશે. તમારા પ્રિયપાત્ર સાથે તમારી અંગત લાગણીઓ-રહસ્યો શૅર કરવા માટે આ યોગ્ય સમય નથી. ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટા ભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે.

કર્ક (ડ,હ) – લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. આજનો દિવસ છેલ્લો છે એ રીતે જીવવાના તથા મનોરંજન પાછળ વધુ પડતો ખર્ચ કરવાના તમારા વલણ પ્રત્યે ધ્યાન આપો. બાળકોને કારણે અસંતોષ સર્જાઈ શકે છે, કેમ કે તેઓ તેમના મિત્રો સાથે વધુ સમય પસાર કરશે અને ઘર અથવા અભ્યાસ પર ઓછું ધ્યાન આપી રહ્યા છે. કેટલાક માટે નવો રૉમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે.

સિંહ (મ,ટ) – આજે તમારે હળવાશ અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાનો પ્રયાસ કરવાની જરૂર છે. મૂડીરોકાણને લગતા મહત્વના નિર્ણયો કોઈ અન્ય દિવસે લેવા. પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ. એકાએક થયેલો રૉમેન્ટિક મેળાપ તમારા મિજાજને ખીલવશે. આજનો દિવસ એવા દિવસોમાંનો એક છે જ્યારે પરિસ્થિતિ તમારી મરજી મુજબ આકાર નહીં લે. એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે.

કન્યા (પ,ઠ,ણ) તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવવા તમારી ખાણી-પીણીમાં ફેરફાર કરો. તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો-અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો. આજે તમે શું કરશો અથવા શું નહીં કરો તે અંગેનો નિર્ણય તમારા પરિવારજનોને લેવા ન દો. તમારા પ્રિયપાત્રની બાહોંમાં તમને આરામ મળશે. નિંદા-કૂથલી તથા અફવાઓથી દૂર રહો. કામના સ્થળે વખાણ થાય એવી શક્યતા છે.

તુલા (ર,ત) ખૂલ્લામાં રાખેલું ખાણું ખાતી વખતે ખાસ કરીને તકેદારી રાખવી. પણ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટૅન્શનમાં ઓર વધારો થશે. પ્રૉપર્ટીને લગતા સોદા સાકાર થશે તથા અકલ્પ્ય લાભ લાવશે. તમારે બાળકો સાથે કેટલોક સમય વિતાવવાની તથા તેમને સારા મૂલ્યો શીખવવાની તથા તેમને તેમની જવાબદારીની જાણ થાય તેવા પ્રયાસો કરવાની જરૂર છે. તમારૂં અનિશ્ચિત વર્તન તમારા પ્રિયપાત્ર સાથેના વિખવાદનું કારણ બની શકે છે.

વૃશ્વિક (ન,ય) - અંતરાય ઊભા કરનારી તમારી લાગણીઓને અંકુશમાં રાખો. તમારી જૂનવાણી વિચારધારા-જૂના વિચારો તમારા વિકાસને અવરોધે છે-તેઓ વિકાસને ગૂંગળાવી નાખે છે તથા આગળ વધવાના માર્ગમાં બાધાઓ ઉત્પન્ન કરે છે. નાણાંપ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે. તમને જાણવા મળશે કે મિત્રો તથા સંબંધીઓ તમારી જરૂરિયાતો સમજી રહ્યા નથી-તમારા ઈમાનદાર પ્રયાસો તમારી જાતમાં કેટલાક ફેરફાર કરવા તરફ હોવા જોઈએ નહીં કે લોકો તમારી માટે બદલાય એ તરફ. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે.

ધન (ભ,ફ,ધ,ઢ) –.તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો. સટ્ટાકીય પ્રવૃત્તિ જોખમી પુરવાર થશે-આથી તમામ રોકાણો સંપૂર્ણ તકેદારી રાખીને કરવા. જિદ્દીપણું ન કરતા-કેમ કે એનાથી લોકો તમારાથી આસાનીથી છેડાઈ જશે. રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો. પ્રવાસ લાભદાયક છતાં ખર્ચાળ રહેશે. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી,

મકર (ખ,જ) – તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંછિત પરિણામ લાવશે. વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો. તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્રોત ઊભો થશે. પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે-તેના કારણે તમારા મગજ પર તાણ વધશે. આજે તમે કોઈકનું દિલ તૂટતા અટકાવશો. તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ ફેરફાર થાય એવો દિવસ. સામાન્ય લગ્નજીવનમાં આજનો દિવસ સ્વાદિષ્ટ મીઠાઈ જેવો બની રહેશે.

કુંભ (ગ,શ,સ,ષ) - ચિંતાને લગતા વિચારો તમારી ખુશીને રોળી શકે છે. આ વિચારોને તમારા પર સવાર થવા દેતા નહીં કેમ કે તે માત્ર વિધ્વંસક શક્તિઓને જ અનુસરે છે અને હતાશાના બીજ રોપે છે. તમારી જાતને હંમેશાં હકારાત્મક બાબતોની અપેક્ષા રાખવા પ્રેરો તથા ર્દુઘટનાઓમાં પણ હાસ્ય શોધવાની તાલીમ આપો. મનોરંજન તથા લક્ઝરી પર વધુ પડતો ખર્ચ ન કરશો. સમગ્રતઃ લાભદાયી દિવસ પણ તમે જેના પર તમે વિશ્વાસ કરી શકો છો એવું તમે વિચારો છો એ તમને નિરાશ કરશે.

મીન (દ,ઝ,ચ,થ) - તમારા આત્મવિશ્વાસ અને ઊર્જાનું સ્તર ઊંચું રહેશે. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. મિત્રો તમને એક યાદગાર સાંજ માટે તેમના ઘરે બોલાવશે. આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારી સામે બિનજરૂરી માગણીઓ મુકવા ન દેતા. કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ. તમારા જીવનસાથી સાથેની રોજબરોજની લડાઈ આજે મુશ્કેલ સ્તરે પહોંચશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article