જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ - Connect Gujarat
New Update

foમેષ (અ,લ,ઇ) –તમારા બાળકનો દેખાવ તમને અનહદ આનંદ આપશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિની વિશ્વસનિયતા તથા સત્યતા ચકાસી લેજો તમારા જીવનસાથીની તબિયત ચિંતા કરાવી શકે છે. તમે વાસ્તવિક્તા સાથે મુકાબલો કરશો તેથી તમારે તમારા પ્રિયપાત્રને ભૂલી જવું પડશે. નવા સંયુક્ત સાહસો તથા ભાગીદારી પર સહી-સિક્કા કરવાથી દૂર રહો. તમે આજે જે સ્વયંસેવી કામ કરશો તે માત્ર તમારી મદદ કરનારાઓને જ નહીં બલ્કે તમને પણ તમારી જાત તરફ વધુ હકારાત્મક રીતે જોતા કરશે. કોઆ સંબંધી તમને આજે સરપ્રાઈઝ આપી શકે છે, પણ એ તમારી યોજનાઓને બગાડી શકે છે.

વૃષભ (બ,વ,ઉ) બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. એક નવો આર્થિક સોદો પાર પડશે અને નાણાંનો નવો ધોધ વહેતો થશે. નિકટનું સ્વજન વધુ ધ્યાન માગી શકે છે, જો કે આ બાબત મદદરૂપ અને તમારી દરકાર કરનારૂં પુરવાર થશે. આજે તમે પ્રેમની પીડા અનુભવશો. આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે-કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે. અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે. તમારા જીવનસાથી દ્વારા તમારો જન્મદિવસ કે અન્ય કોઈક બાબત ભૂલી જવાની કોઈક જૂના મુદ્દાને કારણે તમે તેમની સાથે ઝઘડશો. પણ દિવસના અંતે બધું જ સમૂસુતરૂં પાર પડશે.

મિથુન (ક,છ,ઘ) – તમારો કોઈ મિત્ર તમારી ઉદારતા તથા સહનશક્તિની મર્યાદાની કસોટી કરી શકે છે. તમારા મૂલ્યોનું જતન કરવામાં અને તમારા દરેક નિર્ણયમાં તર્કસંગત રહેવાની તકેદારી તમારે રાખવી પડશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. તમારી ઉડાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે, આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો. આજે પ્રેમ જીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે. સાથીદારોની સમયસરની મદદને કારણે કામના સ્થળે મુશ્કેલ સમય પસાર થઈ જશે. આ બાબત તમને વ્યાવસાયિક અગ્રતા મેળવવામાં મદદ કરશે. પ્રવાસ કરવા માટે બહુ સારો દિવસ નથી. ઝઘડાની પરંપરા સર્જાશે જેને કારણે તમને સંબંધ તોડી નાખવાનું મન થશે- આમ છતાં, સરળતાથી મેદાન છોડીને ભાગી ન જતા.

કર્ક (ડ,હ) – માતા-પિતાની તબિયત ચિંતા કરાવી શકે છે. મનોરંજન અથવા કૉસ્મૅટિક્સ સુધારા પાછળ વધુ પડતો ખર્ચ કરતા નહીં. મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચૂપાત કરશે. આજે આનંદની અનુભૂતિ થશે. કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈભર્યા અને હિંમતવાન બનો. તમારા ભૂતકાળમાંથી કોઈએ આજે તમારો સંપર્ક કરશે અને તમારો દિવસ યાદગાર બની જશે. નુકસાન આજે તમારી લગ્નજીવન પર વિપરિત અસર કરી શકે છે.

સિંહ (મ,ટ) –તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. લોકોની જરૂરિયાત શી છે તથા તમારી પાસેથી તેમને ચોક્કસ શું જોઈએ છે તે તમે જાણતા હો એવું લાગે છે-પણ તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ ન બનતા. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. પ્રેમ અમર્યાદિત છે, પ્રેમ બેશુમાર છે, તમે આ વતો પહેલા પણ સાંભળી હશે. પણ આજે તમે તેનો અનુભવ કરશો. કામના સ્થળે તમારી ભૂલોનો એકરાર તમારી તરફેણમાં જશે. પણ એ કઈ રીતે સુધારવી તેનું પૃથ્થકરણ કરવાની તમારે જરૂર છે. તમે જેને હાનિ પહોંચાડી હોય તેની માફી તમારે માગવી જોઈએ. યાદ રાખો દરેક જણ ભૂલ કરે છે, પણ માત્ર મૂર્ખાઓ જ તેનું પુનરાવર્તન કરે છે. આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે-અને સરપ્રાઈઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં. લગ્ન બાદ, પાપ પૂજા બની જાય છે અને તમે આજે ઘણી પૂજા કરશો.

કન્યા (પ,ઠ,ણ) – શરીરમાં કળતર તથા તાણને લગતી સમસ્યાઓની શક્યતા નકારી શકાય નહીં. તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે. યોગ્ય સંવાદ તથા સહકાર તમારા જીવનસાથી સાથેના સંબંધોને સુધારશે. તમારા પરિયપાત્ર દ્વારા કરાયેલી ટિપ્પણી અંગે તમે ખૂબ જ સંવેદનશીલ હશો-તમારી લાગણીઓને વશમાં રાખો અને કંઈપણ બિનજવાબદારીભર્યું ન કરતા જેનો તમને આગળ જઈને પસ્તાવો થાય. તમારે તમારી શ્રૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપનાં જોવાની હવે જરૂર નથી, કેમ કે આજે તેમના સાકાર થવાની શક્યતા છે. તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય -તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલત્વી રહેશે. તમને તમારા જીવનસાથી દ્વારા ઠેસ પહોંચવાની શક્યતા છે.

તુલા (ર,ત) – માનસિક શાંતિ માટે તમારા ટૅન્શનનો ઉકેલ લાવો. ધંધામાં ઉધાર માગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગ પડાવશે. તમારી સમસ્યાઓ તેમની સાથે બેફીકર થઈને શૅર કરો. તમે ચોક્કસ જ તેમને ઉકેલી શકશો. તમારા પ્રિયપાત્રને કશું કઠોર ન કહેવાનો પ્રયાસ કરજો-અન્યથા તમારે પછીથી પસ્તાવું પડશે. કામના સ્થાળે આજનો દિવસ અદભુત રીતે વિતશે એવું જણાય છે. આજે તમે નવા વિચારોથી તરબતર હશો તથા પ્રવૃત્તિની તમારી પસંદગી તમારી અપેક્ષા કરતાં અનેક ગણો વધારે લાભ અપાવશે. તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઇ જશે, આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મુકશે.

વૃશ્વિક (ન,ય) –તમારા નિરાશાવાદી અભિગમને કારણે તમે પ્રગતિ કરી શકતા નથી. સમય પાકી ગયો છો કે તમે એ બાબતને સમજી લો કે ચિંતાએ તમારી વિચાશક્તિને મંદ પાડી દીધી છે. ઉજળી બાજુ તરફ જુઓ અને તમે ચોક્કસ જ તમારી વિવેકશક્તિમાં પરિવર્તન લાવી શકશો. આર્થિક સંકળામણથી બચવા માટે તમારા બજેટને વળગી રહો. સાંજે બાળકો સાથે થોડો આનંદદાયક સમય વિતાવજો. તમારા સમર્પિત તથા અડગ પ્રેમમાં જાદુઈ રચનાત્મક શક્તિઓ છે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકેદારી રાખવાની જરૂર છે. આજની સાંજ તમારા જીવનસાથી સાથે તમારા જીવનની સૌથી યાદગાર સાંજ બની રહેશે.

ધનુ (ભ,ફ,ધ,ઢ) – તમે તમારી લાંબા ગાળાની બીમારી સામે લડી રહ્યા હો ત્યારે એ વાત સમજો કે પોતાની જાત પર વિશ્વાસ વીરત્વનો સાર છે. આજે નાણાં સંભાળવામાં તમને મુશ્કેલી પડશે-તમે વધુ પડતો ખર્ચ કરી બેસશો કાં તમારૂં વૉલૅટ ખોવાઈ જશે- બેદરકારીને કારણે કેટલુંત નુકસાન ચોક્કસ છે. પારિવારિક વાતાવરણ જાળવવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે. પ્રેમ તથા રૉમાન્સ તમને ખુશખુશાલ મૂડમાં રાખશે. તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે. આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરૂં થશે. કેટલાક લોકો માને છે કે લગ્નજીવન એટલે ઝધડા અને સેક્સ, પણ આજે બધું જ શાંત અને સૌમ્ય રહેશે.

મકર (ખ,જ) – તમારૂં સ્વાસ્થ્ય જોઈએ એટલું સારૂં નહીં હોય. તબીબ પાસે જવું કે દવા લેવી એ બાબતોની શક્યતા નકારી શકાય એમ નથી. દિવસના ઉત્તરાર્ધમાં પૂરતો આરામ લો. સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં. ખોટા સમયે કશુંક ખોટું ન બાલોઈ જાય તેની તકેદારી રાખજો-તમે જેને ચાહો છો તેને ઠેસ ન પહોંચે તેની તકેદારી રાખજો. પ્રેમ એ વસંત, ફૂલો, પવન, સૂયર્યપ્રકાશ અને પતંગિયાં સમાન છે. આજે તમે રોમેન્ટિક સ્પંદનો અનુભવશો. તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે. તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવા લોકો સાથે જોડાવાનું ટાળો. ઘણા લાંબા સમય બાદ તમને તમારા જીવનસાથી તરફથી પ્રગાઢ અને ઉષ્માભર્યું આલિંગન મળશે.

કુંભ (ગ,શ,સ,ષ) – તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વનના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાવ એવી શક્યતા છે. તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો. લાંબા ગાળાના કોઈપણ રોકાણ ટાળો તથા તમારા સારા મિત્ર સાથે કેટલીક ખુશીભરી ક્ષણો વિતાવો. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક સાબિત થશે. તમારા દિલ અને મગજ પર રૉમાન્સનું રાજ હશે. નવા કૌશલ્ય અને પદ્ધતિનો સ્વીકાર કારકિર્દીને આગળ વધારવામાં જરૂરી પુરવાર થશે. અંગત અને ગોપનીય હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં. આજે કામના સ્થળે તમારા ઉપરી (બૉસ) તમારા વખાણ કરે એવી શક્યતા છે.

મીન (દ,ઝ,ચ,થ) - સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ આસપાસ જ છે-આથી નિયમિત કસરતને તમારો નિત્યક્રમ બનાવો અને વિશ્વાસ રાખો કે ઈલાજ કરતાં નિવારણ જ શ્રેષ્ઠ છે. આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય. બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે. એકાએક થયેલો રૉમેન્ટક મેળાપ તમને મૂંઝવી નાખશે. આજે સમય ખરેખર મુશ્કેલ છે. કામ પર જતા પહેલા તમારી જાતને સંભાળજો. સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે. આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે.

#રાશિ ભવિષ્ય
Here are a few more articles:
Read the Next Article